Wednesday, November 13, 2024
More
    હોમપેજદેશકોણ છે ગાઝી ફકીરના ગઢને તોડી પાડનાર ભગવાધારી મહંત પ્રતાપ પુરી: એક...

    કોણ છે ગાઝી ફકીરના ગઢને તોડી પાડનાર ભગવાધારી મહંત પ્રતાપ પુરી: એક સમયે જે કહેવાતો ‘સરહદનો સુલતાન’, કોંગ્રેસ સરકારોમાં હતી જેની બોલબાલા, તેને 35 હાજર+ વોટથી આપી માત

    રાજદ્રોહ સહિતના અનેક કેસમાં આરોપી ગાઝીને ભારતીય એજન્સીઓ ઘણા વર્ષો સુધી પકડી શકી ન હતી કારણ કે તેની સામે કોઈ પુરાવા ન હતા. તેનું નામ 1965થી પોલીસ હિસ્ટ્રી શીટમાં જોવા મળી રહ્યું છે પરંતુ કોંગ્રેસમાં તેના વર્ચસ્વને કારણે કોઈ તેને હાથ પણ લગાવી શક્યું નથી.

    - Advertisement -

    આ વખતે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઘણા જાણીતા ચહેરાઓ હારી ગયા છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લાની પોખરણ બેઠક પરથી ભાજપના મહંત પ્રતાપ પુરીએ કોંગ્રેસના ઉમેદવાર સાલેહ મોહમ્મદને હરાવ્યો છે. સાલેહ મોહમ્મદ અશોક ગેહલોતની સરકારમાં મંત્રી પણ હતો. મહંત પ્રતાપ પુરીને આ સીટ પર 1,12,925 વોટ મળ્યા અને સાલેહને 35,427 વોટના માર્જીનથી હરાવ્યો. મહંત સામે હારનાર સાલેહ જેસલમેરના ગાઝી ફકીરનો પુત્ર છે. અહીં સમાંતર સત્તા ચલાવવા માટે જાણીતા જેસલમેરના ગાઝી ફકીરનું 2021માં અવસાન થયું હતું.

    મહંત પ્રતાપ પુરીએ પોખરણમાંથી ગાઝી ફકીરના પુત્ર સાલેહ મોહમ્મદને હરાવ્યો

    ગાઝી ફકીર આ વિસ્તારના સિંધી મુસ્લિમોનો મોટા ધાર્મિક નેતા હતો અને તેનો એટલો પ્રભાવ હતો કે જે પણ પોલીસ અધિકારી તેના ગુનાઓની ફાઇલ ખોલે તેની બદલી કરવામાં આવી હતી. IPS પંકજ ચૌધરીની પણ 2013માં ગાઝી ફકીરમાં સંડોવણીના કારણે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

    ગાઝી ફકીર અશોક ગેહલોતનો નજીક ગણાતો હતો. રાજ્યમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર આવી ત્યારે તેના પરિવારનો પ્રભાવ વધતો જ રહ્યો અને તેના પરિવારના ઘણા લોકો સરકારમાં ઘણા મહત્વના હોદ્દા પર બિરાજમાન થયા. આ વિસ્તારમાં તેના પ્રભાવનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેના પુત્ર સાલેહ મોહમ્મદ જેસલમેરથી રાજ્ય સરકારમાં મંત્રી બનેલા પ્રથમ ધારાસભ્ય હતો. ગાઝી ફકીરે સાલેહને નાનપણથી જ રાજકારણમાં પ્રવેશ કરાવ્યો હતો. તેને 23 વર્ષની વયે પંચાયત સમિતિનો વડો બનાવવામાં આવ્યો હતો.

    - Advertisement -
    સાલેહ મોહમ્મદ (ડાબે, ફૂલની માળા સાથે) અને ગાઝી ફકીર (બેઠેલા)

    રાજદ્રોહ સહિતના કેસમાં હતો આરોપી

    રાજદ્રોહ સહિતના અનેક કેસમાં આરોપી ગાઝીને ભારતીય એજન્સીઓ ઘણા વર્ષો સુધી પકડી શકી ન હતી કારણ કે તેની સામે કોઈ પુરાવા ન હતા. તેનું નામ 1965થી પોલીસ હિસ્ટ્રી શીટમાં જોવા મળી રહ્યું છે પરંતુ કોંગ્રેસમાં તેના વર્ચસ્વને કારણે કોઈ તેને હાથ પણ અડાવી શક્યું નથી.

    IPS પંકજ ચૌધરીએ કહ્યું હતું કે તેમના પોલીસ પુરોગામીઓએ ફાઇલોમાં ગાઝી વિશે ઘણી ભયાનક વાતો લખી હતી. તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેમના નિવેદન પરથી પરિસ્થિતિની ગંભીરતા સમજી શકાય છે. જુલાઇ 1965નો એક દાણચોરીનો કેસ તેની સામે ફરી ખોલવામાં આવ્યો હતો.

    સ્થાનિક વહીવટીતંત્ર પર તેની પકડ એટલી મજબૂત હતી કે ઉપરથી આદેશ હોવા છતાં તેને સ્પર્શી શકાયો ન હતો. તેની સામે તૈયાર કરાયેલી ફાઇલ 1984માં ગાયબ થઈ ગઈ હતી. તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી.

    1990માં, એક એસપી સુધીર પ્રતાપ સિંહ આવ્યા, જેમણે ગાઝી પર નાળ બાંધવાનું શરૂ કર્યું. પરંતુ, રાજસ્થાન સરકાર દ્વારા એસપી સુધીર પ્રતાપ સિંહની ચુપચાપ બદલી કરવામાં આવી હતી. 2011માં, મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારે ફરીથી તે હિસ્ટ્રી શીટ બંધ કરી દીધી હતી. આ પછી પંકજ ચૌધરી આવ્યા જેમણે ગાઝી પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો.

    તેમનું કામ પણ અધૂરું રહી ગયું અને તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચે તે પહેલાં તેમની બદલી પણ થઈ ગઈ. ગાઝી વિશે સૌથી મોટી વાત શ્રીકાંત ઘોષના પુસ્તક ‘Pakistan’s ISI: Network of Terror in India’માં કહેવામાં આવી હતી. આ પુસ્તકના પાના નંબર 55 પર ગાઝી ફકીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    સરહદી વિસ્તારમાં સક્રિય ઈસ્લામિક સંગઠન તબલીગ-એ-જમાતનો ઉલ્લેખ કરીને તેમણે લખ્યું છે કે આ વિસ્તારમાં સૈયદ શાહ મર્દાન શાહ-2 એટલે કે પીર પગારોનો પ્રભાવ વધી રહ્યો છે. પીર પગારો પાકિસ્તાન મુસ્લિમ લીગ (એફ)ના પ્રમુખ છે. વધુમાં શ્રીકાંત ઘોષે લખ્યું હતું કે જેસલમેરનો રહેવાસી ગાઝી ફકીર પાકિસ્તાનને તેની સરહદ પર થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓમાં મદદ કરે છે. આ સિવાય તે પાકિસ્તાની એજન્ટોને ભારતીય સરહદ પર આવેલા ગામડાઓમાં સ્થાયી થવામાં મદદ કરે છે.

    એપ્રિલ 2021માં ગાઝી ફકીરનું અવસાન થયું ત્યારે પણ આ વિસ્તારમાં તેનો પ્રભાવ જોવા મળ્યો હતો. તેના મૃત્યુ સમયે કોરોના સંબંધિત પ્રતિબંધો અમલમાં હતા. તેના મૃત્યુના ચાર દિવસ પહેલા તેમનો પુત્ર સાલેહ મોહમ્મદ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરંતુ આ બધી બાબતોને અવગણીને, તેના અંતિમ સંસ્કારમાં મોટી ભીડ એકઠી થઈ હતી અને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે સાલેહ પહેલીવાર 2008માં ધારાસભ્ય બન્યો હતો અને 2013માં બીજેપીના શૈતાન સિંહ સામે હારી ગયો હતો. 2018માં ફરી ધારાસભ્ય બન્યા બાદ તે મંત્રી બન્યો. પરંતુ હવે આ ચૂંટણીઓમાં મહંત પ્રતાપ પુરીએ ફરી એકવાર તેને હરાવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં