તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને શાસક BRS સરકાર વિરુદ્ધ કથિત અપમાનજનક પોસ્ટને લઈને પોલીસે મંગળવારે કોંગ્રેસના ચૂંટણી વ્યૂહરચનાકાર સુનીલ કાનુગોલુની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. જે બાદ ઓફિસમાંના કોમ્પ્યુટર સહિતના સામાનને જપ્ત કરીને પોલીસે 5 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.
એક નિવેદનમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમના રણનીતિકારની ઓફિસ સીલ કરવામાં આવી છે. કોંગ્રેસ અનુસાર, તેની ચૂંટણી વ્યૂહરચના ટીમમાં સામેલ પાંચ લોકોની પણ પોલીસે ધરપકડ કરી હતી. સુનીલ કાનુગોલુની ઓફિસની તપાસ કરવા આવેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ અને વિપક્ષી પક્ષો વિરુદ્ધ અપમાનજનક સામગ્રી પીરસવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
#Cyberabad police seize #Congress strategist Sunil Kanugolu’s office for alleged defamatory posts against govt; #Congress leaders condemn police action@NewIndianXpress #Telangana pic.twitter.com/NOnFHA5VLY
— TNIE Telangana (@XpressHyderabad) December 13, 2022
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હૈદરાબાદ પોલીસની સાયબર ક્રાઈમ્સ શાખાએ મુખ્યમંત્રી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી અને રાજ્ય સરકાર અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) વિરુદ્ધ બદનક્ષીભરી પોસ્ટ્સ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા બદલ નોંધાયેલા કેસના સંબંધમાં માધાપુર ખાતે સુનીલ કાનુગોલુની ઓફિસ પર દરોડો પાડ્યો હતો.
કોંગ્રેસ નેતાઓએ ઘટનાને વખોડી
કોંગ્રેસના ચૂંટણી વ્યૂહરચનાકારની ઓફિસ પર પડેલ દરોડા પર ગુસ્સો વ્યક્ત કરતા, તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ એ રેવંત રેડ્ડીએ બુધવારે રાજ્યમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને તમામ મંડલ હેડક્વાર્ટર પર મુખ્યમંત્રીના પૂતળા બાળવા પણ કહ્યું હતું.
“કોંગ્રેસ ઈન્ડિયા વોર રૂમમાં સ્ટાફને આતંકિત કરતી સાયબર પોલીસ સ્પષ્ટપણે દર્શાવે છે કે કેસીઆર (સીએમ) કોંગ્રેસથી કેટલા ડરી ગયા છે. કેટલી વિડંબના છે કે તેલંગાણાના સીએમઓ, તેમના પુત્ર અને પુત્રી બધા તાજેતરના સમયમાં લોકશાહી અને વાણીની સ્વતંત્રતા વિશે ઉપદેશ આપી રહ્યા છે,” રેડ્ડીએ એક ટ્વિટમાં કહ્યું.
રેડ્ડીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ લોકોને BRS સરકારની “જનવિરોધી” નીતિઓ વિશે જાગૃત કરી રહી છે અને તેમણે પોલીસ પર દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
The action of Cyberabad police in seizing the office of #SunilKanugolu is a blatant attempt to suppress dissent.
— K C Venugopal (@kcvenugopalmp) December 13, 2022
It is aimed at defunctioning @INCTelangana war room which is at full swing.Come what may,we will continue our crusade against corruption by Telangana CM & his family pic.twitter.com/KWQZk6For0
પોલીસ કાર્યવાહી અને ધરપકડો સામે પ્રહાર કરતા, કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે ટ્વિટર પર કહ્યું કે ‘તપાસ અને જપ્તીનો હેતુ કોંગ્રેસના વોર રૂમને નિષ્ક્રિય કરવાનો હતો, જે પૂરજોશમાં હતો.’