Sunday, May 19, 2024
More
    હોમપેજક્રાઈમ'સાડી ફાડી, અન્ડરવેર ઉતારી, નગ્ન પરેડ કરાવી': પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના દિવસે પોતાની...

    ‘સાડી ફાડી, અન્ડરવેર ઉતારી, નગ્ન પરેડ કરાવી’: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના દિવસે પોતાની સાથે શું થયું તેની આપવીતી BJPના એક મહિલા ઉમેદવારે એફઆઈઆરમાં જણાવી

    મહિલા ઉમેદવારે જણાવ્યું કે લગભગ 40-50 ટીએમસીના ગુંડાઓએ તેની પર હુમલો કર્યો. તેની છાતી પર હુમલો કર્યો. નગ્ન કર્યા ખોટી રીતે સ્પર્શ કર્યો. જ્યારે ટીએમસીના ગુંડાઓ લડી રહ્યા હતા ત્યારે તેમના એક નેતાએ તેમને તેમના કપડા ફાડવા માટે ઉશ્કેર્યા હતા.

    - Advertisement -

    મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો વિડીયો વાયરલ થયા બાદ હવે પશ્ચિમ બંગાળમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. પંચાયત ચૂંટણી દરમિયાન શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ગુંડાઓ દ્વારા એક મહિલા ઉમેદવારને કથિત રીતે નગ્ન કરીને ગામભરમાં પરેડ કરવામાં આવી હતી. ANIના અહેવાલ મુજબ જાહેરમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી, છેડતી કરવામાં આવી હતી. ઘટના 8 જુલાઈ 2023ની છે. આ દિવસે રાજકીય હિંસા માટે કુખ્યાત બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન થયું હતું, જેમાં અંતે TMC જીતી હતી.

    જાગરણના અહેવાલ મુજબ, ગ્રામ પંચાયત ચૂંટણી માટે એક મહિલા ઉમેદવારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર છેડતી અને શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. એવું કહેવાય છે કે 8 જુલાઈના રોજ તેને આખા ગામમાં નગ્ન અવસ્થામાં પરેડ કરાવવામાં આવી હતી. ઘટના હાવડા જિલ્લાના પંચલા વિસ્તારની છે. આ અંગે પંચલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં ટીએમસીના ઉમેદવાર હેમંત રાય, નૂર આલમ, અલ્ફી એસકે, રણબીર પંજા સંજુ, સુકમલ પંજા સહિત અન્ય ઘણા લોકોના નામ છે.

    મહિલાએ જણાવ્યું કે લગભગ 40 થી 50 TMC ગુંડાઓએ તેની પર હુમલો કર્યો. તેની છાતી અને માથાના ભાગે લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેને મતદાન મથકની બહાર ફેંકી દેવામાં આવી હતી. રિપબ્લિકના અહેવાલ અનુસાર, પીડિતાના કપડાં ફાડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને નગ્ન થવા માટે ફરજ પાડવામાં આવી હતી. તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવી હતી અને જાહેરમાં છેડતી કરવામાં આવી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, જ્યારે ટીએમસીના કેટલાક કાર્યકરો તેની સાથે છેડછાડ કરી રહ્યા હતા, ત્યારે તેમના એક નેતાએ તેમને તેમના કપડા ફાડવા માટે ઉશ્કેર્યા હતા.

    - Advertisement -

    બંગાળ ભાજપના સહ પ્રભારી અમિત માલવિયાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે આ મામલામાં એફઆઈઆર પણ ત્યારે નોંધવામાં આવી હતી જ્યારે ભાજપે તેના માટે દબાણ ઉભું કર્યું હતું. તેણે કહ્યું છે કે, “શું મમતા બેનર્જી તમને કોઈ શરમ છે? 8 જુલાઈ, 2023 ના રોજ, પંચાયતની ચૂંટણીના દિવસે, તમારા સચિવાલયથી થોડે દૂર હાવડાના પંચલામાં ગ્રામસભાની એક મહિલા ઉમેદવાર સાથે મારપીટ કરવામાં આવી હતી, નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. ભાજપે દબાણ કર્યું ત્યારે જ તમારી પોલીસે એફઆઈઆર નોંધી હતી.” મમતા બેનર્જીને અસફળ મુખ્યમંત્રી ગણાવતા તેમણે બંગાળ પર ધ્યાન આપવાની સલાહ આપી છે.

    ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 8 જુલાઈના રોજ 63229 ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન થયું હતું. મતગણતરી 11 જુલાઈએ થઈ હતી. આ ચૂંટણી પરિણામો કરતાં વધુ હિંસા માટે ચર્ચામાં રહી હતી. TMC ના ગુંડાઓ પર મતદાનના દિવસે મુર્શિદાબાદ, કૂચ બિહાર, માલદા, દક્ષિણ 24 પરગણા, ઉત્તર દિનાજપુર અને નાદિયા સહિતના કેટલાક જિલ્લાના રાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી અધિકારીઓને નિશાન બનાવવા, મતપેટીઓને નુકસાન પહોંચાડવાનો આરોપ હતો. તેવી જ રીતે મતગણતરીના દિવસે આગેવાનો અને કર્મચારીઓને માર મારવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. ટીએમસીએ 28985 અને ભાજપે 7764 સીટો જીતી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં