Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ'જાતિ આધારિત રાજનીતિથી વોટ નહીં મળે, જે રામ-કૃષ્ણની વાત કરશે, તે દેશ...

    ‘જાતિ આધારિત રાજનીતિથી વોટ નહીં મળે, જે રામ-કૃષ્ણની વાત કરશે, તે દેશ પર રાજ કરશે’: નીતિશ-તેજસ્વીની તુષ્ટિકરણની રાજનીતિ પર સ્વામી રામભદ્રાચાર્યનો પ્રહાર

    વાતચીતમાં તેમણે પોતાને પીએમ મોદીના મિત્ર ગણાવતાં કહ્યું કે, આ મિત્રતા રામજન્મભૂમિ આંદોલનના સમયથી જ ચાલુ છે. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેઓ ફરી 2024માં દેશના વડાપ્રધાન બનશે.

    - Advertisement -

    જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર થયા બાદ બિહાર સહિત સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. દેશના ઘણા લોકો બિહાર સરકારના પગલાંને અયોગ્ય ગણાવી રહ્યા છે. આવા સમયે બિહારમાં કરવામાં આવેલા જાતિ આધારિત સર્વેને લઈને તુલસી પીઠાધિશ જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યે પણ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની આલોચના કરી છે. તેમણે કહ્યું છે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કર્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે જે જાતિ આધારિત રાજનીતિ કરી રહ્યા છે તેમને વોટ નહીં મળે. જે રામ-કૃષ્ણની વાતો કરશે તે જ દેશ પર રાજ કરશે.

    ચિત્રકૂટના તુલસી પીઠાધિશ અને પદ્મ વિભૂષણથી સન્માનિત જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય બિહારના પશ્ચિમ ચંપારણમાં આવેલા બગહામાં ‘રામકથા પ્રવચન’ કરી રહ્યા છે. આ કથાના કાર્યક્રમ દરમિયાન સ્વામી રામભદ્રાચાર્યે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો છે કે તેઓ જાતિ આધારિત સર્વે કરીને હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે.

    જે રામ-કૃષ્ણની વાત કરશે, તે દેશ પર શાસન કરશે

    પશ્ચિમ ચંપારણના બગહા ખાતે રામકથાના કાર્યક્રમ દરમિયાન સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું હતું કે, “નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે હિંદુ સમુદાયમાં વિભાજન ઊભું કરવા માટે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણ કર્યું. હું તેમને કહેવા માંગુ છું કે લોકોને જાતિના આધારે વિભાજિત ન કરો. જાતિના આધારે લોકોને વિભાજિત કરવાથી વોટ નહીં મળે.”

    - Advertisement -

    એ ઉપરાંત 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ જગદગુરુએ ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે, “જનતા ખૂબ જ સમજદાર છે. હવે જનતા માટે જે કામ કરશે તે જ નેતાને વોટ મળશે. મારા શબ્દો યાદ રાખજો. જે લોકો રામ અને કૃષ્ણની વાત કરે છે, તે દેશ પર શાસન કરશે.”

    PM મોદીએ જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યના લીધા હતા આશીર્વાદ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (27 ઓક્ટોબર 2023) ચિત્રકૂટના પ્રવાસે હતા. આ દરમિયાન તુલસી પીઠ પર જઈને તેમણે જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીની મુલાકાત બાદ સ્વામી રામભદ્રાચાર્યએ પત્રકાર રૂબિકા લિયાકત સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં તેમણે પોતાને પીએમ મોદીના મિત્ર ગણાવતાં કહ્યું કે, આ મિત્રતા રામજન્મભૂમિ આંદોલનના સમયથી જ ચાલુ છે. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેઓ ફરી 2024માં દેશના વડાપ્રધાન બનશે.

    નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચાઓમાં રહેનાર અને હિંદુઓમાં

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં