Thursday, April 25, 2024
More
    હોમપેજરાજકારણ'બેઠક બદલીને ભાગશો તો નહીને? ડરશો તો નહિને?': કોંગ્રેસ નેતાની 'લટકા-ઝટકા' ટિપ્પણી...

    ‘બેઠક બદલીને ભાગશો તો નહીને? ડરશો તો નહિને?’: કોંગ્રેસ નેતાની ‘લટકા-ઝટકા’ ટિપ્પણી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી આપ્યો પડકાર

    રાયે વધુમાં ઉમેર્યું હતું કે અમેઠી હંમેશા ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે અને તેઓ 2024માં ગાંધી પરિવારના સભ્યને ત્યાંથી લડવા કહેશે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા અજય રાયે સોમવાર, 19 ડિસેમ્બરના રોજ વિવાદનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેમણે અમેઠી લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. અજય રાયે, જેઓ મુખ્યત્વે ગાંધી પરિવારના વફાદાર તરીકે ઓળખાય છે, તેમણે કહ્યું કે ‘અમેઠીના સાંસદ તેમના મતવિસ્તારમાં ફક્ત ‘લટકે અને ઝટકે’ બતાવવા માટે આવે છે.’

    મીડિયા સાથેની વાતચીત દરમિયાન, કોંગ્રેસ નેતા અજય રાયે કહ્યું, “અમેઠીમાં મોટાભાગની ફેક્ટરીઓ બંધ થવાના આરે છે. જગદીશપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં અડધી ફેક્ટરીઓ બંધ પડી છે. સ્મૃતિ ઈરાની આવે છે, ‘લટકા-ઝટકા’ બતાવે છે અને જતી રહે છે.” રાયે વધુમાં ઉમેર્યું હતું કે અમેઠી હંમેશા ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે અને તેઓ 2024માં ગાંધી પરિવારના સભ્યને ત્યાંથી લડવા કહેશે.

    તેના જવાબમાં, અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની, જેઓ હમેશા યોગ્ય પલટવાર કરવા માટે જાણીતા છે, તેમણે અજય રાયની અયોગ્ય ટિપ્પણીઓને વખોડી અને રાહુલ ગાંધીને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન અમેઠીથી લડવા માટે પડકાર આપ્યો હતો.

    - Advertisement -

    પોતાના ટ્વીટમાં ઈરાનીએ રાહુલ ગાંધીને પૂછ્યું કે શું તેમણે એ વાતની પુષ્ટિ કરવી જોઈએ કે રાહુલ ગાંધી 2024માં અમેઠીથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 2019માં અમેઠી ઉપરાંત વાયનાડથી પણ લડવાનું પસંદ કર્યું હતું અને તેઓ અમેઠીથી સ્મૃતિ ઈરાની સામે હાર્યા હતા.

    અમેઠી લોકસભા સીટ ગાંધી પરિવારનો ગઢ હતી જે ઈરાનીએ ઝૂંટવી લીધી

    ઉલ્લેખનીય છે કે અમેઠી લોકસભા સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. રાજીવ ગાંધીથી લઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સુધી અમેઠીમાંથી સાંસદ રહી ચુક્યા છે.

    જો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનો આ ગઢ તોડીને જીત મેળવી હતી. પોતાની હાર ભાંખી ગયેલ ત્યારે, અમેઠી સિવાય, 2019 સામાન્ય ચૂંટણીઓમાં, રાહુલ ગાંધીએ કેરળની મુસ્લિમ બહુમતીવાળી બેઠક વાયનાડથી પણ ચૂંટણી લડી હતી. તેથી જ ભાજપ તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી હારના ડરથી અમેઠીથી ભાગી ગયા છે.

    આ પહેલા 2014માં સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી સામે આ બેઠક પર હારી ચુક્યા હતા. તેમ છતાંય તેઓ 5 વર્ષ સતત અમેઠીની પ્રજાની પડખે ઉભા રહ્યા અને લોકહિતના કાર્યો કરતા રહ્યા હતા. અને તેના જ પરિણામ સ્વરૂપ તેઓએ કોંગ્રેસના ગઢ સમાન આ બેઠક પર 2019માં રાહુલ ગાંધીને હરાવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં