Saturday, July 27, 2024
More
    હોમપેજદેશવામપંથીઓએ જે મહિલા પ્રોફેસરની ખોદી હતી કબર, હવે લોકસભા ચૂંટણીઓમાં તેઓ જ...

    વામપંથીઓએ જે મહિલા પ્રોફેસરની ખોદી હતી કબર, હવે લોકસભા ચૂંટણીઓમાં તેઓ જ લેફ્ટને ભણાવશે ‘પાઠ’: કેરળના અલાથુરથી ભાજપે ટીએન સરાસૂને બનાવ્યા ઉમેદવાર

    રિટાયર્ડ પ્રોફેસર ટીએન સરાસૂને તેમના કડક સ્વભાવ અને અનુશાશન માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાના 27 વર્ષના કરિયરમાં વિક્ટોરિયા કૉલેજમાં કડક પ્રશાસક અને ઉદાર પ્રોફેસરની છબી બનાવી છે.

    - Advertisement -

    અગામી લોકસભા ચૂંટણીઓને લઈને ભાજપે પોતાના ઉમેદવારોની 5મી સૂચિ જાહેર કરી દીધી છે. આ સૂચિમાં એક નામ કેરળના અલાથુર લોકસભા સીટથી રીટાયર્ડ પ્રોફેસર ટીએન સરાસૂનું પણ છે. તેઓ વર્ષ 2016માં નિવૃત્ત થયા હતા અને વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા. તેમના રીટાયરમેન્ટના સમયે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા ગુંડાઓએ કૉલેજ પરિસરમાં તેમની ‘કબર’ બનાવી હતી અને તેના પર તેમનો ફોટો લગાવીને ત્યાં માળા-ફૂલ ચઢાવ્યા હતા. ત્યારે હવે એએ ટીએન સરાસૂ વામપંથીઓને તેમના જ ગઢમાં પડકારશે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, પ્રોફેસર ટીએન સરાસૂ કેરળના પલક્કડમાં સ્થિત 134 વર્ષ જૂની વિક્ટોરિયા સરકારી કૉલેજમાં પ્રિન્સિપાલ રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2016માં જયારે રિટાયર થયા હતા, ત્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા કેટલાક ગુંડાઓએ તેમને રિટાયરમેન્ટ ગીફ્ટ તરીકે તેમની ‘કબર‘ બનાવી હતી. તેઓ 31 માર્ચે રિટાયર થયા હતા અને એ જ દિવસે વિદ્યાર્થીઓના વેશમાં આવેલા ગુંડાઓએ આ કાંડ કર્યો હતો. તે સમયે પ્રોફેસરે આ ઘટનાને ઓલ કેરળ ગવર્નમેન્ટ ટીચર્સ એસોસિએશનના ઈશારે થઈ હોવાનું કહ્યું હતું.

    ભાજપે રવિવારે (24 માર્ચ) અગામી લોકસભા ચૂંટણીઓને લઈને પોતાના ઉમેદવારોની પંચમી સૂચિ જાહેર કરી છે. આ સૂચિમાં ભાજપે રિટાયર્ડ પ્રોફેસર ટીએન સરાસૂને કેરળના અલાથુર લોકસભા સીટ પરથી ઉમેદવાર ઘોષિત કર્યા છે. આ સીટને વામપંથીઓનો ગઢ માનવામાં આવે છે. તેઓ વર્તમાન સંસદ અને UDF ઉમેદવાર રમ્યા હરિદાસ સામે ચૂંટણીનો જંગ ખેલશે. બીજી તરફ કેરળ સ્ટેટ દેવાસ્વોમ મંત્રી અને LDF ઉમેદવારને રાધાકૃષ્ણન પણ ખરાખરીનો ખેલ છે. આ સીટ પર ત્રિકોણીય જંગની લડાશે.

    - Advertisement -

    રિટાયર્ડ પ્રોફેસર ટીએન સરાસૂને તેમના કડક સ્વભાવ અને અનુશાશન માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાના 27 વર્ષના કરિયરમાં વિક્ટોરિયા કૉલેજમાં કડક પ્રશાસક અને ઉદાર પ્રોફેસરની છબી બનાવી છે. જોકે વર્ષ 2016માં જયારે તેમનો રિટાયરમેન્ટનો સમય આવ્યો, ત્યારે ગીફ્ટમાં તેમને તેમની પોતાની જ કબર મળી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં