Wednesday, November 6, 2024
More
    હોમપેજરાજકારણનહીં ટકે મમતા બેનર્જીની સરકાર, TMCના 30+ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે: અગ્નિમિત્રા...

    નહીં ટકે મમતા બેનર્જીની સરકાર, TMCના 30+ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે: અગ્નિમિત્રા પૌલે દાવો કર્યો, મિથુન ચક્રવર્તીએ 38 સાથે ‘સારા સંબંધો’ હોવાનું કહ્યું

    મીડિયા સાથે વાત કરતા પોલે કહ્યું, “લગભગ 30 TMC ધારાસભ્યો અમારી પાર્ટીના સભ્ય મિથુન ચક્રવર્તીના સંપર્કમાં છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી તેના પર વિચાર કરશે."

    - Advertisement -

    ‘ડિસેમ્બરમાં પશ્ચિમ બંગાળમાં મોટુ રાજકીય પરિવર્તન જોવા મળશે’ – આનો દાવો રાજ્યના BJP ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કર્યો છે. તેમણે કહ્યું છે કે આ ડિસેમ્બરમાં પશ્ચિમ બંગાળમાં ‘ખેલા’ થશે. પોલે એમ પણ કહ્યું છે કે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 30થી વધુ ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે.

    તેમણે કહ્યું કે તેઓ (30 ધારાસભ્યો) જાણે છે કે ડિસેમ્બર પછી તેમની પાર્ટીના કાર્ડ સાફ થઈ જશે. તેમનું અસ્તિત્વ જોખમમાં છે.

    પૌલે ફર્સ્ટપોસ્ટને કહ્યું, “લગભગ 30 TMC ધારાસભ્યો અમારી પાર્ટીના સભ્ય મિથુન ચક્રવર્તીના સંપર્કમાં છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી તેના પર વિચાર કરશે.”

    - Advertisement -

    નોંધનીય છે કે આ વર્ષે જુલાઈમાં બીજેપી નેતા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના 38 ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે. ચક્રવર્તીએ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, “શું તમે બ્રેકિંગ ન્યૂઝ સાંભળવા માંગો છો? હાલમાં ટીએમસીના 38 ધારાસભ્યો અમારી સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે, જેમાંથી 21 અમારા સીધા સંપર્કમાં છે.”

    BJP ધારાસભ્ય અગ્નિમિત્રા પૌલના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી સરકારમાં નાણાકીય અનિયમિતતાઓ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે મમતા બેનર્જીના અડધા નેતાઓ કૌભાંડના આરોપી છે અને બાકીના અડધા કથિત ભ્રષ્ટાચાર માટે જેલમાં છે. પશ્ચિમ બંગાળના બીજેપી ધારાસભ્યએ વધુમાં આરોપ લગાવ્યો કે સત્તાધારી પશ્ચિમ બંગાળ સરકાર પાસે તેના કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી.

    અગ્નિમિત્રા પોલે કહ્યું, “હું એક સરળ નેતા છું. અમારી ટોચની નેતાગીરી અને વિપક્ષના નેતાનું કહેવું છે કે સરકાર DA આપી શકતી નથી, લોકોને નોકરી નથી મળી રહી. અમારું ટોચનું નેતૃત્વ અને વિપક્ષના નેતા તેમના રાજકીય અનુભવથી આ વાત કહી રહ્યા છે. અમે જે સાંભળીએ છીએ તેના પરથી, ડિસેમ્બરમાં કંઈક થઈ શકે છે.”

    પોલે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ટીએમસી કેન્દ્ર સરકારના પ્રોજેક્ટમાંથી પૈસાની ચોરી કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપની માંગ છે કે સીબીઆઈએ મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમજ તેમના મંત્રીઓની પૂછપરછ કરવી જોઈએ કારણ કે તેઓ રાજ્યના વડા છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ડિસેમ્બર બાદ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર ખતમ થઈ જશે અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે 2024માં યોજાશે. તેમણે કહ્યું હતું કે, “થોડા મહિના રાહ જુઓ, આ સરકાર પશ્ચિમ બંગાળમાં સત્તામાં નહીં રહે. તેના માટે મારી વાત માનો, તૃણમૂલ સરકાર આ વર્ષે ડિસેમ્બર સુધી પશ્ચિમ બંગાળમાં સત્તામાં નહીં હોય.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં