Sunday, May 19, 2024
More
    હોમપેજરાજકારણ‘કોંગ્રેસના ગણિતબાજો જણાવે કે સટ્ટાબાજી કૌભાંડમાં CMને કેટલા રૂપિયા મળ્યા’: છત્તીસગઢમાં PM...

    ‘કોંગ્રેસના ગણિતબાજો જણાવે કે સટ્ટાબાજી કૌભાંડમાં CMને કેટલા રૂપિયા મળ્યા’: છત્તીસગઢમાં PM મોદીએ સભાઓ ગજવી, કહ્યું- કોંગ્રેસ સરકાર હવે થોડા દિવસનો ખેલ

    ભાજપનો ટ્રેક રેકોર્ડ અને ગેરેન્ટી બંને છે કે ભાજપ જ બનાવે છે અને ભાજપ જ આગળ લઇ જાય છે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના જવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. કોંગ્રેસના જે નેતાઓએ તમને 5 વર્ષ માટે લૂંટ્યા છે તેમની વિદાયનો સમય આવી ગયો છે: વડાપ્રધાન

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી પ્રચાર માટે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના પ્રવાસે છે. સવારે પહેલાં તેઓ છત્તીસગઢ પહોંચ્યા હતા, અહીં 2 સભા સંબોધિત કરી હતી. અહીં તેમણે સત્તાધારી કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે હવે કોંગ્રેસનું રાજ્યમાંથી જવું નિશ્ચિત થઈ ચૂક્યું છે અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી નક્કી છે.

    પીએમ મોદીએ પ્રથમ તબક્કામાં મોટી સખ્યામાં મતદાન કરવા બદલ છત્તીસગઢની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે હું વિશેષ રીતે છત્તીસગઢની મહિલાઓ અને યુવાનોનો આભાર વ્યક્ત કરું છું. તેમના મજબૂત નિર્ણયો અને ભાજપા પ્રત્યે વિશ્વાસ અને લગાવને આદરપૂર્વક નમન કરું છું. 

    વડાપ્રધાને ઉમેર્યું કે, ભાજપ આવવાનો અર્થ છે છત્તીસગઢનો વિકાસ તેજ થવું, નવયુવાનોનાં સપનાં પૂર્ણ થવાં અને માતાઓ-બહેનોનાં જીવન સરળ થવાં. ભ્રષ્ટાચાર પર લગામ લગાવવી અને કડક કાર્યવાહી કરવી. આગળ ઉમેર્યું કે, “ભાજપનો ટ્રેક રેકોર્ડ અને ગેરેન્ટી બંને છે કે ભાજપ જ બનાવે છે અને ભાજપ જ આગળ લઇ જાય છે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના જવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. કોંગ્રેસના જે નેતાઓએ તમને 5 વર્ષ માટે લૂંટ્યા છે તેમની વિદાયનો સમય આવી ગયો છે અને કોંગ્રેસ સરકાર હવે થોડા જ દિવસનો ખેલ છે.”

    - Advertisement -

    દિવાળીનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું કે, તમે ગઈકાલે દિવાળી મનાવી છે. પરંતુ આવનારી દેવદિવાળી છત્તીસગઢ માટે એક નવો આનંદ અને ઉત્સાહ લઇ આવશે. જે કોંગ્રેસે છત્તીસગઢને લૂંટ્યું છે તે દેવદિવાળીએ ક્યાંય જોવા નહીં મળે. 

    કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં વડાપ્રધાને કહ્યું કે, જે કોંગ્રેસને ગણિત શીખવવાનો શોખ છે તેને મારા અમુક પ્રશ્નો છે. કોંગ્રેસના ગણિતબાજોએ જણાવવું પડશે કે મુખ્યમંત્રીને મહાદેવ સટ્ટાબાજી કૌભાંડમાં કેટલા રૂપિયા મળ્યા હતા? કોંગ્રેસના બાકી નેતાઓના હિસ્સામાં કેટલા પૈસા આવ્યા અને દિલ્હી દરબાર સુધી તેમાંના કેટલા રૂપિયા પહોંચ્યા હતા?

    તેમણે ઉમેર્યું કે, છત્તીસગઢમાં જ્યારે કોંગ્રેસની સરકાર બની હતી ત્યારે મુખ્યમંત્રી પદ માટે અઢી-અઢી વર્ષના કરાર થયા હતા. પરંતુ પહેલાં અઢી વર્ષમાં જ મુખ્યમંત્રીએ એટલી લૂંટ મચાવી અને ભ્રષ્ટાચાર કર્યો કે અઢી વર્ષ પૂરાં થવા આવ્યાં ત્યારે તિજોરી દિલ્હીવાળા (હાઈકમાન્ડ) માટે ખોલી આપી, દિલ્હીના દરેક નેતાને ખરીદી લીધા અને એગ્રિમેન્ટ ઠેરનું ઠેર જ રહ્યું. 

    તેમણે ઉમેર્યું કે, જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપની સરકાર હોય તો ડબલ એન્જિન તાકાત લાગે છે અને આ ડબલ એન્જિન સરકાર ઝડપથી વિકાસ કરે છે. છત્તીસગઢમાં ભાજપે જે વાયદા કર્યા છે, જે ગેરેન્ટી આપી છે તે સરકાર વહેલામાં વહેલી પૂર્ણ કરીને બતાવશે. કારણ કે આ મોદીની ગેરેન્ટી છે અને મોદીની ગેરેન્ટીનો અર્થ થાય છે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી.

    છત્તીસગઢમાં આગામી 17 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે, જે દ્વિતીય તબક્કા માટેનું હશે. પહેલા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે યોજાઈ ચૂક્યું છે. આ જ દિવસે મધ્ય પ્રદેશમાં પણ ચૂંટણી થશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં