Wednesday, September 18, 2024
More
    હોમપેજરાજકારણ'બે નેતાઓ પુત્રોને 'સેટ' કરવા માટે રાજ્યને 'અપસેટ' કરી રહ્યા છે': મધ્ય...

    ‘બે નેતાઓ પુત્રોને ‘સેટ’ કરવા માટે રાજ્યને ‘અપસેટ’ કરી રહ્યા છે’: મધ્ય પ્રદેશમાં ગરજ્યા PM મોદી, કહ્યું- કોંગ્રેસ માટે પરિવારથી મોટું કોઇ નહીં

    PM મોદીએ કહ્યું કે, "2014 પહેલાં કોંગ્રેસનું એક કૌભાંડ લાખો અને કરોડો રૂપિયાનું હતું. પરંતુ ભાજપમાં તે ગરીબોના કલ્યાણ માટે ખર્ચવામાં આવે છે. બંને પાર્ટીઓ વચ્ચે આ અંતર છે. અહીં પરિવારવાદ નથી."

    - Advertisement -

    મધ્ય પ્રદેશમાં હવે ચૂંટણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બધી પાર્ટીઓ હવે પ્રચાર માટે કાર્ય કરવામાં લાગી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં પણ મેદાનમાં ઉતર્યા છે. જ્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સંબોધન દરમિયાન દિગ્વિજય સિંઘ અને કમલનાથ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ચૂંટણી નથી લડવાની, તેને ખબર છે કે અહીં ચૂંટણી જીતવાની નથી.

    રવિવાર (5 નવેમ્બર, 2023)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. MPના સિવની ખાતે તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે સભા દરમિયાન 80 કરોડ લોકોને ફ્રીમાં રાશન આપવા માટેની વાત પણ કહી. એ સિવાય તેમણે એ પણ કહ્યું કે કઈ રીતે કોંગ્રેસે આદિવાસી સમાજમાં જુઠ્ઠાણું ફેલાવ્યું છે. તેમણે કમલનાથ અને દિગ્વિજય સિંઘ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

    80 કરોડ લોકોને ફ્રીમાં રાશનની સુવિધા

    સિવનીના કટંગી બાયપાસ કાર્યક્રમ સ્થળ પર PM મોદીએ મંચ પરથી કોંગ્રેસ અને કમલનાથ પર નિશાન સાધ્યું હતું. પોતાના ભાષણની શરૂઆતમાં તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ વિકાસ અને સુશાસનની સાતત્યતા ઈચ્છે છે. તેમણે કહ્યું કે આજનો દિવસ મારા માટે શુભ દિવસ છે. મેં આચાર્ય વિદ્યાસાગરજીના આશીર્વાદ લીધા. તેમણે ઓપિનિયન પોલ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, અહીં આવો અને જુઓ કે વિજય શું છે. 30 વર્ષ પછી અહીં કોઈ વડાપ્રધાન આવ્યા છે. મને આ સૌભાગ્ય પણ મળ્યું છે.

    - Advertisement -

    તેમણે કહ્યું કે “કોરોના કાળથી અત્યાર સુધીમાં અમે 80 કરોડ લોકોને મફત રાશનની સુવિધા આપી છે. મધ્ય પ્રદેશમાં લગભગ પાંચ કરોડ લોકોના ઘરોમાં મફત રાશન આપવામાં આવ્યું છે. માતાઓને ક્યારેય રડતા બાળકોને જોવા નહોતા પડ્યા.” તેમણે વધુમાં કહ્યું કે, “આ સ્કીમ ડિસેમ્બરમાં એક મહિના પછી બંધ થઈ રહી છે. પણ હું ગરીબોની પીડા અનુભવું છું. તેથી, તમારા પુત્ર, તમારા ભાઈએ મનમાં મક્કમ નિર્ણય લીધો છે કે જ્યારે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ ડિસેમ્બરમાં પૂર્ણ થશે, ત્યારે અમે આગામી પાંચ વર્ષ માટે મફત રાશનની ખાતરી આપીશું. કેન્દ્ર સરકાર આ માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચવા જઈ રહી છે.”

    એક નેતા આદિવાસી વિસ્તારોમાં ફેલાવે છે જુઠ્ઠાણું

    PM મોદીએ કહ્યું કે, “2014 પહેલાં કોંગ્રેસનું એક કૌભાંડ લાખો અને કરોડો રૂપિયાનું હતું. પરંતુ ભાજપમાં તે ગરીબોના કલ્યાણ માટે ખર્ચવામાં આવે છે. બંને પાર્ટીઓ વચ્ચે આ અંતર છે. અહીં પરિવારવાદ નથી.” સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે “છેલ્લા દાયકાઓમાં કોંગ્રેસે ભારતની સ્વતંત્રતાનો સંપૂર્ણ શ્રેય એક જ પરિવારને આપ્યો હતો. કોંગ્રેસ માટે તેનાથી મોટું કંઈ નથી.” તેમણે કહ્યું કે “આજકાલ એક નેતા આદિવાસી વિસ્તારોમાં જઈને જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે. આદિવાસી નામ કોંગ્રેસને શોભતું નથી.”

    PM મોદીએ કહ્યું કે, આદિવાસી સમાજ ભગવાન રામના સમયથી ચાલતો આવ્યો છે. ભાજપ આવ્યા પછી નથી આવ્યો. ભારતમાં પ્રથમ વખત આદિજાતિ મંત્રાલયની રચના અટલ બિહારી વાજપેયીના સમયમાં કરવામાં આવી હતી. આ કામ અમે જ કરીએ છીએ અને આજકાલ ગામડે ગામડે જઈને આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આદિવાસી મહાપુરુષોના નામ અમે રાખ્યા છે. અમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના બનાવી છે, જેનો લાભ નાની નોકરી કરનારા ગરીબોને મળી રહ્યો છે.

    ‘મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ચૂંટણી નથી લડી રહી’: PM મોદી

    PM મોદીએ કહ્યું કે “કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં ચૂંટણી નથી લડી રહી, તે તો ઢોંગ કરી રહી છે. પરંતુ આ લોકો એ વાતને લીધે મેદાનમાં લડી રહ્યા છે કે ભવિષ્યમાં કોનો દીકરો કોંગ્રેસને કબજે કરશે.” તેમણે વધુમાં કહ્યું કે “અહીંના બે મોટા નેતાઓ પોતાના પુત્રોને ‘સેટ’ કરવા માટે મધ્યપ્રદેશને ‘અપસેટ’ કરવામાં લાગી રહ્યા છે. શું આવા લોકોની કોઈ જરૂર છે? યુવાનોએ એ વાત સમજવી પડશે કે કોંગ્રેસ પાસે તેમના માટે કોઈ રોડમેપ નથી. તેમને સાંભળો તેઓ કહે છે કે અમને મત આપો કારણ કે અમારા દાદા-દાદી આ હતા. અમને મત આપો અમારા નાના-નાની આ હતા.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં