Saturday, April 13, 2024
More
  હોમપેજરાજકારણ‘400 પારનો સંકલ્પ પૂર્ણ કરવા NDA તૈયાર’: ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનો વિસ્તાર વધ્યો,...

  ‘400 પારનો સંકલ્પ પૂર્ણ કરવા NDA તૈયાર’: ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનનો વિસ્તાર વધ્યો, હવે RLD પણ સામેલ; INDI ગઠબંધનને ઝટકો

  "PM મોદીના નેતૃત્વમાં ભારત વિકાસ અને ગરીબ કલ્યાણનું સમાંતર સાક્ષી બની રહ્યું છે. અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને NDAમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે."- જયંત ચૌધરી

  - Advertisement -

  ઉત્તર પ્રદેશની પાર્ટી રાષ્ટ્રીય લોકદલ (RLD) સત્તાવાર રીતે ભાજપના નેશનલ ડેમોક્રેટિક એલાઇન્સ (NDA)માં સામેલ થઈ ગઈ છે. જયંત ચૌધરીએ પોતે NDAમાં સામેલ થયાની જાહેરાત કરી છે. RLD ચીફ જયંતે શનિવારે (2 માર્ચ) રાજધાની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તેમણે આધિકારિક રીતે NDAમાં સામેલ થવાની માહિતી આપી હતી. છેલ્લા ઘણા સમયથી એવા સંકેત મળી રહ્યા હતા કે જયંત ચૌધરી NDAમાં સામેલ થશે.

  RLD સત્તાવાર રીતે NDAમાં સામેલ થઈ એ વિશેની માહિતી જયંત ચૌધરીએ પોતે જ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જાણકારી આપી હતી. જયંત ચૌધરીએ પોસ્ટ કરીને લખ્યું હતું કે, “PM મોદીના નેતૃત્વમાં ભારત વિકાસ અને ગરીબ કલ્યાણનું સમાંતર સાક્ષી બની રહ્યું છે. અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને NDAમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. વિકસિત ભારતનો સંકલ્પ અને અને ‘અબકી બાર 400 પાર’ના નારાને પૂર્ણ કરવા માટે NDA તૈયાર છે.

  આ મુલાકાતની જાણકારી આપતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “આજે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં RLD પાર્ટીના અધ્યક્ષ જયંત ચૌધરી સાથે મુલાકાત થઈ. હું તેમના NDA પરિવારમાં સામેલ થવાના નિર્ણયનું હ્રદયથી સ્વાગત કરું છું. આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારતની યાત્રા અને ઉત્તર પ્રદેશના વિકાસમાં તમે મહત્વપૂર્ણ યોગદાન આપશો.”

  - Advertisement -

  આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પણ X પર આ વિશેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, “રાષ્ટ્રીય લોકદલના અધ્યક્ષ જયંત ચૌધરીજીનું NDA પરિવારમાં સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની નીતિઓમાં વિશ્વાસ પ્રકટ કરીને તેમના NDAમાં આવવાથી ખેડૂત, ગરીબ અને વંચિત વર્ગના ઉત્થાન માટેના અમારા સંકલ્પને વધુ બળ મળશે. આગામી લોકસભા ચૂંટણીમાં NDA 400 પાર કરીને અમૃત કાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ છે.”

  ઉલ્લેખનીય છે કે, RLD પાર્ટી ભાજપના નેતૃત્વવાળા NDAમાં સામેલ થયા પહેલાં INDI ગઠબંધનનો એક ભાગ હતી. ફેબ્રુઆરીમાં મોદી સરકારે RLD ચીફ જયંત ચૌધરીના દાદા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંઘને ભારત રત્નથી સન્માનિત કરવાનું એલાન કર્યું હતું. સરકારની આ જાહેરાત બાદ જયંત ઘણા ભાવુક જોવા મળ્યા હતા. ત્યારથી એવા સંકેતો હતા કે, તેઓ NDAમાં સામેલ થશે. તેમણે ભારત રત્ન બદલ PM મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ ભાજપ સાથે જોડાઈ જશે કે કેમ, ત્યારે તેમણે કહ્યું હતું કે, “હવે હું કયા મોઢે ના પાંડુ.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં