Tuesday, April 23, 2024
More
    હોમપેજરાજકારણમમતા બેનર્જીની પાર્ટી, TMCના કીર્તિ આઝાદે પીએમ મોદીના પરંપરાગત પોશાક પર 'અયોગ્ય...

    મમતા બેનર્જીની પાર્ટી, TMCના કીર્તિ આઝાદે પીએમ મોદીના પરંપરાગત પોશાક પર ‘અયોગ્ય ટિપ્પણી’ બદલ માફી માંગી: કહ્યું, ‘અજાણતા ભૂલ થઇ’

    ટીએમસીના નેતા કીર્તિ આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોશાકની મજાક ઉડાવતા તેમની ટિપ્પણી બદલ માફી માંગી છે અને કહ્યું છે કે તેમના નિવેદનનો "ખોટો અર્થ કાઢવામાં આવ્યો" છે.

    - Advertisement -

    તૃણમૂલ કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોશાકની મજાક ઉડાવતા તેમની ટિપ્પણી બદલ માફી માંગી છે અને કહ્યું છે કે તેમના નિવેદનનું ‘ખોટું અર્થઘટન’ કરવામાં આવ્યું હતું. નોંધનીય રીતે, આઝાદની માફી ટીએમસીએ વડા પ્રધાનના પરંપરાગત પોશાક પર તેના નેતાની અયોગ્ય ટિપ્પણીથી પોતાને દૂર કર્યા પછી આવી.

    “મારા તાજેતરના ટ્વીટનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો. તેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હું તેમની માફી માંગુ છું. આપણી વિવિધ સંસ્કૃતિઓ માટે અપાર આદર અને ગર્વ છે. મારી અજાણતા ટિપ્પણીને કારણે થયેલા નુકસાન માટે હું દિલગીર છું. હું બંધારણીય મૂલ્યો હંમેશા જાળવી રાખવા માટે કામ કરવાની મારી પ્રતિજ્ઞા પુનરોચ્ચાર કરું છું.” આઝાદે શુક્રવારે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં જણાવ્યું હતું.

    ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર, આઝાદે પોતાને ટીએમસીના ‘સૈનિક’ ગણાવ્યા અને કહ્યું કે તે હંમેશા બંધારણ દ્વારા નિર્ધારિત માર્ગને અનુસરે છે ‘જે આપણી વિવિધતાને માન આપવા અને સન્માન આપવા માટે કહે છે’. કીર્તિ આઝાદે કહ્યું, ‘તે માર્ગ પરથી અજાણતા વિચલન જેવું જે કંઈપણ દેખાય છે તે એકદમ ખેદજનક છે.’

    - Advertisement -

    TMCએ આ નિવેદન બાદ હાથ અધ્ધર કરી લીધા હતા

    આ પહેલા બુધવારે આઝાદે ટ્વિટર પર પીએમ મોદીના મેઘાલયની મુલાકાત દરમિયાન પહેરેલ પરંપરાગત આદિવાસી પોશાકની તુલના મહિલા મોડલના ડ્રેસ સાથે કરતો એક ફોટો શેર કર્યો હતો અને તેમને “ફેશનના પૂજારી” કહીને પીએમ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

    કીર્તિ આઝાદની વિવાદાસ્પદ ટ્વીટ, જે બાદમાં ડીલીટ કરાઈ હતી

    પોતાના નેતાની ટિપ્પણીની નિંદા કરતા, TMCએ કહ્યું કે તેઓ આઝાદની ટિપ્પણીને સમર્થન આપતા નથી અને ‘તેની સખત નિંદા કરે છે’. “અમે વિવિધ લોકોની ગૌરવપૂર્વક વંશીય પરંપરાઓ ઉજવીએ છીએ અને તેમને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે કીર્તિ આઝાદની ટિપ્પણીઓને સમર્થન આપતા નથી અને તેની સખત નિંદા કરીએ છીએ. તેમની ટિપ્પણી પાર્ટીના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી,” સીએમ મમતા બેનર્જીની પાર્ટીએ ટ્વિટ કર્યું.

    ઉલ્લેખનીય છે કે, આઝાદે પીએમ મોદીના આદિવાસી પોશાકની મજાક ઉડાવીને વિવાદ ઉભો કર્યા બાદ ભાજપે ટીએમસી નેતા પર પ્રહારો કર્યા છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આઝાદની મજાકને “દેશભક્તિ વગરની અને ભારતની સંસ્કૃતિ વિરુદ્ધ” ગણાવી હતી.

    બીજી તરફ, પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ અનુસૂચિત જનજાતિ આયોગને આ બાબતે પગલાં લેવા વિનંતી કરી. “મેઘાલયની મુલાકાત દરમિયાન વડા પ્રધાન દ્વારા પહેરવામાં આવેલો પોશાક એ ખૂબ જ પરંપરાગત પોશાક છે જે આદિવાસી સમુદાયના લોકોમાં, ખાસ કરીને મેઘાલય અને ઉત્તરપૂર્વના લોકોમાં ખૂબ જ ગૌરવ ધરાવે છે. આની મજાક કરવા માટે, તમે એક વ્યક્તિને નફરત કરો છો, તેથી તમે આખા ઉત્તરપૂર્વની સંસ્કૃતિ, ઉત્તરપૂર્વના સમગ્ર આદિવાસી સમુદાયને નફરત કરવાનું શરૂ કરો છો.” પૂનાવાલાએ મીડિયા સમક્ષ કહ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં