Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણ‘કોંગ્રેસના શાહી પરિવારના શહેજાદાએ…’: રાહુલ ગાંધીના ‘આગ લાગી જશે’ના નિવેદન પર પીએમ...

    ‘કોંગ્રેસના શાહી પરિવારના શહેજાદાએ…’: રાહુલ ગાંધીના ‘આગ લાગી જશે’ના નિવેદન પર પીએમ મોદીનો વળતો પ્રહાર, ભ્રષ્ટાચાર પર કહ્યું- ત્રીજી ટર્મમાં પ્રહાર વધુ તેજ થશે

    પીએમ મોદીએ કહ્યું, ઇમરજન્સીની માનસિકતાવાળી કૉંગ્રેસનો ભરોસો હવે લોકતંત્ર પર રહ્યો નથી, એટલે તે જનાદેશ વિરુદ્ધ લોકોને ભડકાવવામાં લાગી છે. કોંગ્રેસ ભારતને અસ્થિરતા અને અરાજકતા તરફ લઇ જવા માંગે છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (2 એપ્રિલ) ઉત્તરાખંડમાં સ્થિત રુદ્રપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિશાળ જનસભા સંબોધિત કરી. સંબોધનમાં તેમણે અનેક વિષયો પર વાતચીત કરીને ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનીને ત્રીજી વખત સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો. સાથે એમ પણ કહ્યું એક, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી આ જ રીતે સતત ચાલતી રહેશે. તેમણે ‘મોદીની ગેરેન્ટી’નો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ રાહુલ ગાંધીના ‘આગ લાગી જશે’વાળા નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો હતો. 

    વાસ્તવમાં રાહુલ ગાંધીએ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી I.N.D.I ગઠબંધનની રેલીમાં કહ્યું હતું કે, જો મોદી સરકાર ત્રીજી વખત ચૂંટાઈને આવી અને ત્યારબાદ બંધારણ બદલાયું તો આ આખા દેશમાં આગ લાગવા જઈ રહી છે. જેની ઉપર પીએમ મોદીએ પ્રહાર કર્યા. 

    વડાપ્રધાને કહ્યું, “મોદીના પ્રયાસો વચ્ચે કોંગ્રેસ અને I.N.D.I ગઠબંધને ઇરાદા દેખાડી દીધા છે. કોંગ્રેસના શાહી પરિવારના શાહજાદાએ એલાન કર્યું છે કે જો દેશે ત્રીજી વખત ભાજપ સરકાર ચૂંટી તો આગ લાગી જશે. 60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારાઓ 1૦ વર્ષ સત્તાની બહાર શું રહ્યા, હવે દેશમાં આગ લગાવવાની વાત કરી રહ્યા છે!” ત્યારબાદ તેમણે જનતાને પૂછ્યું કે શું આ ભાષા ઉચિત છે અને તેઓ આવા લોકોને સજા કરશે? તેમણે કહ્યું કે, તેમને સાફ કરી દો અને મેદાનમાં ન આવવા દો. 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, ઇમરજન્સીની માનસિકતાવાળી કૉંગ્રેસનો ભરોસો હવે લોકતંત્ર પર રહ્યો નથી, એટલે તે જનાદેશ વિરુદ્ધ લોકોને ભડકાવવામાં લાગી છે. કોંગ્રેસ ભારતને અસ્થિરતા અને અરાજકતા તરફ લઇ જવા માંગે છે.

    CAAથી કોંગ્રેસને વધુ તકલીફ 

    તેમણે કહ્યું કે, કોંગ્રેસ તુષ્ટિકરણના દલદલમાં એવી ફસાઈ ગઈ છે કે ક્યારેય દેશહિત માટે ન વિચારી શકે. આ એ જ કોંગ્રેસ છે જે ઘૂસણખોરોને પ્રોત્સાહન આપે છે, પરંતુ ભાજપ જ્યારે CAAના માધ્યમથી મા ભારતીમાં આસ્થા ધરાવનારાઓને ભારતની નાગરિકતા આપે છે ત્યારે કોંગ્રેસને સૌથી વધુ તકલીફ થાય છે. 

    પીએમ મોદીએ આ દરમિયાન કચ્ચાતીવુ દ્વીપનો પણ ઉલ્લેખ કર્યો, જે હાલ ચર્ચામાં છે. તેમણે કહ્યું, “તમિલનાડુ પાસે એક કચ્ચાતીવુ દ્વીપ છે. આ દ્વીપ ભારતનો હિસ્સો હતો, પરંતુ કોંગ્રેસે શ્રીલંકાને આપી દીધો. કોંગ્રેસ, જેના નેતાઓ દેશના ટુકડા-ટુકડા કરવાનની વાત કરતા હોય, જે કચ્ચાતીવુ આપી દેતાં હોય, શું એવી કોંગ્રેસ દેશની રક્ષા કરી શકે? 

    ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવાનું ચાલુ રાખીશું 

    સભામાં પીએમ મોદીએ ભ્રષ્ટાચાર વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, “હું કહું છું ભ્રષ્ટાચાર હટાવો, તેઓ કહે છે કે ભ્રષ્ટાચારી બચાવો. પરંતુ મોદી આ ગાળો અને ધમકીઓથી ડરશે નહીં. દરેક ભ્રષ્ટ પર કાર્યવાહી ચાલુ રહેશે અને ત્રીજી ટર્મની શરૂઆતમાં ભ્રષ્ટાચાર પર વધુ તેજ પ્રહાર થશે. તેમણે ઉમેર્યું કે, ભ્રષ્ટાચાર દરેક ગરીબનો હક છીનવે છે, મધ્યમ વર્ગનો હક છીનવે છે અને હું ગરીબનો હક, મધ્યમ વર્ગનો હક કોઈને પણ છીનવવા નહીં દઉં. 

    અંતે તેમણે કહ્યું કે, દેશમાં છેલ્લાં 10 વર્ષમાં જે થયું એ માત્ર ટ્રેલર છે અને આગામી વર્ષોમાં ઘણું બધું થશે અને દેશ ખૂબ આગળ વધશે. તેમણે દેશવાસીઓને થાક્યા વગર દેશ માટે કામ કરતા રહેવા માટે અપીલ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં