Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કેજરીવાલની પીપુડી વગાડવા શુભેચ્છા આપી છે કે શું?’ : કેજરીવાલનો ઉલ્લેખ કરી...

    ‘કેજરીવાલની પીપુડી વગાડવા શુભેચ્છા આપી છે કે શું?’ : કેજરીવાલનો ઉલ્લેખ કરી UPSC ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવા જતા ટ્રોલ થયા ગોપાલ ઇટાલિયા

    ગોપાલ ઇટાલિયાના આ ટ્વિટ નીચે યુઝરોએ તેમની ખીલ્લી ઉડાવી હતી તો કોઈએ એ પણ યાદ કરાવ્યું હતું કે ગઈકાલે જ અરવિંદ કેજરીવાલના મંત્રીની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ થઇ છે. 

    - Advertisement -

    ગઈકાલે UPSC દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ષે ટોપ-3માં મહિલાઓ જ રહી છે. જેમના નામ શ્રુતિ શર્મા, અંકિત અગ્રવાલ અને ગામિની સિંગલા છે. જ્યારે પુરુષોમાં ટોપર ઐશ્વર્ય વર્મા છે, જે ચોથા સ્થાને રહ્યા હતા. પરિણામો 30 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, આ પરિણામો બાદ શુભેચ્છાઓ પાઠવવા જતા ગુજરાત ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ટ્રોલ થયા હતા.

    UPSC 2021 ની પ્રિ પરીક્ષા 10 ઓક્ટોબર 2021 ના રોજ લેવામાં આવી હતી, જેનું પરિણામ 29 ઓક્ટોબર 2021 ના રોજ જાહેર રહ્યું હતું. જે બાદ મેઇન્સ પરીક્ષા 7 થી 16 જાન્યુઆરી 2022 ના રોજ લેવાઈ હતી, જેનું પરિણામ માર્ચ 2022 માં જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ અંતિમ તબક્કાના ઇન્ટરવ્યૂ પાંચ એપ્રિલથી શરૂ થયા હતા. જે બાદ ગઈકાલે પરિણામો જાહેર કરાયા હતા. 

    એક તરફ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ દેશભરમાંથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી હતી તો બીજી તરફ કેટલાક નેતાઓએ તેમાં પણ રાજકારણ શોધી કાઢ્યું હતું. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ UPSC પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ તો આપી પરંતુ પછી તેમણે અરવિંદ કેજરીવાલનો પણ ઉલ્લેખ કર્યો, જેના લીધે ગોપાલ ઇટાલિયા ટ્રોલ થયા હતા. 

    - Advertisement -

    ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર લખ્યું, “દેશની સૌથી કઠોર પરીક્ષા UPSC Mainsમાં સફળતા મેળવનાર તમામ હોંશિયાર, મહેનતું અને અભ્યાસુ યુવાનો યુવતીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ.” તેઓ આગળ લખે છે, “દિલ્લીના મુખ્યમંત્રી IITian અરવિંદ કેજરીવાલ પણ UPSCના માધ્યમથી ઈન્ડિયન રેવન્યુ સર્વિસમાં પોતાનું યોગદાન આપી ચુક્યા છે. જય ભારત.”

    ગોપાલ ઇટાલિયાના આ ટ્વિટ નીચે યુઝરોએ તેમની ખીલ્લી ઉડાવી હતી તો કોઈએ એ પણ યાદ કરાવ્યું હતું કે ગઈકાલે જ અરવિંદ કેજરીવાલના મંત્રીની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ થઇ છે. 

    મયંક પંડ્યાએ કહ્યું, “કેજરીવાલના નામની પીપુડી વગાડવા માટે જ UPSC ના સફળ ઉમેદવારોને અભિનંદન આપ્યા છે કે શું? કેજરીવાલનું નામ લઈને જ સવારે મળ-મૂત્ર વિસર્જન કરતા લાગો છો તમે.”

    યુઝર ભાવિન પટેલે ગોપાલ ઇટાલિયાના ટ્વિટ નીચે ટિપ્પણી કરતા કહ્યું કે, “જો આવી પરીક્ષા આપીને કેજરીવાલ જેવા જ થવાનું હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવાય.”

    યુઝર ગિરિરાજ ત્રિવેદીએ કહ્યું કે, “કેજરીવાલ હવે રાજકારણી છે અને કોઈ સેવા આપતા નથી. મહેરબાની કરીને માર્કેટિંગ ન કરો.” વળી એક યુઝરે પ્રશ્ન કરતા કહ્યું કે, “અરવિંદભાઈએ શું યોગદાન આપ્યું છે? કેટલા વર્ષ નોકરી કરી અને કેટલા વર્ષ હાજર રહ્યા તે જણાવશો.”

    યુઝર @BharatVasi07એ તાહિર હુસૈન અને અન્સારની તસવીરો મૂકીને લખ્યું હતું, “IITian ના નમૂનાઓ.” નોંધવું જોઈએ કે આમ આદમી પાર્ટીનો પૂર્વ કૉર્પોરેટર તાહિર હુસૈન દિલ્હીમાં 2020 માં થયેલા હિંદુ વિરોધી રમખાણોનું કાવતરું ઘડવામાં સામેલ હતો. જ્યારે હાલમાં જ જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના દિવસે થયેલી હિંસામાં અન્સારનું નામ આવ્યું હતું.

    એક યુઝરે કૉમેન્ટ કરતા કહ્યું કે, “અરવિંદ કેજરીવાલે દેશ માટે કંઈ કર્યું નથી. તેઓ સૌથી ભ્રષ્ટ નેતાઓમાંના એક છે. અને બીજું, તમારું શિક્ષણ શું છે? તમે શાળાએ ગયા હતા? તમે દેશ માટે શું કર્યું? કોઈ પણ ટિપ્પણી કરનાર તમે કોણ છો?”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં