Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણપંજાબના AAP ધારાસભ્ય જસવંત સિંઘની અટકાયત કરતી ED, 40 કરોડના બેંક ફ્રોડ...

    પંજાબના AAP ધારાસભ્ય જસવંત સિંઘની અટકાયત કરતી ED, 40 કરોડના બેંક ફ્રોડ કેસની ચાલી રહી છે તપાસ: કાર્યકર્તાઓની બેઠકમાંથી ઉઠાવીને લઈ જવાયા

    આ પહેલાં CBI અને EDએ તેમના ઠેકાણા અને નિવાસસ્થાને દરોડા પાડયા હતા. જે બાદ હવે તો સીધી અટકાયત કરવામાં આવી છે. ક્યાંક તેમની ધરપકડ કરવામાં આવી હોવાના પણ સમાચાર છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એજન્સીઓ એક પછી એક ભ્રષ્ટાચારના આરોપી નેતાઓ પર ત્રાટકી રહી છે. થોડા દિવસો પહેલાં જ આમ આદમી પાર્ટીના વડા અને કન્વીનર અરવિંદ કેજરીવાલને પણ EDએ તપાસ માટે સમન્સ પાઠવ્યું હતું. જોકે, કેજરીવાલે ચૂંટણી પ્રચારની વાત કહીને પૂછપરછ માટે જવાનું ટાળ્યું હતું. ત્યારે હવે બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે કે, EDએ પંજાબના AAP ધારાસભ્ય જસવંત સિંઘની અટકાયત કરી છે. કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી રહ્યા હતા, તે વચ્ચે જ તેમને ઉઠાવીને લઈ જવામાં આવ્યા હતા.

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (EDએ) સોમવારે (6 નવેમ્બરે) પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રોફેસર જસવંત સિંઘ ગજ્જનમાજરાની અટકાયત કરી છે. જે સમયે EDએ તેમને કસ્ટડીમાં લીધા ત્યારે તેઓ સંગરુરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી રહ્યા હતા. તે સંગરુર જિલ્લાની અમરગઢ સીટના ધારાસભ્ય છે. આ પહેલાં CBI અને EDએ તેમના ઠેકાણા અને નિવાસસ્થાને દરોડા પાડયા હતા. જે બાદ હવે તો સીધી અટકાયત કરવામાં આવી છે. ક્યાંક તેમની ધરપકડ કરવામાં આવી હોવાના પણ સમાચાર છે.

    40 કરોડ રૂપિયાના બેંક ફ્રોડનો છે આરોપ

    દિલ્હી બાદ હવે ED પંજાબના AAP નેતાઓ સામે સખતાઈથી વર્તી રહી છે. પંજાબના AAP ધારાસભ્ય જસવંત સિંઘ ગજ્જરમાજરાને EDએ કસ્ટડીમાં લીધા છે. બેંકના એક જૂના કેસ મામલે EDએ તેમને કસ્ટડીમાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. પૂછપરછ અને આગામી કાર્યવાહી માટે EDની ટીમ ભારે સુરક્ષા વચ્ચે તેમને જાલંધર લઈને રવાના થઈ છે. ધારાસભ્યની ધરપકડની વાત ફેલાય જતાં જાલંધરમાં ED ઓફિસની બહાર AAP કાર્યકર્તાઓની ભીડ એકઠી થઈ ગઈ છે. આરોપ છે કે AAP ધારાસભ્યએ અંદાજિત 40 કરોડ રૂપિયાનો બેંક ફ્રોડ કર્યો છે. EDએ ચાલુ કાર્યક્રમમાંથી AAP ધારાસભ્યની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    સપ્ટેમ્બર 2022માં EDએ માજરાના ઘરે પાડયા હતા દરોડા

    આ પહેલાં ઘણીવાર AAP MLA જસવંત સિંઘના ઘર અને અન્ય ઠેકાણાઓ પર EDએ દરોડા પાડયા હતા. આ પહેલાં EDએ સપ્ટેમ્બર 2022માં ગજ્જનમાજરાના ઘર પર દરોડા પાડયા હતા. તેમના ઘર પર EDના અધિકારીઓએ લગભગ 14 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે બાદ માજરાને EDએ માત્ર પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ હવે સોમવારે (6 નવેમ્બરે) તેમની સીધી અટકાયત જ કરવામાં આવી છે.

    CBIએ પણ કરી હતી કાર્યવાહી

    જસવંત સિંહ પર લગભગ 40 કરોડ રૂપિયાના બેંક ફ્રોડનો આરોપ છે. સંબંધિત બેંકે AAP ધારાસભ્ય ગજ્જનમાજરા વિરુદ્ધ CBIમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના પછી CBIએ દરોડા જેવી મોટી કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે 7 મે, 2022ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ટીમે અચાનક જસવંત સિંઘ ગજ્જનમાજરાના ઘણા સ્થળો પર રેડ પાડી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે દરોડા દરમિયાન CBIએ જસવંત સિંઘના ઠેકાણા પરથી 94 સહી કરેલા કોરા ચેક, ઘણા આધાર કાર્ડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો રિકવર કર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં