Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'તમામ મુસ્લિમ યુવાનોને જેલમાં નાખવામાં આવશે, UAPA કાળો કાયદો છે': ઓવૈસી, લાલુ...

    ‘તમામ મુસ્લિમ યુવાનોને જેલમાં નાખવામાં આવશે, UAPA કાળો કાયદો છે’: ઓવૈસી, લાલુ યાદવ, સપા અને કોંગ્રેસ નેતાઓ PFI પ્રતિબંધ પર કરી રહ્યા છે રુદન

    ઓવૈસીએ દાવો કર્યો કે જે રીતે ભારતની નિરંકુશ સરકાર ફાસીવાદ અપનાવી રહી છે, 'કાળા કાયદા' UAPA હેઠળ, ભારતના દરેક મુસ્લિમ યુવકની PFI પેમ્ફલેટ સાથે ધરપકડ કરવામાં આવશે.

    - Advertisement -

    જ્યાં એક તરફ દેશની જનતા મોદી સરકાર દ્વારા કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI પર પ્રતિબંધ લગાવવાથી ખુશ છે, તો બીજી તરફ વિપક્ષના નેતાઓ આમાં પણ રાજનીતિ જોઈ રહ્યા છે. આરજેડી સુપ્રીમો લાલુ યાદવ, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી અને કેરળ કોંગ્રેસના સાંસદ કોડીકુન્નીલ સુરેશે આ નિર્ણય વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. PFI પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સંગઠન 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક શાસન હેઠળનો દેશ બનાવવાના ષડયંત્ર પર કામ કરી રહ્યું હતું.

    ઓવૈસીએ મુસ્લિમોને ફરી ડરાવ્યાં

    હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેમણે હંમેશા PFIની પદ્ધતિઓનો વિરોધ કરતી વખતે લોકતાંત્રિક પ્રક્રિયામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ તેઓ સંગઠન પર પ્રતિબંધના નિર્ણયના સમર્થનમાં નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે થોડા લોકોના કુકર્મ માટે સમગ્ર સંસ્થા પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. તેમણે કહ્યું કે આ કડક પ્રતિબંધનો અર્થ એ છે કે દરેક મુસ્લિમ પર પ્રતિબંધ મૂકવો જે પોતાના મનની વાત કહેવા માંગે છે.

    ઓવૈસીએ દાવો કર્યો હતો કે જે રીતે ભારતની નિરંકુશ સરકાર ફાસીવાદ અપનાવી રહી છે, ‘કાળા કાયદા’ UAPA હેઠળ, ભારતના દરેક મુસ્લિમ યુવકની PFIના પેમ્ફલેટ સાથે ધરપકડ કરવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે ઘણા મુસ્લિમોને અદાલતો દ્વારા નિર્દોષ જાહેર કરતા પહેલા દાયકાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. તેમણે કહ્યું કે આપણે યાદ રાખવું જોઈએ કે આ કાયદો કોંગ્રેસે કડક બનાવ્યો હતો અને ભાજપ સરકારે તેને વધુ કડક બનાવ્યો હતો.

    - Advertisement -

    નિર્ણયથી લાલુ પણ ખુશ નથી, સપા પણ લાલઘૂમ

    બીજી તરફ 12મી વખત આરજેડીના અધ્યક્ષ બનેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. લાલુ યાદવે આરએસએસ પર હિન્દુ-મુસ્લિમ કરીને દેશ તોડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પીએફઆઈની જેમ તેના પર પણ પ્રતિબંધ લગાવવો જોઈએ.

    તેમણે દાવો કર્યો કે આરએસએસ પર અગાઉ બે વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે પીએફઆઈ કરતા પણ ખરાબ સંગઠન છે. તે જ સમયે, સપા સાંસદ શફીકુર રહેમાને પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

    કોંગ્રેસે RSS બેન કરવાનો રાગ આલાપ્યો

    જ્યારે કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ કહી રહ્યા છે કે પાર્ટી હંમેશા સાંપ્રદાયિક શક્તિઓની વિરુદ્ધ રહી છે, ત્યારે કેરળમાં પાર્ટીના સાંસદ કોડીકુન્નીલ સુરેશે કહ્યું કે ‘હિંદુ કોમવાદ’ને પ્રોત્સાહન આપવા માટે RSS પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    તેમણે કહ્યું કે આરએસએસ આખા દેશમાં ‘હિંદુ કોમવાદ’ ફેલાવી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે બહુમતી કોમવાદ આવશે તો લઘુમતી કોમવાદ પણ આવશે.

    આમ દેશભરમાં વિપક્ષના નેતાઓ એવા નિવેદનો આપી રહ્યા હતા જાણે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી તેમના પેટમાં તેલ રેડાયું હોય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં