Monday, September 9, 2024
More
    હોમપેજરાજકારણઆમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબના માથે વધ્યું 50 હજાર કરોડનું દેવું, રાજ્યપાલે...

    આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબના માથે વધ્યું 50 હજાર કરોડનું દેવું, રાજ્યપાલે સીએમ ભગવંત માનને પત્ર લખીને ખર્ચની વિગતો માંગી

    ભગવંત માને તાજેતરમાં ગવર્નરને એક પત્ર લખીને કેન્દ્ર સરકાર તરફથી આવતા ફન્ડને લઈને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવા માટે અપીલ કરી હતી. જેના જવાબમાં ગવર્નરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. 

    - Advertisement -

    રાજ્ય પર સતત વધતા દેવાને લઈને પંજાબની આમ આદમી પાર્ટી સરકાર પર સવાલ ઉભા થયા છે. ગવર્નર બનવારીલાલ પુરોહિતે મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખીને જણાવ્યું કે, તેમની સરકારમાં પંજાબ પર 50 હજાર કરોડ રૂપિયાનું દેવું વધ્યું છે અને આટલી મોટી રકમ કયાં વાપરવામાં આવી તેની વિગતો તેઓ રજૂ કરે.

    વાસ્તવમાં ભગવંત માને તાજેતરમાં ગવર્નરને એક પત્ર લખીને કેન્દ્ર સરકાર તરફથી આવતા ફન્ડને લઈને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવા માટે અપીલ કરી હતી. જેના જવાબમાં ગવર્નરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. 

    સીએમ ભગવંત માને રાજ્યપાલને પત્ર લખીને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતા રૂરલ ડેવલપમેન્ટ ફન્ડની 5,637 કરોડની રકમ હજુ સુધી મળી નથી, જેથી તેઓ આ મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવે અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પણ રજૂઆત કરે. તેમણે એવો પણ દાવો કર્યો કે, ફન્ડ ન મળવાના કારણે મંડી અને રૂરલ ડેવલપમેન્ટ બોર્ડ લૉન ચૂકવી શકતું નથી તેમજ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે વિકાસકાર્યો કરવામાં પણ અડચણ આવે છે. જેને લઈને રાજ્યપાલે વળતો જવાબ આપતો પત્ર લખ્યો હતો. 

    - Advertisement -

    પત્રમાં રાજ્યપાલે કહ્યું કે, “મીડિયા રિપોર્ટ્સ મારફતે મને જાણવા મળ્યું છે કે મારા સુધી પહોંચવા પહેલાં તમે આ મામલે પહેલેથી જ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી ચૂક્યા છો. તો યોગ્ય એ જ રહેશે કે આ મુદ્દે કંઈ પણ કરતા પહેલાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવામાં આવે.”

    રાજ્ય પર વધતા દેવાનો મુદ્દો ઉઠાવતાં રાજ્યપાલે પત્રમાં લખ્યું કે, “આગળ મને જાણવા મળ્યું છે કે તમારા શાસન હેઠળ પંજાબ પર દેવું ₹50,000 કરોડ જેટલું વધી ગયું છે. આટલી મોટી રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તેની વિગતો પણ મને આપવામાં આવે, જેથી હું વડાપ્રધાનને જણાવી શકું કે પૈસાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવામાં આવી રહ્યો છે.”

    ઉલ્લેખનીય છે કે માર્ચ, 2022ની વિધાનસભા ચૂંટણી જીતીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ આમ આદમી પાર્ટી નેતા ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પીએમ સમક્ષ રાજ્ય માટે 1 લાખ કરોડના પેકેજની માંગણી કરી હતી. તેમણે પીએમને કહ્યું હતું કે રાજ્યની અર્થવ્યવસ્થા ફરી પાટે લાવવા માટે કેન્દ્ર સરકાર પંજાબ માટે 1 લાખ કરોડનું વિશેષ પેકેજ જાહેર કરે. મફતની યોજનાઓના વાયદાની લ્હાણી કરીને ચૂંટણી જીતનાર આમ આદમી પાર્ટીની ત્યારે પણ ખાસ્સી ટીકા થઈ હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં