Saturday, September 7, 2024
More
    હોમપેજક્રાઈમઆવક ₹4.5 કરોડ, ખર્ચ ₹12.5 કરોડ: પંજાબની કોંગ્રેસ સરકારમાં ડેપ્યુટી સીએમ રહેલા...

    આવક ₹4.5 કરોડ, ખર્ચ ₹12.5 કરોડ: પંજાબની કોંગ્રેસ સરકારમાં ડેપ્યુટી સીએમ રહેલા ઓપી સોનીની ધરપકડ, 3 પૂર્વ મંત્રીઓ પહેલેથી જ છે જેલમાં

    વિજિલન્સ બ્યુરો હાલમાં કોંગ્રેસના પાંચ ભૂતપૂર્વ ધારાસભ્યોની તપાસ કરી રહી છે. તેમના નામ દલવીર સિંહ ગોલ્ડી, કુલદીપ વૈદ, સત્કાર કૌર, મદન લાલ જલાલપુર અને કુશલદીપ સિંહ ધિલ્લોન છે. આ ઉપરાંત 10 પૂર્વ મંત્રીઓ સામે પણ ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    વિજિલન્સ બ્યુરોએ પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના નેતા ઓપી સોનીની અપ્રમાણસર સંપત્તિ રાખવા બદલ ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે 2016 થી 2022 દરમિયાન તેમની મૂળ આવકના સ્ત્રોત કરતાં અપ્રમાણસર સંપત્તિ મેળવી હતી. ‘આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા’ જેવી વાત પંજાબના નેતાઓ સાબિત કરી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે. ભગવંત માન સરકારના સમયથી જ 3 જેટલા આપના નેતાઓની ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ થયેલી છે.

    અહેવાલો અનુસાર, વિજિલન્સ બ્યુરોના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ બાદ સોની વિરુદ્ધ અમૃતસર રેન્જમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13 (1) (બી) અને 13 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેનો આદેશ 10 ઓક્ટોબર 2022ના રોજ આપવામાં આવ્યો હતો.

    પ્રવક્તાએ કહ્યું, “1 એપ્રિલ, 2016 થી 31 માર્ચ, 2022 સુધી તપાસ હેઠળના સમયગાળા દરમિયાન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તેમના પરિવારની આવક 4,52,18,771 રૂપિયા હતી જ્યારે ખર્ચ 12,48,42,692 રૂપિયા હતો. એટલે કે આવક કરતાં ખર્ચ રૂ. 7,96,23,921 વધુ હતો.”

    - Advertisement -

    પ્રવક્તાએ કહ્યું, “1 એપ્રિલ, 2016 થી 31 માર્ચ, 2022 સુધીના તપાસ હેઠળના સમયગાળા દરમિયાન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તેમના પરિવારની આવક 4,52,18,771 રૂપિયા હતી જ્યારે ખર્ચ 12,48,42,692 રૂપિયા હતો. એટલે કે આવક કરતાં ખર્ચ રૂ. 7,96,23,921 વધુ હતો.”

    પ્રવક્તાએ દાવો કર્યો છે કે આરોપી ઓપી સોનીએ તેની પત્ની સુમન અને પુત્ર રાઘવ સોનીના નામે અપ્રમાણસર સંપત્તિઓ એકઠી કરી હતી. હવે આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ ઓપી સોનીની ધરપકડ બાદ સોમવારે પ્રોડક્શન પણ યોજાનાર છે.

    ઉલ્લેખનીય છે કે પંજાબના ઓપી સોની કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને અમૃતસરથી પાંચ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસની ચન્ની સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે અને કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી હતા. વિજિલન્સ બ્યુરોએ 10 ઓક્ટોબર, 2022ના રોજ તેમની સંપત્તિ સામે તપાસના આદેશ આપ્યા બાદ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તેમની હોટલ અને અન્ય સ્થળોએ ચાલી રહેલા બાંધકામની પણ માપણી કરવામાં આવી હતી. બાદમાં વિજિલન્સ બ્યુરોએ રવિવારે કેસ નોંધ્યો હતો અને પૂર્વ ડેપ્યુટી સીએમ ઓપીની ધરપકડ કરી હતી.

    પંજાબમાં કોંગ્રેસના નેતાઓ પર તપાસ

    નોંધનીય છે કે વિજિલન્સ બ્યુરો હાલમાં કોંગ્રેસના પાંચ ભૂતપૂર્વ ધારાસભ્યોની તપાસ કરી રહી છે. તેમના નામ દલવીર સિંહ ગોલ્ડી, કુલદીપ વૈદ, સત્કાર કૌર, મદન લાલ જલાલપુર અને કુશલદીપ સિંહ ધિલ્લોન છે. આ ઉપરાંત 10 પૂર્વ મંત્રીઓ સામે પણ ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. આ નામોમાં ઓપી સોની, ચરણજીત સિંહ ચન્ની, બ્રહ્મ મોહિન્દ્રા, સાધુ સિંહ ધરમસોત, સુંદર શામ અરોરા, બલબીર સિંહ સિદ્ધુ, ગુરપ્રીત સિંહ કાંગર, ભારત ભૂષણ આશુ, વિજય ઈન્દર સિંગલા અને સંગત સિંહ ગિલજિયનનો સમાવેશ થાય છે.

    વિજિલન્સ બ્યુરો દ્વારા અત્યાર સુધીમાં આમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઓક્ટોબર 2022 માં, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન શામ સુંદર અરોરાની કથિત અપ્રમાણસર સંપત્તિના કેસનું સમાધાન કરવા માટે બ્યુરો અધિકારીઓને 50 લાખ રૂપિયાની ઓફર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલા સાધુ સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં