Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણએક તરફ અદાણી જૂથને ટાર્ગેટ કરતી રહે છે કોંગ્રેસ, બીજી તરફ તેલંગાણા...

    એક તરફ અદાણી જૂથને ટાર્ગેટ કરતી રહે છે કોંગ્રેસ, બીજી તરફ તેલંગાણા સરકારે ઉદ્યોગસમૂહ સાથે કર્યા MoU: સવાલ પૂછાતાં ગેંગેફેફે થઈ ગયા નેતાઓ

    એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે નેતાઓને પૂછવામાં આવ્યું કે એક તરફ અદાણી જૂથ પર આરોપ લગાવવામાં આવે છે અને બીજી તરફ તેમની જ પાર્ટીની સરકારો MoU કરે છે, આવાં બેવડાં વલણ કેમ? ત્યારે વાતને અવળે જ પાટે ચડાવી દીધી હતી.

    - Advertisement -

    તાજેતરમાં એક સમાચાર આવ્યા. જેમાં જણાવવામાં આવ્યું કે તેલંગાણાની કોંગ્રેસ સરકારે ઉદ્યોગ સમૂહ અદાણી સાથે કુલ 4 MoU પર હસ્તાક્ષર કર્યા છે. જે હેઠળ અદાણી જૂથ રાજયમાં ₹12,400 કરોડનું રોકાણ કરશે. જેમાંથી 5000 કરોડ 100 મેગાવોટ ડેટા સેન્ટરમાં રોકાશે. જ્યારે અદાણી 5 હજાર ક્રોડના ખરચે 2 પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ સ્થાપિત કરશે. આ સાથે કાઉન્ટર-ડ્રોન એન્ડ મિસાઇલ ફેસિલિટી માટે બીજા 1 હજાર કરોડનું રોકાણ કરશે. આ ઘટનાક્રમ દાવોસમાં યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન બન્યો.

    એક તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત આખી પાર્ટી બારેમાસ અદાણી વિરુદ્ધ જાતજાતના આરોપો લગાવતી રહે છે. કોંગ્રેસીઓ કાયમ પીએમ મોદી પર આરોપ લગાવવા માટે માટે અદાણી સમૂહને ટાર્ગેટ કરતા રહે છે. રાહુલ ગાંધી પોતે અનેક વખત જાહેર મંચ પરથી કે અન્ય પ્રસંગોએ ઉદ્યોગપતિ અને તેમની કંપની વિરુદ્ધ પાયાવિહોણા આરોપો લગાવી ચૂક્યા છે અને PM મોદી પર તેમને લાભ પહોંચાડવાના આરોપ લગાવતા રહ્યા છે. એ વાત અલગ છે કે PM મોદીએ ઉદ્યોગપતિઓને કોઇ ખાસ લાભ પહોંચાડ્યા હોય તો તે શું પહોંચાડવામાં આવ્યા છે તે ક્યારેય જણાવી શક્યા નથી. 

    બીજી તરફ, હવે કોંગ્રેસ પાર્ટી પાસે પણ પોતાનાં બેવડાં ધોરણોને જસ્ટિફાય કરવા માટે કોઇ દલીલો હોય તેમ જણાય રહ્યું નથી. એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે નેતાઓને પૂછવામાં આવ્યું કે એક તરફ અદાણી જૂથ પર આરોપ લગાવવામાં આવે છે અને બીજી તરફ તેમની જ પાર્ટીની સરકારો MoU કરે છે, આવાં બેવડાં વલણ કેમ? ત્યારે વાતને અવળે જ પાટે ચડાવી દીધી હતી. આ ‘પરાક્રમ’ કર્યું છે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે. 

    - Advertisement -

    બુધવારે (17 જાન્યુઆરી) કોંગ્રેસની ‘મેનિફેસ્ટો કમિટી’એ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આ કમિટીના ચેરમેન પી ચિદમ્બરમે સંબોધી હતી. તેમની સાથે છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંઘ દેવ અને પ્રવકતા સુપ્રિયા શ્રીનેત પણ હતાં. આ સમિતિ 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું ઘોષણાપત્ર તૈયાર કરવા માટે નીમવામાં આવી છે, જેના ચિદમ્બરમ પ્રમુખ અને ટીએસ સિંઘ દેવ સંયોજક છે. આ પીસી દરમિયાન કોંગ્રેસ નેતાઓને અદાણી-તેલંગાણા સરકાર વચ્ચે થયેલા MoU વિશે પૂછવામાં આવ્યું હતું. 

    પત્રકારે પૂછ્યું કે, “તમે કાયમ મોદી સરકાર અને અદાણીને લઈને સવાલ ઉઠાવતા રહો છો અને તમારો આ એક મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ હાલમાં જ તમારી તેલંગાણા સરકારે અદાણી સાથે એક MoU સાઇન કર્યા છે, તેના વિશે શું કહેશો?” પરંતુ આ પ્રશ્ન હજુ અડધે પહોંચ્યો ત્યાં જ ચિદમ્બરમે માઇક સુપ્રિયા શ્રીનેત બાજુ ધરી દીધું હતું. પરંતુ પછી સુપ્રિયા શ્રીનેત પણ જવાબ ન આપી શક્યાં. 

    સુપ્રિયા કહે છે, “મને લાગે છે કે આ મેનિફેસ્ટો લૉન્ચની પ્રેસવાર્તા છે અને અમે તેની ઉપર જ કેન્દ્રિત રાખવા માંગીએ છીએ. મારી વાતને અન્યથા ન લેશો પણ મેનિફેસ્ટો લૉન્ચ એક મોટી બાબત છે અને અમે તેમાં દેશનો અવાજ પ્રતિબિંબિત થાય, લોકોનાં સૂચનો લઈને, લર્નિંગ ટૂ લિસનને અપનાવીને તેને બનાવવામાં આવે તેવા પ્રયાસ કરી રહ્યા છીએ. એક વ્યક્તિની ‘મનની વાત’ સાંભળીને દેશ હવે ત્રાસી ગયો છે અને હાથ જોડીને કહે છે કે હવે અમારી વાત સાંભળો. એ જ કોંગ્રેસ કહે છે, એ જ કામ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં પણ કરી રહ્યા હતા અને હવે ભારત ન્યાય યાત્રામાં પણ કરે છે. તેની પ્રમુખતા અને તેના મહત્વને ઉજાગર કરવાની જરૂર છે અને એ જ અમે અહીં કરી રહ્યા છીએ.”

    અહીં ક્યાંય પણ મૂળ પ્રશ્નનો જવાબ હતો જ નહીં અને કોંગ્રેસ પ્રવક્તા વાતને અવળે પાટે લઇ જતાં જોવા મળ્યાં હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં