Thursday, September 12, 2024
More
    હોમપેજદેશતમિલનાડુમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર સ્ટાલિન સરકારે પ્રતિબંધ લાધ્યો, મંદિરોમાં...

    તમિલનાડુમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર સ્ટાલિન સરકારે પ્રતિબંધ લાધ્યો, મંદિરોમાં પૂજા પણ નહીં કરી શકાય: ભાજપ આકરા પાણીએ

    અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, "તમિલનાડુ સરકારે મૌખિક આદેશ જાહેર કરીને રાજ્યના મંદિરોમાં વિશેષ પૂજાઓ અને પ્રસાદ કે અન્ન વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનાર રામ ભગવાનના પ્રાણપ્રતિષ્ઠાને લઈને આપવામાં આવ્યો છે."

    - Advertisement -

    અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કલાકો બાકી છે. આખો દેશ રામમય થઈ છે, દરેક જગ્યાએ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. આ મહાસમારોહનું જીવંત પ્રસારણ આખા દેશમાં બતાવવામાં આવશે, તેવામાં તમિલનાડુમાં પ્રાણપ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર સરકારે પ્રતિબંધ લાધ્યો છે. સરકારના આ નિર્ણય બાદ ભાજપે સ્ટાલિન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

    અહેવાલો અનુસાર તમિલનાડુમાં પ્રાણપ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ અને મંદિરોમાં પૂજા કે ધાર્મિક ગતિવિધિઓ પર સરકારે પ્રતિબંધ લગાવવાના આક્ષેપો સાથે ભાજપે વિરોધ કર્યો છે. DMK શાષિત રાજ્યમાં આ પ્રકારના નિર્ણયથી રાજ્યના ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, “ધર્મનિરપેક્ષ સરકારના નામે હિંદુ વિરોધી ગતિવિધિઓમાં લાગેલી DMKએ તમિલનાડુમાં પૂજા તેમજ પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારને મંદિરની પરંપરાઓમાં હસ્તક્ષેપ કરવાનો શું અધિકાર છે? તે સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન શ્રીરામની પ્રતિમાની સ્થાપનાને ધ્યાનમાં રાખીને કોઈ જીવંત પ્રસારણ નહીં કરવામાં આવે. આ માટે પોલીસ પણ તૈયાર રાખવામાં આવી છે.”

    કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે પણ તમિલનાડુ સરકારનો વિરોધ કર્યો છે. તેમણે આ મામલે ટ્વિટ કર્યું હતું કે, “તમિલનાડુ સરકારે 22 જાન્યુઆરી 24ના રોજ અયોધ્યા રામ મંદિરના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ જોવા પર પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુમાં શ્રીરામના 200થી વધુ મંદિરો છે. HR&CE સંચાલિત મંદિરોમાં શ્રીરામના નામે પૂજા/ભજન/પ્રસાદમ/અન્નદાનમની પરવાનગી નથી.”

    - Advertisement -

    આટલું જ નહીં, તેમણે વધુમાં લખ્યું હતું કે, “પોલીસ ખાનગી મંદિરોને પણ આ પ્રકારના કાર્યક્રમ કરતા અટકાવી રહી છે. તેઓ તેમને ધમકી પણ આપી રહ્યા છે કે જો મંદીરમાં કાર્યક્રમો કરવામાં આવશે તો પોલીસ તેમના પંડાલ ઉખાડી ફેંકશે. આવી દ્વેષપૂર્ણ અને હિંદુ વિરોધી કાર્યવાહીની આકરી નિંદા કરું છું.”

    આ સાથે જ નિર્મલા સિતારમણે એક અખવારનું કટિંગ પણ શેર કર્યું છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, “તમિલનાડુ સરકારે મૌખિક આદેશ જાહેર કરીને રાજ્યના મંદિરોમાં વિશેષ પૂજાઓ અને પ્રસાદ કે અન્ન વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનાર રામ ભગવાનના પ્રાણપ્રતિષ્ઠાને લઈને આપવામાં આવ્યો છે.”

    ઉલ્લેખનીય છે કે આ જ અહેવાલમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે તમિલનાડુ સરકારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના લાઈવ પ્રસારણ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ અહેવાલમાં મંદિર પ્રશાસન અને તેની સાથે સંકળાયેલા લોકો સાથે કરવામાં આવીલે વાત પણ ટાંકવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છેકે મંદિરોમાં પૂજા તેમજ અન્નદાન અને પ્રસાદ વિતરણ બંધ કરાવી દેવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં