Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ'I.N.D.I. એલાયન્સ સારી સ્થિતિમાં નથી': ઓમર અબ્દુલ્લા કહે છે- ગઠબંધન આંતરિક લડાઈઓથી...

    ‘I.N.D.I. એલાયન્સ સારી સ્થિતિમાં નથી’: ઓમર અબ્દુલ્લા કહે છે- ગઠબંધન આંતરિક લડાઈઓથી નબળું પડી રહ્યું છે; જાણો વિગતો

    ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એકમે SP ચીફને તેમના પોતાના ઘર પર 'અજય રાયને CM તરીકે' અને 'PM તરીકે રાહુલ ગાંધી' દર્શાવતા પોસ્ટરો લગાવીને પડકાર્યા હતા. તો માત્ર ત્રણ દિવસ પહેલા જ SPએ ઉત્તર પ્રદેશના લખનૌમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને ભારતના ભાવિ વડા પ્રધાન તરીકે દર્શાવતા પોસ્ટરો લગાવ્યા હતા.

    - Advertisement -

    30મી ઑક્ટોબર (સોમવાર)ના રોજ, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આંતરિક ઝઘડાઓ અને I.N.D.I એલાયન્સના ભાગીદારો કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચેના જાહેર અણબનાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આંતરિક લડાઈઓને ‘દુર્ભાગ્યપૂર્ણ’ પરિસ્થિતિ ગણાવીને ભારપૂર્વક જણાવ્યું કે I.N.D.I. ગઠબંધન સારી સ્થિતિમાં નથી.

    તેમણે કહ્યું, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે I.N.D.I. ગઠબંધનની સ્થિતિ અત્યારે મજબૂત નથી. કેટલીક આંતરિક લડાઈઓ છે જે ન હોવી જોઈએ, ખાસ કરીને ચારથી પાંચ રાજ્યોમાં જ્યાં ચૂંટણી છે.”

    તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિવેદનોને ટાંક્યા હતા જેમાં એક ગઠબંધનનો ભાગ હોવા છતાય બંને પક્ષોએ ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણી લડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ I.N.D.I. ગઠબંધન માટે સારું નથી. જો કે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે એકવાર રાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ જાય પછી તેઓ તેમના મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કરશે અને સાથે મળીને કામ કરશે.

    - Advertisement -

    ઓમર અબ્દુલ્લાએ ઉમેર્યું, “જે રીતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ સામે આવી અને બંનેએ કહ્યું કે તેઓ યુપીની તમામ બેઠકો પર ચૂંટણી લડશે, તે I.N.D.I. ગઠબંધન માટે સારું નથી. કદાચ અમે રાજ્યની ચૂંટણી પછી ફરી મળીશું. અમે સાથે બેસીને કામ કરવાનો પ્રયત્ન કરીશું.”

    I.N.D.I. ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં લડાઈ

    તાજેતરમાં, I.N.D.I. ગઠબંધન ભાગીદારો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) મધ્યપ્રદેશમાં આવતા મહિને યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પર લડી રહ્યાં છે. અખિલેશ યાદવે કોંગ્રેસ પર ‘વિશ્વાસઘાત’નો આરોપ લગાવ્યો અને મધ્યપ્રદેશમાં 33 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. બદલો લેવા માટે, કોંગ્રેસના નેતાઓ અને યુપી કોંગ્રેસના પ્રમુખ અજય રાય અને પૂર્વ સાંસદ સીએમ કમલનાથે સપા પક્ષના વડા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

    વધુમાં, યાદવે રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરી માટે પૂછવા માટે કોંગ્રેસ પર પ્રહારો પણ શરૂ કર્યા અને ભારપૂર્વક જણાવ્યું કે તે માત્ર રાજકીય લાભ માટે આવી વાત કરવામાં આવી રહી છે. હરદોઈમાં લોક જાગરણ અભિયાન કાર્યક્રમમાં ભાગ લેતી વખતે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે એક ‘ચમત્કાર’ છે કે કોંગ્રેસ ‘હવે’ જાતિની વસ્તી ગણતરી માટે પૂછે છે.

    તેના ભાગરૂપે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એકમે SP ચીફને તેમના પોતાના ઘર પર ‘અજય રાયને CM તરીકે’ અને ‘PM તરીકે રાહુલ ગાંધી’ દર્શાવતા પોસ્ટરો લગાવીને પડકાર્યા હતા. તેને જેવા સાથે તેવા તરીકે જોવામાં આવ્યું હતું કારણ કે માત્ર ત્રણ દિવસ પહેલા જ SPએ ઉત્તર પ્રદેશના લખનૌમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને ભારતના ભાવિ વડા પ્રધાન તરીકે દર્શાવતા પોસ્ટરો લગાવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં