Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણલલન સિંહનું પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું, બિહાર CM નીતીશ કુમારે ફરી સંભાળી...

    લલન સિંહનું પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું, બિહાર CM નીતીશ કુમારે ફરી સંભાળી કમાન: લોકસભા ચૂંટણી પહેલાં JDUમાં ફેરબદલ, ચર્ચાઓ-અટકળોએ જોર પકડ્યું

    નીતીશ કુમાર અત્યાર સુધી પાર્ટીની કમાન પોતાના વિશ્વાસપાત્ર સાથીઓને આપીને સ્વયં સત્તા ચલાવતા રહ્યા છે. તેઓ એક દાયકાથી વધુ સમયથી બિહારના મુખ્યમંત્રી છે. પરંતુ તાજેતરમાં પાર્ટીમાં ચાલતી ખેંચતાણ અને અન્ય સમસ્યાઓને જોતાં હવે તેમણે સ્વયં પાર્ટીની કમાન પોતાના હાથમાં લઇ લીધી છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના થોડા જ મહિનાઓ બાકી છે ત્યારે જનતા દળ (યુનાઇટેડ)માં મોત ફેરફારો કરવામાં આવ્યા છે. શુક્રવારે (29 ડિસેમ્બર) પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી, જેમાં પાર્ટી અધ્યક્ષ લલન સિંહે રાજીનામું ધરી દીધું હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિહાર CM નીતીશ કુમાર હવે JDUના નવા અધ્યક્ષ બનશે. 

    રિપોર્ટ અનુસાર, બેઠકમાં પોતાના સંબોધનમાં લલન સિંહે કહ્યું કે તેઓ આગામી ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા માટે ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેમણે જ પાર્ટી અધ્યક્ષ તરીકે નીતીશ કુમારના નામની ભલામણ કરી હતી. ત્યારબાદ સર્વાનુમતે નીતીશને JDU અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. 

    JDU જનરલ સેક્રેટરી રામ કુમાર શર્માએ પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, લલન સિંહે પહેલાં તેમના રાજીનામાને લઈને પ્રસ્તાવ મૂક્યો હતો, જે સ્વીકારી લેવામાં આવ્યો. ત્યારબાદ નીતીશ કુમારને આગામી અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ પણ પસાર કરી દેવામાં આવ્યો. જોકે, પાર્ટી તરફથી આધિકારિક રીતે આ બાબતની જાહેરાત થાય તેની રાહ જોવામાં આવી રહી છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે JDUના અધ્યક્ષ બદલાઇ શકે છે અને લલન સિંઘની જગ્યાએ નીતીશ કુમાર પાર્ટીના પ્રમુખ બની શકે છે. જોકે, વચ્ચે પાર્ટીના નેતાઓ આ વાતોને નકારતા રહ્યા પરંતુ હવે આ વાત સત્ય સાબિત થઈ છે. લલન સિંહ ઉર્ફે રાજીવ રંજન સિંહ નીતીશ કુમારના જૂના અને વિશ્વાસપાત્ર સાથી છે. 2021માં તેઓ JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. તે પહેલાં તેઓ પાર્ટીના બિહાર યુનિટના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

    નીતીશ કુમાર અત્યાર સુધી પાર્ટીની કમાન પોતાના વિશ્વાસપાત્ર સાથીઓને આપીને સ્વયં સત્તા ચલાવતા રહ્યા છે. તેઓ એક દાયકાથી વધુ સમયથી બિહારના મુખ્યમંત્રી છે. પરંતુ તાજેતરમાં પાર્ટીમાં ચાલતી ખેંચતાણ અને અન્ય સમસ્યાઓને જોતાં હવે તેમણે સ્વયં પાર્ટીની કમાન પોતાના હાથમાં લઇ લીધી છે. હવેથી તેઓ બિહારના સીએમ સાથે જેડીયુ ચીફ પણ હશે. 

    પાર્ટીની કમાન નીતીશ કુમારના હાથમાં આવવાથી હવે તેઓ સીધી રીતે INDI ગઠબંધનની સાથે પાર્ટીઓ સાથે સીટ શેરિંગથી માંડીને અન્ય બાબતોને લઈને ચર્ચા કરશે. જોકે, આમ તો ભાજપ સામે એક ગઠબંધન બનાવવાનો વિચાર તેમનો જ હતો અને શરૂઆતમાં આગેવાની પણ તેમણે જ લીધી હતી પરંતુ પછીથી તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા. આ સંજોગોમાં તેઓ ફરીથી NDAમાં સામેલ થાય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જોકે, ભાજપ નેતાઓ અવારનવાર સ્પષ્ટ કરતા રહ્યા છે કે હવે નીતીશ કુમાર માટે NDAના દરવાજા હંમેશને માટે બંધ થઈ ગયા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં