Tuesday, June 18, 2024
More
  હોમપેજરાજકારણ‘દેશનો ગરીબ જાણે છે કે મોદી પોતાની ફરજ નિભાવવામાં પાછળ નહીં પડે’:...

  ‘દેશનો ગરીબ જાણે છે કે મોદી પોતાની ફરજ નિભાવવામાં પાછળ નહીં પડે’: વડાપ્રધાને ઈન્ટરવ્યુમાં કહ્યું- લોકોનો અતૂટ વિશ્વાસ જ મારી પ્રેરણા, સમજાવ્યું- કઈ રીતે પાર પડશે $5 ટ્રિલિયન ઈકોનોમીનું લક્ષ્યાંક

  “મેં આપેલું વચન મને ઊંઘવા નથી દેતું, પરંતુ મને સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે. મોદીની ગેરંટી એટલે ગરીબોનો ભરોસો. દેશનો દરેક ગરીબ વ્યક્તિ જાણે છે કે મોદી પોતાની ફરજમાંથી પાછળ નહીં હટે."

  - Advertisement -

  પાંચ રાજ્યોની તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ‘મોદી ગેરેન્ટી’નો આધારે ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. તેનાથી સારા પરિણામો પણ જોવા મળ્યાં. ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં પ્રચંડ બહુમતી મેળવી અને ત્યાં સરકાર બનાવી. વડાપ્રધાને ‘મોદી ગેરેન્ટી’નો અર્થ શું છે અને આ રાજ્યોમાં નવા ચહેરાઓને કેમ કમાન સોંપવામાં આવી તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

  ઇન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં PM મોદીએ રાજકારણથી લઈને અર્થશાસ્ત્ર, વિકાસથી લઈને વિશ્વાસ સુધી દરેક મુદ્દા પર ખુલીને વાત કરી. ઇન્ડિયા ટુડેના આગામી અંકમાં વડાપ્રધાનનો વિસ્તૃત ઇન્ટરવ્યૂ પ્રકાશિત કરવામાં આવશે, પરંતુ મેગેઝીને અમુક અંશો પ્રકાશિત કર્યા છે.

  PM મોદીએ સમજાવ્યો ‘મોદી ગેરંટી’નો અર્થ

  ‘મોદી ગેરેન્ટી’નો અર્થ પૂછવામાં આવેલા એક સવાલ પર વડાપ્રધાને કહ્યું કે, ગેરેન્ટીનો અર્થ માત્ર બોલવું નથી, પરંતુ તેની સાથે જોડાવું છે. તેમણે કહ્યું, “મેં આપેલું વચન મને ઊંઘવા નથી દેતું, પરંતુ મને સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે. મોદીની ગેરેન્ટી એટલે ગરીબોનો ભરોસો. દેશનો દરેક ગરીબ વ્યક્તિ જાણે છે કે મોદી પોતાની ફરજમાંથી પાછળ નહીં હટે.” તેમણે વધુમાં કહ્યું હતું કે. તમામ રાજકીય પક્ષોએ ગરીબોના વિશ્વાસને તોડ્યો છે, પરંતુ તેમને વિશ્વાસ છે કે ‘મોદી ગેરેન્ટી’ ક્યારેય તૂટશે નહીં. તેમણે કહ્યું, “આ જ વિશ્વાસ મને પ્રેરણા આપે છે.”

  - Advertisement -

  રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવા ચહેરાઓને કેમ સોંપી કમાન?

  જ્યારે PM મોદીને ત્રણ નવા ચહેરાઓને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી બનાવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તો તેમણે તે પ્રશ્નને સીધો પોતાની સાથે જોડ્યો. PM મોદીએ કહ્યું, “જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે મારી પાસે કોઈ વહીવટી અનુભવ નહોતો. હું વિધાનસભામાં પણ ચૂંટાયો પણ નહોતો. લોકો ભલે આને એક નવો ટ્રેન્ડ માની રહ્યા હોય, કારણ કે પરિવારવાદી પાર્ટીઓમાં લોકો પરિવારની બહાર કઈ વિચારી શકતા નહોતા, પરંતુ અમારી પાર્ટી જુદા જુદા પ્રયોગો કરવા માટે અભ્યસ્ત છે.”

  આર્ટિકલ 370 અને જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તન

  PM મોદીને આ ઇન્ટરવ્યૂમાં આર્ટિકલ 370ને ખતમ કરવા અને જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પરિવર્તન અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના પર PM મોદીએ કહ્યું કે, “ક્યારેક નહેરુજીએ સંસદમાં કહ્યું હતું કે આર્ટિકલ 370 ધીમે-ધીમે હટવી દેવાશે, પરંતુ 70 દાયકાઓ સુધી તેણે જમ્મુ-કાશ્મીરને જકડી રાખ્યું. જમ્મુ-કાશ્મીરમાં મહિલાઓ, ગરીબો, લઘુમતીઓને વંચિત રાખવામાં આવ્યા. હવે જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકો પોતાનું ભવિષ્ય બનાવવા માટે સ્વતંત્ર થઈ ગયા છે. હવે ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જમીન સાથે જોડાયેલા 35 હજાર નેતા જમ્મુ-કાશ્મીરના લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.”

  આજે દેશના ખૂણે-ખૂણે BJP

  આ ઇન્ટરવ્યૂમાં PM નરેન્દ્ર મોદીએ ભાજપને હિંદી પટ્ટીની પાર્ટી કહેનારાઓને અરીસો બતાવ્યો છે. તેમણે કહ્યું, “ભાજપની રચના બાદથી જ અમે આવી વાતો સાંભળી રહ્યા છીએ. ક્યારેક બ્રાહ્મણ-વાણિયાનો પક્ષ કહેવામાં આવ્યો, તો ક્યારેક કહેવાયું કે અમને માત્ર શહેરોમાં જ સમર્થન મળે છે. ક્યારેક અમને હિંદી પટ્ટીની પાર્ટી ગણાવવામાં આવ્યા, પરંતુ અમે બધાને ખોટા સાબિત કર્યા. આજે BJP દેશના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે.”

  ‘5 ટ્રિલિયન ઈકોનોમીનો ટાર્ગેટ એક વાસ્તવિકતા છે, આપણે હાંસલ કરીને રહીશું’

  અર્થવ્યવસ્થા અંગે PM મોદીએ કહ્યું કે, 2014મા જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે ભારતની અર્થવ્યવસ્થા 20 ટ્રિલિયન ડોલર એટલે કે 167 લાખ કરોડ રૂપિયાની હતી. હવે આ આંકડો લગભગ બમણો વધીને 37.5 ટ્રિલિયન ડોલર એટલે કે 312 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીની સૌથી મોટી મહામારી હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા સ્થિર છે અને આગળ વધી રહી છે.

  ગુજરાતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, “જ્યારે 2001માં હું ગુજરાતનો CM બન્યો તો ગુજરાતની ઈકોનોમી 26 અરબ ડોલર એટલે કે 2.17 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે મેં ગુજરાત છોડ્યું, ત્યારે તે વધીને 133.5 અરબ ડોલર (11.1 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ચૂકી હતી અને હવે તે લગભગ 260 અરબ ડોલરની છે. 23 વર્ષનો આ રેકોર્ડ જ જણાવે છે કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ.”

  વિપક્ષ દ્વારા મોંઘવારી અંગેના આરોપો સાથે જોડાયેલા સવાલ પર PM મોદીએ કહ્યું કે, આખી દુનિયામાં મોંઘવારી વધી છે. તેમ છતાં, 2014-15 અને 2023-24 વચ્ચે સરેરાશ મોંઘવારી માત્ર 5.1 ટકા હતી, જ્યારે 2004-2014 વચ્ચે આ દર 8.2 ટકા હતો. તેમણે કહ્યું કે, કોરોના દરમિયાન વૈશ્વિક સપ્લાય ચેન નાશ પામી હતી. સમગ્ર વિશ્વમાં તણાવ છે. મંદીનું દબાણ છે છતાં ભાજપ સરકાર મોંઘવારી પર અંકુશ રાખી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં