Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણ'કોંગ્રેસના રાજમાં દેવી-દેવતાઓનાં નામ લેવાં પણ મુશ્કેલ': રાજસ્થાનમાં PM મોદી, કહ્યું- સરકારનાં...

    ‘કોંગ્રેસના રાજમાં દેવી-દેવતાઓનાં નામ લેવાં પણ મુશ્કેલ’: રાજસ્થાનમાં PM મોદી, કહ્યું- સરકારનાં 5 વર્ષ એકબીજાને રનઆઉટ કરવામાં જ વીત્યાં

    સભાને સંબોધતી વખતે વડાપ્રધાને કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે ક્રિકેટનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે કોંગ્રેસ એકબીજાને રનઆઉટ કરવામાં જ વ્યસ્ત રહે છે. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ અને વિકાસ એકબીજાના દુશ્મન છે.

    - Advertisement -

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ અને મજબૂત પ્રતિસ્પર્ધી ભાજપ વચ્ચે સીધી ટક્કર દેખાશે. ચૂંટણી પહેલાં બંને પક્ષના નેતાઓ પ્રચાર માટે રાજસ્થાન તરફ વળી રહ્યા છે. રાજસ્થાનમાં પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રત્યેક કાર્યકર્તા ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત રાજસ્થાનમાં સભાઓને સંબોધિત કરી રહ્યા છે. PM મોદીએ રાજસ્થાનમાં સભાને સંબોધન કરતી વખતે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ એકબીજાને રનઆઉટ કરવામાં વ્યસ્ત છે. તેમણે પીવાના પાણીને લઈને પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો.

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર કાર્ય ઝડપભેર આગળ વધી રહ્યું છે. 25 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે મજબૂતીથી ટક્કર થવા જઈ રહી છે. ચૂંટણીને ધ્યાને રાખીને બંને પાર્ટીઓના નેતાઓ રાજસ્થાનની મુલાકાત લઈ રહ્યા છે. PM મોદીએ પણ રવિવારે (19 નવેમ્બરે) રાજસ્થાનમાં જનસભાને સંબોધી હતી. ચુરૂના તારાનગરમાં PM મોદીએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું. સભાને સંબોધતી વખતે વડાપ્રધાને કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે ક્રિકેટનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે કોંગ્રેસ એકબીજાને રનઆઉટ કરવામાં જ વ્યસ્ત રહે છે. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ અને વિકાસ એકબીજાના દુશ્મન છે.

    કોંગ્રેસની લૂંટના લાયસન્સની કહાની લાલ ડાયરીમાં નોંધાઈ

    સભાને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે, “આ એક બહાદુર ભૂમિ છે. અહીંના પુત્રોની વીરતાએ સમગ્ર દેશને સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ કોંગ્રેસે આ ધરતીનાં સંતાનોને છેતરવામાં કોઈ કચાશ નથી છોડી.” તેમણે વધુમાં કહ્યું કે, “વન રેન્ક વન પેન્શનના મુદ્દે કોંગ્રેસે દાયકાઓ સુધી અહીંના લોકોને ગેરમાર્ગે દોર્યાં છે.

    - Advertisement -

    PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, “કોંગ્રેસની લૂંટના લાયસન્સની આખી કહાની લાલ ડાયરીમાં નોંધાયેલી છે અને હવે ધીમે-ધીમે તે લાલ ડાયરીનાં પાનાં ખૂલવા લાગ્યાં છે.” તેમણે અશોક ગેહલોત પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, “એક તરફ ડાયરી ખોલી અને બીજી તરફ ગેહલોતજીનો ફ્યૂઝ ઊડી ગયો, લાલ ડાયરીમાં હવે ‘જાદુગર’નો ‘જાદુ’ દેખાય છે.”

    કોંગ્રેસ એકબીજાને રનઆઉટ કરવામાં વ્યસ્ત

    PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, “આજકાલ આખો દેશ ક્રિકેટ માટે ઉત્સાહથી ભરેલો છે. ક્રિકેટમાં બેટ્સમેન આવે છે અને તેની ટીમ માટે રન બનાવે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીના આ લોકો એકબીજાને રનઆઉટ કરવામાં વ્યસ્ત છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “જો તમે ભાજપને ચૂંટશો તો અમે ભ્રષ્ટાચારીઓની ટીમને રાજસ્થાનમાંથી બહાર કાઢી નાખીશું. ભાજપ ઝડપથી વિકાસ કરશે અને રાજસ્થાન જીતશે. રાજસ્થાનના ભવિષ્યની જીત થશે. જીત રાજસ્થાનની માતાઓ, બહેનો, યુવાનો અને ખેડૂતોની થશે.”

    તેમણે ઉમેર્યું કે, “દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે. કોઈપણ ક્ષેત્ર જોઈલો, ભારત કમાલ કરી રહ્યું છે. ચારે તરફ ઉત્સાહ છે, આત્મવિશ્વાસ છે કે વર્ષ 2047 સુધીમાં આપણે ભારતને વિકસિત બનાવીને રહીશું.”

    કોંગ્રેસ પર કર્યા પ્રહાર

    PM મોદીએ સભાને સંબોધતી વખતે કોંગ્રેસ પર અનેકો પરાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “આ ભૂમિ ગુરુ ખેમચંદ પ્રકાશની જન્મભૂમિ છે અને ગુરુ નાનકની તપોભૂમિ છે, પરંતુ કોંગ્રેસના રાજમાં અહિયાં દેવી-દેવતાઓના નામ લેવા પણ મુશ્કેલ છે.” તેમણે વધુમાં કહ્યું કે “કોંગ્રેસ દેવી-દેવાઓની યાત્રાઓ પર રોક લગાવે જ છે પરંતુ પ્રતિબંધિત સંગઠન PFIની રેલીઓને પ્રોત્સાહન આપે છે. સંસ્કૃતિની રક્ષા માટે અહીંથી કોંગ્રેસ સરકારને હટાવવી ખૂબ જરૂરી છે.”

    PM મોદીએ રાજસ્થાન કોંગ્રેસની ગેહલોત સરકાર પર તીખો પ્રહાર કરતાં કહ્યું હતું કે, “નેક નિયત અને કોંગ્રેસનો તેવો જ સંબંધ છે જે સંબંધ પ્રકાશ અને અંધકારનો છે.” તેમણે કહ્યું કે, “જે સરકાર પીવાના પાણીના પણ પૈસા ખાઈ ગઈ, તે સરકારની નિયત કેવી હશે?”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં