Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણપત્ની સારા અબ્દુલ્લાથી અલગ થયા કોંગ્રેસ નેતા સચિન પાયલટ, ચૂંટણી એફિડેવિટથી તલાકનો...

    પત્ની સારા અબ્દુલ્લાથી અલગ થયા કોંગ્રેસ નેતા સચિન પાયલટ, ચૂંટણી એફિડેવિટથી તલાકનો ખુલાસો: ફારૂક અબ્દુલ્લાનાં પુત્રી છે સારા

    સચિન પાયલટ ગત 31 ઓકટોબર 2023ના રોજ ટોંક સીટ પર કોંગ્રેસ પક્ષે ઉમેદવારી નોંધવા ગયા હતા. અહીં ફોર્મ ભરતી વખતે પત્નીની માહિતીવાળા ખાનામાં પાયલટે 'Divorced' (છૂટાછેડા થયેલ છે) તેમ લખ્યું હતું. આ પહેલાં વર્ષ 2018ની ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે સચિન પાયલટે આ જગ્યાએ સારા અબ્દુલ્લાનો પત્ની તરીકે ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    રાજસ્થાન કોંગ્રેસ નેતા સચિન પાયલટના પત્ની સારા અબ્દુલ્લા સાથે છૂટાછેડા થઇ ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે. રાજસ્થાનની આગામી ચૂંટણી માટે સચિન પાયલટે આપેલા એફિડેવિટમાં આ બાબત સામે આવી છે. આ એફિડેવિટમાં પાયલટે જીવનસાથીના ખાનામાં ‘ડાવોર્સસ્ડ’ લખ્યું હતું. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબદુલ્લાનાં પુત્રી અને ઉમર અબ્દુલ્લાનાં બહેન સારા અને સચિન પાયલટ 2004માં લગ્નના બંધને બંધાયાં હતાં.

    ઉલ્લેખનીય છે કે સચિન પાયલટ ગત 31 ઓકટોબર, 2023ના રોજ રાજસ્થાનની ટોંક સીટ પર કોંગ્રેસ પક્ષે ઉમેદવારી નોંધવા ગયા હતા. અહીં ફોર્મ ભરતી વખતે પત્નીની માહિતીવાળા ખાનામાં પાયલટે ‘Divorced‘ (છૂટાછેડા થયેલ છે) તેમ લખ્યું હતું. આ પહેલાં વર્ષ 2018ની ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે સચિન પાયલટે આ જગ્યાએ સારા અબ્દુલ્લાનો પત્ની તરીકે ઉલ્લેખ કર્યો હતો. જોકે તે સ્પષ્ટ નથી કે તે બંનેના છૂટાછેડા ક્યારે થયા. આ અંગે બંનેમાંથી કોઈએ જાહેરમાં ફોડ પાડ્યો નથી.

    આ પહેલાં પણ ઉડી હતી છૂટાછેડાની વાતો

    સચિન પાયલટ અને સારા અબ્દુલ્લા વર્ષ 2004ની 14 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં જોડાયાં હતાં. લગ્નજીવનથી તેમને 2 બાળકો પણ છે. લગ્ન બાદ છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવોની ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે વર્ષ 2014માં પણ એક વાર તેમના છૂટાછેડાની વાતો ઉડી હતી. જોકે તે સમયે પાયલટે તેને અફવા ગણાવી હતી. પછીથી પાયલટ 2018માં રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી બન્યા અને તેમની શપથગ્રહણ વિધિમાં સારા અબ્દુલ્લા પણ હાજર રહ્યાં હતાં. જેના કારણે આ અફવાઓ પર રોક લાગી ગઈ હતી. જોકે આ વર્ષે ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે દાખલ કરેલા એફિડેવિટથી સચિન પાયલટના પત્ની સારા અબ્દુલ્લા સાથે છૂટાછેડા થઇ ચૂક્યા હોવાની વાતને મહોર લાગી ગઈ છે.

    - Advertisement -

    બીજી તરફ આ છૂટાછેડા સિવાય એફિડેવિટમાં તે પણ સામે આવ્યું હતું કે પાછલાં પાંચ વર્ષમાં કોંગ્રેસ નેતા પાયલટની સંપત્તિમાં બે ગણો વધારો થયો છે. વર્ષ 2018માં સચિન પાયલટની કુલ સંપત્તિ લગભગ 3.8 કરોડ હતી, જે હવે વધીને 7.5 કરોડ થઇ ચૂકી છે.

    સચિન પાયલટ ઘણા લાંબા સમયથી રાજકારણમાં છે. વર્ષ 2004માં તેઓ દૌસાની લોકસભા સીટ પરથી સાંસદ બન્યા હતા. વર્ષ 2009માં તેમણે અજમેરથી ચૂંટણી જીતી અને કેન્દ્રીય મંત્રી બન્યા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, જોકે 2018માં તેમની આગેવાનીમાં કોંગ્રેસે રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી જીતી હતી.

    જોકે આટલી મહેનત છતાં કોંગ્રેસે તેમની જગ્યાએ અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવી દેતા પાયલટ પાર્ટીથી રિસાયા હતા. આ રિસામણા થોડા જ સમયમાં જગજાહેર થયા અને ગેહલોત અને પાયલટની ખેંચતાણ દુનિયા સામે છતી થઇ ગઈ. પરિણામ તે આવ્યું કે કોંગ્રેસે કેબીનેટમાંથી પાયલટને રજા આપી દીધી. તેવામાં ફરી એક વાર સચિન પાયલટ ટોંકથી પોતાની ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડવા મેદાને ઉતરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં