Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'કોંગ્રેસના રાજમાં આતંકીઓ અને નકસલીઓને મળે છે પ્રોત્સાહન': છત્તીસગઢમાં બોલ્યા પીએમ મોદી,...

    ‘કોંગ્રેસના રાજમાં આતંકીઓ અને નકસલીઓને મળે છે પ્રોત્સાહન’: છત્તીસગઢમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું- તેમણે મહાદેવના નામ પર પણ કર્યું કૌભાંડ

    વારંવાર થતાં નક્સલી હુમલાઓ વચ્ચે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. ચૂંટણીના દિવસે પણ નક્સલી હુમલો થયો હોવાનું સામે સામે આવ્યું છે. ત્યારે PM મોદીએ આતંક અને નક્સલી હુમલાની ઘટનાઓને લઈને કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી છે.

    - Advertisement -

    છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મંગળવારે (7 નવેમ્બરે) પ્રથમ તબક્કાનું મતદાન થયું છે. જે બાદ હવે 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. છત્તીસગઢમાં સત્તારૂઢ કોંગ્રેસ અને પ્રતિસ્પર્ધી ભાજપ વચ્ચે સીધી ટક્કર થઈ રહી છે. તેવામાં PM નરેન્દ્ર મોદી પણ છત્તીસગઢમાં એક જનસભાને સંબોધિત કરવા પહોંચી ગયા છે. સંબોધન દરમિયાન તેમણે સત્તારૂઢ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં-જ્યાં કોંગ્રેસ સત્તામાં આવે છે ત્યાં-ત્યાં નક્સલીઓ અને આતંકીઓને પ્રોત્સાહન મળતું રહે છે. એ ઉપરાંત તેમણે મહાદેવ બેટિંગ એપનો ઉલ્લેખ કરીને પણ કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો હતો.

    છત્તીસગઢનમાં આવેલા સુરજપુર જિલ્લામાં PM નરેન્દ્ર મોદી મંગળવારે (7 નવેમ્બરે) એક જનસભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તેવામાં છત્તીસગઢથી PM મોદીએ જનતાને સંબોધિત કરી હતી. PM મોદીનું આ ભાષણ છત્તીસગઢના રાજકારણમાં મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વારંવાર થતાં નક્સલી હુમલાઓ વચ્ચે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. ચૂંટણીના દિવસે પણ નક્સલી હુમલો થયો હોવાનું સામે સામે આવ્યું છે. ત્યારે PM મોદીએ આતંક અને નક્સલી હુમલાની ઘટનાઓને લઈને કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી છે.

    કોંગ્રેસ સત્તામાં આવે એટલે આતંકીઓ, નક્સલીઓનો હોંસલો વધે

    PM નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, “કોંગ્રેસની એક મોટી નિષ્ફળતા રહી છે. જ્યારે-જ્યારે કોંગ્રેસ સત્તામાં આવે છે, ત્યારે-ત્યારે દેશમાં આતંકીઓ અને નક્સલીઓને પ્રોત્સાહન મળે છે. ક્યારેક અહિયાં, ક્યારેક ત્યાં, બોમ્બ ફૂટયાની ખબર આવે છે, તો ક્યારેક મારધાડની ખબર આવે છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “જે-જે રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં હોય છે, ત્યાં અપરાધનો, લૂંટફાટનો જ રાજ હોય છે.” તેમણે છત્તીસગઢમાં નક્સલી હુમલામાં મૃત્યુ પામેલા ભાજપ કાર્યકર્તાને યાદ કરતાં કહ્યું હતું કે, “કોંગ્રેસ સરકાર નક્સલી હુમલાને કાબૂ કરવામાં વિફળ રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ભાજપના ઘણા કાર્યકર્તાઓને અમારી પાસેથી છીનવામાં આવ્યા છે. હમણાં થોડા દિવસો પહેલાં અમારા સાથીને ગોળી મારીને તેમનું જીવન ખતમ કરવામાં આવ્યું છે.”

    મહાદેવ બેટિંગ એપને લઈને કર્યા પ્રહાર

    PM મોદીએ રાજ્યમાં ચર્ચિત એપ કૌભાંડને લઈને પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસે રાજ્યના યુવાનોને કેવા-કેવા સપના દેખાડ્યા? અહીં તેમણે મહાદેવના નામ પર પણ કૌભાંડ કરી દીધું. મહાદેવના નામ પર સટ્ટાબાજી એપ કૌભાંડની ચર્ચા આજે દેશ-વિદેશમાં પણ થઈ રહી છે. કોંગ્રેસે પોતાની તિજોરી ભરવા માટે તમારા બાળકો પાસે સટ્ટાબાજી કરાવી. શું તમે તેને માફ કરશો?” આ ઉપરાંત PM મોદીએ છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં