Saturday, October 12, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજયારે 'રામરથી' અડવાણી માટે રસ્તા ઉપર ઉતરી ગયા પ્રોફેસર શારદા સિન્હા: સમસ્તીપુરના...

    જયારે ‘રામરથી’ અડવાણી માટે રસ્તા ઉપર ઉતરી ગયા પ્રોફેસર શારદા સિન્હા: સમસ્તીપુરના સર્કિટ હાઉસમાં જ છઠ ઉજવવા તૈયાર થઈ ગઈ મહિલાઓ

    આ રથયાત્રામાં નરેન્દ્ર મોદીની ભૂમિકા વિશે પત્રકાર હેમંત શર્માએ પોતાના પુસ્તક 'યુદ્ધ મેં અયોધ્યા'માં પણ લખ્યું છે. તેમણે મોદીને આ યાત્રાના રણનીતિકાર અને શિલ્પી ગણાવ્યા છે.

    - Advertisement -

    ‘નીચ રાજનીતિએ સમસ્તીપુર પર બે કલંક લગાવ્યા, એક લલિત નારાયણ મિશ્રાની હત્યા અને બીજી લાલ કૃષ્ણ અડવાણીની ધરપકડ’- આ શબ્દો છે 80 વર્ષના અખિલેશ્વર પ્રસાદ નારાયણ સિંહના જેઓએ 22 અને 23 ઓક્ટોબર 1990ની મધ્યરાત્રિએ બિહારના સમસ્તીપુરના સર્કિટ હાઉસમાંથી લાલ કૃષ્ણ અડવાણીની ધરપકડની ઘટનાને યાદ કરતાં તેને સમસ્તીપુર પર કલંક સમાન ગણાવી. નારાયણ સિંહ મૂળ સિવાનના રહેવાસી, તે સમયે સમસ્તીપુરની રામ નિરીક્ષણ આત્મારામ કોલેજમાં (RNAR College Samastipur) ઈતિહાસના પ્રોફેસર હતા, અને સમસ્તીપુર ભાજપના પ્રમુખ હતા.

    OpIndia સાથે વાત કરતા અખિલેશ્વર પ્રસાદ નારાયણ સિંહે કહ્યું કે, ઉંમરના કારણે તેઓ જૂની વાતો ભૂલવા લાગ્યા છે. પરંતુ તે સમયનો આક્રોશ હજી તેમણે યાદ છે જે અડવાણીની ધરપકડ બાદ સમસ્તીપુરના સામાન્ય લોકોમાં દેખાતો હતો. પ્રોફેસર શારદા સિન્હા તો કહે છે કે, તે આક્રોશ આજે પણ તેમણે રોમાંચથી ભરી દે છે. સિન્હા સમસ્તીપુર મહિલા કોલેજમાં ઈતિહાસના પ્રોફેસર રહી ચૂક્યા છે. હાલમાં તે પંજાબના મોહાલીમાં તેમની પુત્રી સાથે રહે છે.

    પ્રોફેસર શારદા સિન્હા જણાવે છે કે, લાલ કૃષ્ણ અડવાણીની ધરપકડના સમાચાર સાંભળીને 23 ઓક્ટોબર 1990ની સવારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ સમસ્તીપુરના રસ્તાઓ પર ઉતરી પડી હતી. સિન્હા જાતે પોતાના બે નાના બાળકોને ઘરે મૂકીને સર્કિટ હાઉસ દોડી ગયા હતા. તેમણે OpIndiaને જણાવ્યું કે, “તે ખરનાનો દિવસ હતો. હું પહેલીવાર છઠ પર્વની ઉજવણી કરવા જઈ રહી હતી. મહિલાઓએ નક્કી કર્યું કે તેઓ ઘરે નહીં જાય. સર્કિટ હાઉસમાં જ છઠની ઉજવણી કરશે. જે પછી વહીવટીતંત્ર પણ લાચાર થઈ ગયું હતું.”

    - Advertisement -

    સિન્હાના નિવેદનની પુષ્ટિ કરતા અખિલેશ્વર પ્રસાદ સિંહે કહ્યું કે, તે સમયે સર્કિટ હાઉસની બાજુમાં લીચીનો એક બાગ હતો. જ્યાં એક તળાવ હતું, જેમાં મહિલાઓએ છઠ ઉજવવાનું પણ નક્કી કર્યું દીધું. પછી ભાજપના નેતા કૈલાશપતિ મિશ્રાની સમજાવટ બાદ મહિલાઓ ઘરે પરત ફરવા માટે માની હતી.

    અખિલેશ્વર પ્રસાદ સિંહના મત અનુસાર, તે સમયે સંદેશાવ્યવહારના માધ્યમો આજના જેવા આધુનિક ન હોતા. જેણે જ્યાં અડવાણીની ધરપકડના સમાચાર સાંભળ્યા કે તત્કાલ સર્કિટ હાઉસ દોડી ગયા. હાજર લોકો સર્કિટ હાઉસનો ગેટ તોડવા માંગતા હતા. અડવાણીની ધરપકડ બાદ તેઓને હેલિકોપ્ટર દ્વારા દુમકાના મસાંજોર ડેમ ખાતેના ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ લોકોનો આકોશ સતત વધી રહ્યો હતો. આ પછી કૈલાશપતિ મિશ્રાએ પટેલ મેદાનમાં સભાની ઘોષણા કરી.

    તે સભાને યાદ કરતાં સિન્હાએ કહ્યું, “સવારે 8 વાગતા સુધીમાં તો લોકો સમસ્તીપુર શહેરમાં એ રીતે ઉમટી પડ્યા કે જાણે કોઈ રેલી હોય. કૈલાશપતિ મિશ્રાએ પટેલ મેદાનમાં ભેગા થયેલાં લોકોને સભામાં શાંત પાડ્યા. તેમણે કહ્યું કે, બંને સરકારો (બિહાર અને કેન્દ્ર) ઈચ્છી રહી છે કે કૈક થઇ જાય, જેથી કરીને ભાજપને બદનામ કરી શકાય, કલંકિત કરી શકાય. જે પછી લોકોનો આક્રોશ શાંત થયો, અને ત્યાં રહેલી મહિલાઓ ખરના (છઠ પર્વની એક પૂજા) કરવા માટે પટેલ મેદાનથી ઘર જવા નીકળી હતી. પરંતુ સમસ્તીપુર શહેરમાં એ પછી કેટલાય દિવસો સુધી થયો માહોલ તંગ રહ્યો. લોકો અડવાણીની ધરપકડથી ખુબ નારાજ હતા.

    ઉલ્લેખનીય છે કે, જ્યારે અડવાણીની ધરપકડ કરવામાં આવી ત્યારે કેન્દ્રમાં વીપી સિંહની સરકાર હતી અને બિહારમાં લાલુ પ્રસાદ યાદવની સરકાર હતી. અડવાણી 25 સપ્ટેમ્બર 1990ના રોજ સોમનાથથી રથ લઈને અયોધ્યા જવા રવાના થયા હતા. પરંતુ ગંતવ્ય સ્થાન પર પહોંચતા પહેલાં જ 22 ઓક્ટોબરની મોડી રાત્રે સમસ્તીપુરના સર્કિટ હાઉસમાંથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    બિહાર સરકારના આ નિર્ણયથી ઉપજેલા આક્રોશને યાદ કરતા પ્રોફેસર શારદા સિન્હા કહે છે, “જો તે સમયે લાલુ યાદવ મળી ગયા હતો, તો લોકો તેમની સાથે શું કરતા તેની કલ્પના પણ કરવી અઘરી છે. લોકો કહી રહ્યા હતા કે, આ એકદમ નીચ સરકાર છે. મઆની કિંમત તો તેઓએ ચુકવવી પડશે.” અખિલેશ્વર પ્રસાદ નારાયણ સિંહના જણાવ્યા અનુસાર અડવાણીને 22 ઓક્ટોબરના દિવસે જ હાજીપુરથી સમસ્તીપુર આવવાનું હતા, પરંતુ તેઓ રાત્રિના 1 વાગ્યાની આસપાસ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આ પછી તેઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જણાવે છે કે, અડવાણીની યાત્રાને લઈને તે સમયે લોકોમાં ખુબ ઉત્સાહ હતો. સમગ્ર સમાજ હિંદુ તરીકે એકજુટ થઇ રહ્યો હતો. તે દિવસે અડવાણીની રાહ જોતા સમસ્તીપુર આખી રાત જાગતું હતું.

    તેમણે કહ્યું કે લોકોના ગુસ્સાને જોઈને કૈલાશપતિ મિશ્રાના નેતૃત્વમાં પ્રશાસને ભાજપ કાર્યકર્તાઓને બસોમાં સમસ્તીપુરથી મુઝફ્ફરપુર લઈ ગયા. ત્યાં તેઓને જેલમાં તેમની ધરપકડ બતાવી છોડી મુકવામાં આવ્યા. પરંતુ તેનાથી લોકોનો ગુસ્સો શાંત થયો ન હતો. આગલા એક-બે દિવસ સુધી આ ઘટનાના વિરોધમાં લોકોની ધરપકડ થતી રહી.

    ઉલ્લેખનીય છે કે અડવાણીની આ રથયાત્રા 30 ઓક્ટોબરે અયોધ્યા તેના મુકામે પહોંચવાની હતી. અડવાણીની ધરપકડ કરીને રથયાત્રાના પૈડા અધવચ્ચે રોકી દેવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટનાએ રામજન્મભૂમિ મુક્તિ આંદોલનને ઘર ઘર સુધી પહોંચાડી દીધું. તેમણે રામ મંદિરની એવી જ્યોત પ્રગટાવી હતી કે, રથ જ્યાં થઈને પસાર થતો ત્યાની ધૂળ પણ લોકો માથે લગાવતા હતા.

    અડવાણીની ધરપકડ થઈ ત્યારે નરેન્દ્ર મોદી પણ તેમની સાથે હતા.

    સોમનાથથી અયોધ્યાની એ યાત્રાના સારથિ ભલે લાલકૃષ્ણ અડવાણી હતા, પરંતુ તેમના સારથિ એ જ નરેન્દ્ર મોદી હતા જે આજે દેશના વડાપ્રધાન છે. તે સમયે તેઓ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી હતા. ખરેખર તો રાષ્ટ્રીય સ્તરે મોદીનું આગમન આ રથયાત્રા દ્વારા થયું હતું.

    સમસ્તીપુરમાંથી અડવાણીની ધરપકડ કરવામાં આવી ત્યારે પણ મોદી તેમની સાથે જ હતા. જોકે, ધરપકડ માત્ર અડવાણીની કરવામાં આવી હતી, અને તેઓને દુમકાના ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રોફેસર શારદાએ OpIndiaને કહ્યું કે, “જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે લોકોએ કહ્યું કે તેમની ધરપકડ સમયે તેઓ પણ અડવાણીની સાથે હતા. પરંતુ મને ખ્યાલ નથી કે તેઓ પણ સમસ્તીપુર આવ્યા હતા કે નહીં. તે સમયે ન તો હું સર્કિટ હાઉસની અંદર હતી, અને ન તો મોદી આટલા લોકપ્રિય હતા. મને હજુ પણ યાદ છે કે અડવાણીએ હાથ વડે ધરપકડનો સંકેત આપ્યો હતો.” જ્યારે આ અંગે અખિલેશ્વર પ્રસાદ નારાયણ સિંહે કહ્યું, “તે સમયે અમે તેઓને ઓળખતા ન હોતા. પરંતુ મોદી પણ તેમની સાથે હતા, આ વાત ત્યારે સામે આવી જ્યારે મોદી રાજકારણમાં આવ્યા”.

    આ રથયાત્રામાં નરેન્દ્ર મોદીની ભૂમિકા વિશે પત્રકાર હેમંત શર્માએ પોતાના પુસ્તક ‘યુદ્ધ મેં અયોધ્યા’માં પણ લખ્યું છે. તેમણે મોદીને આ યાત્રાના રણનીતિકાર અને શિલ્પી ગણાવ્યા છે. તેમના પ્રમાણે, 13 સપ્ટેમ્બર 1990ના રોજ ઔપચારિક રીતે યાત્રાના રૂટ અને કાર્યક્રમ અંગે માહિતી આપનાર મોદી જ હતા. એવું કહેવાય છે કે આ યાત્રાની તમામ માહિતી જે એક વ્યક્તિ પાસે હતી તે મોદી જ  હતા. આ મામલે ઘણી જાણકારી તો અડવાણીને પણ પછીથી મળતી હતી. ‘નરેન્દ્ર મોદીઃ એક શક્સિયત, એક દૌર’માં નીલંજન મુખોપાધ્યાયે મોદીને ટાંકીને કહ્યું કે, “આ અનુભવે મને મારી મેનેજમેન્ટ ક્ષમતાઓને વિકસાવવાની તક આપી.”

    તાજેતરમાં, લાલકૃષ્ણ અડવાણીએ તેમના એક લેખમાં આ યાત્રાને યાદ કરતાં લખ્યું કે, “તે સમયે (સપ્ટેમ્બર 1990માં યાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી) મને લાગ્યું કે નિયતિએ નક્કી કર્યું છે કે એક દિવસ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનશે…હવે માત્ર સમયની વાત છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહેવામાં આવ્યું છે કે, ભગવાન રામે પોતાના મંદિરના જીર્ણોદ્ધાર માટે નરેન્દ્ર મોદીના રૂપમાં પોતાના ભક્તને પસંદ કર્યા છે, જેમની દેખરેખમાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

    અડવાણી અને મોદીએ શીખવ્યું કે ધર્મ એ રાજનીતિ છે

    સ્વતંત્ર ભારતની રાજનીતિ પર એ જમાતનું દાયકાઓ સુધી વર્ચસ્વ રહ્યું છે, જેઓએ તુષ્ટિકરણની રાજનીતિને પોષી હતી. જેઓ અયોધ્યામાંથી રામલલાની મૂર્તિ હટાવવા માંગતા હતા. જેમના માટે ઈફ્તાર એ બિનસાંપ્રદાયિકતા છે. આ જમાતે એ વિચારને પણ જોરશોરથી આગળ ધપાવ્યો કે, ધર્મએ રાજકારણથી દૂર રહેવું જોઈએ. પરંતુ આ વિચારે દેશને બરબાદ કરી દીધો. ધર્મ નિરપેક્ષતાને વિકૃત બનાવી દીધો. વાસ્તવમાં ધર્મ અને રાજકારણ બંનેનો ઉદ્દેશ્ય સુશાસન સ્થાપિત કરવાનો છે. અડવાણી અને મોદીની રથયાત્રાએ ભારતને સમજાવ્યું કે ધર્મ અને રાજનીતિ એકબીજાના પૂરક છે, ના કે એકબીજાના વિરોધી. તેમણે કહ્યું કે રાજનીતિનું હૃદય ધર્મ છે.

    આ આપણું સૌભાગ્ય છે કે, આજનું ભારત એ વિચાર સાથે આગળ વધી રહ્યું છે.  આ તે પરંપરાનું સૌભાગ્ય છે, જેણે સુનિશ્ચિત કર્યું છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની યજમાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે, અને આજની ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ લાલકૃષ્ણ અડવાણીના તેના સાક્ષી બનશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં