સમાચારમાં બન્યા રહેવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ નવાં-નવાં ગતકડાં કરતા રહે છે. તાજેતરમાં બોટાદના AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો, જેમાં કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો તમામ ખર્ચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગારમાંથી ચૂકવવામાં આવે. જોકે, તેમની આ તરકીબ કામ આવી નહીં અને નેટીઝન્સે સોશિયલ મીડિયા પર ઝાટકણી કાઢી હતી.
ઉમેશ મકવાણાએ CMને લખેલા પત્રમાં કહ્યું કે, “2003થી 2023 સુધી આ પ્રકારની 10 વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે, પરંતુ ગુજરાતની જનતાને તેમાંથી કોઇ ફાયદો થયો નથી. સાથે એવો પણ દાવો કર્યો કે, સમિટમાં દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં રોકાણકારો આવતા હોવા છતાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. સાથે એવો હાસ્યાસ્પદ પ્રશ્ન પણ પૂછ્યો કે જો ખરા અર્થમાં સમિટથી કોઇ ફાયદો થતો હોય તો ગુજરાત પર આટલું દેવું શા માટે અને તેનાથી જનતાને શું ફાયદો? સાથે એવું પણ કહ્યું કે, આ સમિટમાં થતા ખર્ચથી નુકસાન ગુજરાતની જનતાએ ભોગવવું પડતું હોય છે.”
હાલમાં તા-10 થી 12 જાન્યુઆરીએ યોજાનાર ગુજરાત વાયબ્રન્ટ સમિટ -2024નો ખર્ચ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે..
— Umeshbhai Makwana (@MLABotad) January 9, 2024
મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી pic.twitter.com/CNkjbErm4b
અંતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યે માંગ કરી કે, આ સમિટનો તમામ ખર્ચ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગારમાંથી ચૂકવવામાં આવે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યે આ જ પત્ર પછીથી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું કે, “હાલમાં તા-10થી 12 જાન્યુઆરીએ યોજાનાર ગુજરાત વાઈબ્રન્ટ સમિટ -2024નો ખર્ચ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે…મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી.” (જોડણી સુધારવામાં આવી છે.)
જોકે, AAP નેતાનું આ ગતકડું સોશિયલ મીડિયા પર વધુ ચાલી શક્યું નહીં અને લોકોએ તેમને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’ની યાદ અપાવી. ‘શીશમહેલ’ કેજરીવાલના મુખ્યમંત્રી આવાસને કહેવામાં આવે છે, જે અંગે ગત મે, 2023માં જાણકારી સામે આવી હતી, જેમાં બહાર આવ્યું હતું કે કેજરીવાલે કોરોનાકાળ દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે પોતાના બંગલાનું રિનોવેશન કરાવ્યું હતું. પછીથી બંગલાની ભવ્ય અને આકર્ષક તસવીરો પણ સામે આવી હતી.
ઉમેશ ભઈ…આ પેલા કેજરીવાલ ને કેજો ન જરા કે પેલા શીશ મહેલ નાં 30 કરોડ તમારો કેજરીવાલ પોતાના ખિસ્સા માંથી આપે…
— Dr.Sanket Mehta (@DrSanketMehta1) January 10, 2024
કઈ દેજો હો ન..ખોટું ના લગાડતા હો… આતો કીધું https://t.co/l2X8i3kBAi
એક તરફ પાર્ટી સુપ્રિમો પોતાના બંગલા માટે કરોડોના ખર્ચ કરે છે અને બીજી તરફ પાર્ટીના ધારાસભ્યો કોઇ રાજ્યને ફાયદો કરાવતી, તેના વિકાસ માટે કારણભૂત બનતી સમિટ માટે હાસ્યાસ્પદ દાવા કરી રહ્યા છે. આ જ વાત પછીથી લોકોએ સોશિયલ મીડિયા પર કહી હતી.
મતલબ આ લોકોને શરમ નામની વસ્તુ જ નથી. દેશના જાહેરાત બજેટ કરતા એક શહેરનું જાહેરાત બજેટ વધુ છે. અને રાજ્યમાં આવતા રોકાણ પાછળ થયેલા ખર્ચ પાછળ સેન્સ વગરની વાતો કરે છે.
— Nashik V 🇮🇳 (@Nashik_V09) January 10, 2024
કેજરીવાલે બનાવેલ 50 કરોડના બંગલા માટે તમે ફંડ આપેલ હતું ઉમેશભાઈ? https://t.co/nnQocHHVgB pic.twitter.com/FZJsgLCBDr
એટલું જ નહીં, લોકોએ એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું કે 20 વર્ષમાં આ સમિટથી ગુજરાતને કેટલો ફાયદો થયો છે. જેની સાથે તેમણે AAP નેતાની રાજ્યમાં લોકોને નોકરી ન મળતી હોવાની દલીલોનું ‘ફેક્ટચેક’ કરી નાખ્યું હતું.
એ અભણ થોડુ ઘણું વાંચતા આવડતું હોય તો આ વાંચ ૨૦૦૩ થી લઈને ૨૦૨૩ સુધી ૨૧ લાખ નોકરી આપી. pic.twitter.com/USQdwF3AuY
— Vishvajitsinh Bihola (@VishvajitB) January 10, 2024
લોકોએ કહ્યું કે, એક ધારાસભ્યે વિચારીને ટ્વિટ કરવું જોઈએ. તેમણે જે વાતો કહી છે તેવી વાત લોકો પાનના ગલ્લે બેસીને કરતા હોય છે.
મુખ્યમંત્રી ના દીકરા નાં લગન છે
— પ્રવિણ આહિર 🚱🚯📵🚭 (@makwananp1) January 10, 2024
કે તે ભોગવે?
વાયબ્રન્ટ સમિટ છેલ્લા 20 વર્સ થી ગુજરાત સરકાર દ્વારા થઈ છે જેનાથી આજે ગુજરાત
માં ખરબો રૃપિયા નું વિદેશી રોકાણ આવ્યું છે
થોડાક વિચાર પૂર્વક ટ્વીટ કરો
બોટાદ નાં હવે વિધાયક છો તમે
આવી વાતો પાન નાં ગલ્લે બેસવા વાળા
ડફોળ લોકો વાતો કરે
ઘણા વ્યક્તિઓએ એમ પણ કહ્યું કે, AAP નેતાએ સસ્તી પ્રસિદ્ધિ માટે આવું ન કરવું જોઈએ.
ખોટી સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કંઈ ના કરો
— darshak (@darshakdk) January 10, 2024
કોઈ જરૂર નથી આવું કંઈ કરવાની@narendramodi @AmitShah
આ પત્ર બદલ AAP ધારાસભ્યનું સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલિંગ પણ થયું.
besharmi ki sari had par karta ek akhand nihatmyati besharm aapiya.. ! 😂😂 https://t.co/Y0YRwVX2Xv
— Mukesh ❤️ (@azad_parinda__) January 10, 2024
આમ આદમી પાર્ટીના નેતાની દલીલોથી ઇતર હકીકત એ છે કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરાવ્યા બાદ ગુજરાતે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. રાજ્ય સતત વિકાસના પથ પર આગળ છે અને આર્થિક ક્ષેત્રે સતત મજબૂત બનતું જાય છે. ગુજરાત પરથી જ પ્રેરણા લઈને અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સમિટ શરૂ થઈ છે.