Saturday, June 22, 2024
More
  હોમપેજરાજકારણ'રાજીવ ગાંધી 1 દિવસમાં 5000+ લોકો સાથે હાથ મિલાવતા, લોહી નીકળવા માંડતું':...

  ‘રાજીવ ગાંધી 1 દિવસમાં 5000+ લોકો સાથે હાથ મિલાવતા, લોહી નીકળવા માંડતું’: સામ પિત્રોડા હવે નવું લાવ્યા, સોશિયલ મીડિયા પર મજા લઇ રહ્યા છે લોકો

  "એક રાત્રે હું અને મારી પત્ની રાજીવ ગાંધીને મળ્યા. તે સમયે તેમના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. મને બહુ નવાઈ લાગી. મે પૂછ્યું કે આ શું થયું. તો તેમણે કહ્યું- સામ, આજે મેં લગભગ 5000 લોકો સાથે હાથ મિલાવ્યો."

  - Advertisement -

  લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે. બધી રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી છે. તે જ અનુક્રમે કોંગ્રેસ પણ ચૂંટણીને લઈને તૈયારીઓમાં લાગી ગઈ છે. રાહુલ ગાંધી નવી યાત્રા કાઢી રહ્યા છે. પરંતુ તેમના નેતાઓના નિવેદનોના કારણે કોંગ્રેસની હમણાંથી જ ફજેતી થઈ રહી છે. ઘણા કોંગ્રેસી નેતાઓ ઢંગધડા વગરના નિવેદનો આપી રહ્યા છે. તેવામાં હવે સામ પિત્રોડાએ પણ એક એવું જ નિવેદન આપ્યું છે. એક ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની જેમ જ રાજીવ ગાંધી પણ ઘણા લોકોને મળતા હતા. તેઓ તો એક દિવસમાં 5-5 હજાર લોકો સાથે હાથ મિલાવતા હતા. જેને લીધે તેમના હાથોમાંથી લોહી પણ નીકળવા લાગતું હતું.

  સામ પિત્રોડા દ્વારા આપવામાં આવેલું આ નિવેદન 4pm નામની ચેનલ પર છે. જેમાં તેમણે પોતાને રાહુલ ગાંધીના મિત્ર ગણાવીને સંજય શર્મા સાથે વાતચીત કરી હતી. તેના વિડીયોમાં 10 મિનિટ બાદ સાંભળી શકાય છે કે, સંજય તેમને પૂછી રહ્યા હતા કે- “શું તમે રાહુલ ગાંધીના પિતા (રાજીવ ગાંધી)ના મિત્ર રહ્યા હતા? તેના પર પિત્રોડાએ ‘હા’માં જવાબ આપ્યો હતો. જ્યારે તેમને વધુમાં પૂછવામાં આવ્યું કે, શું તેમણે આવી કોઈ યાત્રા કરી હતી, શું તેમને લોકોને મળવાનો શોખ હતો?

  આ સવાલ પર સામ પિત્રોડાએ કહ્યું કે, “ચોક્કસ, હું તમને એકવારની વાત કહું. એક રાત્રે હું અને મારી પત્ની રાજીવ ગાંધીને મળ્યા. તે સમયે તેમના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. મને બહુ નવાઈ લાગી. મે પૂછ્યું કે આ શું થયું. તો તેમણે કહ્યું- સામ, આજે મેં લગભગ 5000 લોકો સાથે હાથ મિલાવ્યો. જ્યાં પણ હું ગયો ત્યાં લોકોએ હાથ મિલાવ્યો. તે લોકો ગામડાના છે, ખેતીવાડી કરે છે તેમના હાથ ખૂબ જ રફ હોય છે.” સામે વધુમાં કહ્યું, “આપણાં હાથ ક્યારેય એટલા રફ ના હોય શકે કારણ કે આપણે લખીએ છીએ, કુહાડીથી કામ કરતા નથી. અમારા પૂર્વજોના હાથ રફ હતા. મારા કાકા તો લુહારનું કામ કરતા હતા. તેઓ પુરી બનાવતા તો ગરમ તેલમાં આંગળી નાખીને તેને કાઢતા હતા. તેમના કામને કારણે તેમના હાથ રફ થઈ ગયા હતા.”

  - Advertisement -

  પિત્રોડાના આ દાવા વચ્ચે જ સંજય શર્મા પૂછે છે કે, શું તેમણે ખરેખર આટલા બધા લોકો સાથે હાથ મિલાવ્યો હતો કે તેમના હાથ પણ અકડાઈ ગયા અને લોહી નીકળવા લાગ્યું? તેના પર સામ પિત્રોડાએ કહ્યું કે, રાજીવ ગાંધી આટલેથી પણ અટકતા નહોતા. આ ક્રમ ચાલુ જ રહેતો હતો. તે આનંદમાં રહેતા અને કહેતા કે આ તેમની ફરજ છે. પિત્રોડાએ એવો દાવો કર્યો કે, આ બધુ રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ દરમિયાન જ કર્યું હતું. તેઓ વડાપ્રધાન હોવા છતાં પણ આટલા બધા લોકોને મળતા હતા.

  સોશિયલ મીડિયા લોકો ઉડાવી રહ્યા છે મજાક

  નોંધનીય છે કે, સામ પિત્રોડાની આ વાતોનો સોર્સ તેઓ પોતે જ છે. જોકે, તેમણે આ ઘટના રાજીવ ગાંધી સાથે ક્યારે બની હતી, કયા બની હતી તે વિશે કોઈ માહિતી આપી નથી. સોશિયલ મીડિયામાં કહેવાય રહ્યું છે કે, ગાંધી પરિવારની પ્રશંસા કરવા માટે તેઓ કઈ પણ બોલે છે. આ વિડીયોને લઈને સોશિયલ મીડિયામાં પણ તેમની મજાક ઊડી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં તેમના વિષે ‘કોંગ્રેસની નૈયા ડૂબાવનાર’, ‘ચાટુકાર’ જેવા અનેક શબ્દો વાપરવામાં આવી રહ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં