Wednesday, April 24, 2024
More
    હોમપેજરાજકારણકેજરીવાલ પાસે માફી મંગાવનાર નીતિન ગડકરીએ એડિટેડ વિડીયો ફેરવવા બદલ આપ નેતા...

    કેજરીવાલ પાસે માફી મંગાવનાર નીતિન ગડકરીએ એડિટેડ વિડીયો ફેરવવા બદલ આપ નેતા સંજય સિંઘને કાયદાકીય કાર્યવાહીની આપી ચેતવણી

    ગડકરી ડૉ. જ્ઞાનેશ્વર એમ મુલયે લિખિત પુસ્તક 'નૌકારસ્યાહી કે રંગ'ના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા. 90ના દાયકા દરમિયાન મહારાષ્ટ્રમાં મંત્રી તરીકેનો તેમનો અનુભવ શેર કરતી વખતે, તેમણે કહ્યું, "મને યાદ છે કે લગભગ 2,500 બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામ્યા હતા. તે સમગ્ર વિશ્વમાં હેડલાઈન્સ બની હતી."

    - Advertisement -

    25 ઓગસ્ટના રોજ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મુખ્ય પ્રવાહના મીડિયા, સોશિયલ મીડિયા અને ખાસ કરીને કેટલીક વ્યક્તિઓને તેમના નિવેદનોને સંદર્ભની બહાર પ્રકાશિત ન કરવા ચેતવણી આપતા નિવેદન બહાર પાડ્યું હતું. ટ્વીટ્સની શ્રેણીમાં, કેન્દ્રીય મંત્રીએ ધ્યાન દોર્યું કે તેમની વિરુદ્ધ નાપાક અને બનાવટી અભિયાન ચલાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આપ નેતા સંજય સિંહને કાયદાકીય કાર્યવાહી માટે ચેતવણી આપી છે.

    તેમણે ઉમેર્યું હતું કે આનાથી તેમને અસર થતી નથી પરંતુ જો આવા પ્રયાસો ચાલુ રહેશે, તો તેઓ ‘પોતાની સરકાર, પક્ષ અને પોતાના લાખો મહેનતુ કાર્યકર્તાઓના બહોળા હિતમાં’ કાનૂની પગલાં લેશે. આમ કહીને તેમણે આડકતરી રીતે સંજય સિંહને કાયદાકીય કાર્યવાહી માટે ચેતવણી આપી હતી.

    તેમણે કહ્યું કે, “આજે ફરી એકવાર, મુખ્ય પ્રવાહના મીડિયા, સોશિયલ મીડિયાના કેટલાક વર્ગો અને ખાસ કરીને કેટલાક લોકો દ્વારા જાહેર કાર્યક્રમોમાં મારા નિવેદનોને તોડી મરોડીને રજુ કરીને મારા નામે રાજકીય લાભ મેળવવા માટે મારી વિરુદ્ધ નાપાક અને બનાવટી અભિયાન ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”

    - Advertisement -

    તેમણે ઉમેર્યું, “જો કે હું નકામા તત્વોના આવા દૂષિત એજન્ડાઓથી ક્યારેય પરેશાન થયો નથી, પરંતુ તમામ સંબંધિતોને આથી ચેતવણી આપવામાં આવે છે કે જો આવા તોફાન ચાલુ રહેશે, તો હું અમારી સરકાર અને અમારા પક્ષના લાખો મહેનતુ કાર્યકર્તાઓના વ્યાપક હિતમાં તેમને કાયદામાં લઈ જવામાં અચકાઈશ નહીં. તેથી, મેં ખરેખર જે કહ્યું તેની લિંક શેર કરી રહ્યો છું.”

    કેન્દ્રીય મંત્રીની આ પ્રતિક્રિયા આમ આદમી પાર્ટીના સંજય સિંહ સહિતના ઘણા નેતાઓ, મીડિયા હાઉસ અને નેટીઝન્સ દ્વારા તેમના મોર્ફ કરેલા વિડિયોને સાર્વજનિક કરવામાં આવ્યા પછી આવી હતી, જેમાં ગડકરી કદાચ ભારતીય જનતા પાર્ટી છોડી શકે છે તેવા કેપ્શન સાથે એક વીડિયો પ્રકાશિત કર્યો હતો. એડિટેડ વિડિયોની શરૂઆત ગડકરીના એ કહેવાથી થઈ હતી, “શું થાય છે તેનાથી કોઈ ફરક પડતો નથી. હું મારી પોસ્ટ ગુમાવી દઉં તો પણ વાંધો નહીં આવે. હું કોઈ રાજકીય વ્યક્તિ નથી.” બાકીના વિડિયો માટે, તેણે તેની નમ્ર મધ્યમ-વર્ગની પૃષ્ઠભૂમિ વિશે વાત કરી છે.

    કેન્દ્રીય મંત્રી ગડકરી દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોની તપાસ કરવા પર, OpIndiaને જાણવા મળ્યું કે એડિટેડ વિડિયોમાં સાતત્યમાં નિવેદન પણ નથી. તે વિડિયોના બે જુદા જુદા ભાગોમાંથી ટાંકવામાં આવ્યો હતો, અને મંત્રીએ જે કહ્યું તેના સંદર્ભને તેમના પક્ષ સાથેના જોડાણ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તે જે કામ કરી રહ્યા છે અને તેમના વિભાગ વિશે છે.

    મંત્રીએ તેમના નિવેદનને ભ્રામક રીતે કેવી રીતે રજૂ કરવામાં આવ્યું તે બતાવવા માટે એક વિડિઓ સરખામણી શેર કરી હતી.

    ગડકરી ડૉ. જ્ઞાનેશ્વર એમ મુલયે લિખિત પુસ્તક ‘નૌકારસ્યાહી કે રંગ’ના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા. 90ના દાયકામાં મહારાષ્ટ્રમાં મંત્રી તરીકેનો તેમનો અનુભવ શેર કરતી વખતે, તેમણે કહ્યું, “મને યાદ છે કે લગભગ 2,500 બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામ્યા હતા. તેણે વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવી. ત્યારપછીના સીએમ મનોહર જોશીએ મને કહ્યું હતું કે વસ્તુઓ આવી રીતે ચાલી શકે નહીં. આટલા ગામડાંઓમાં રસ્તાઓ પણ નથી.”

    આ વિસ્તાર જંગલ વિસ્તાર હેઠળ આવ્યો. ગામડાઓને શહેરો સાથે જોડવા માટેનું કામ પૂર્ણ કરવામાં અને રસ્તાઓ બનાવવામાં ઘણા અવરોધો હતા. માળખાકીય સુવિધાના અભાવે સરકારી સહાય ગામડાઓ સુધી પહોંચી શકી નથી. ખેડૂતો તેમની ઉપજ બજારમાં લાવવામાં અસમર્થ હતા, અને બાળકોને શાળાએ જવા માટે કોઈ રસ્તો ન હતો.

    ગડકરીએ કહ્યું કે તેમણે 450 ગામોને જરૂરી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી લીધી છે. તેમણે મંત્રીઓ અને અધિકારીઓને કહ્યું, “હું આ કામ કરીશ. જો તમે ઈચ્છો તો તમે મારી સાથે ઊભા રહી શકો છો, નહીં તો શું થાય છે તે જોઈશું. જો હું મારી પોસ્ટ ગુમાવી બેઠો તો મને વાંધો નથી.” આ નિવેદન વિડિઓમાં 9:27 ટાઈમસ્ટેમ્પ પર છે.

    વધુમાં, તેમણે તેમના વક્તવ્ય દરમિયાન, કેવી રીતે અનુભવ જીવનમાં ઘણું શીખવે છે તે વિશે વાત કરી. તેણે કહ્યું, “હું ઘણીવાર કહું છું કે, હું સામાન્ય માણસ છું. હું એવા લોકોમાંનો એક છું જેમને ફૂટપાથ પર ખાવાનું, ત્રીજા વર્ગમાં ફિલ્મો જોવી અને બેકસ્ટેજ પરથી નાટકો જોવું ગમે છે.” વિડિયોમાં નિવેદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ગડકરીના ભાજપ સાથેના જોડાણ સાથે તેને કોઈ લેવાદેવા નથી, પરંતુ તેઓ સામાન્ય રીતે જીવનના અનુભવો વિશે વાત કરી રહ્યા હતા. આ નિવેદન વિડિઓમાં 19:10 ટાઇમસ્ટેમ્પ પર છે.

    તે સ્પષ્ટ છે કે ભ્રામક કેપ્શન સાથે પ્રસારિત કરવામાં આવેલ વિડિયોને વ્યાપક રીતે એડિટ કરવામાં આવ્યો છે, અને નિવેદનોને સંદર્ભની બહાર લેવામાં આવ્યા છે જેથી તે મંત્રી દ્વારા ભાજપ વિરોધી નિવેદન જેવું લાગે. AAP નેતા સંજય સિંહ અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા દાવાઓ કે નીતિન ગડકરી ભાજપ છોડી શકે છે તેના માટે ગડકરીએ સંજય સિંહને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે નીતિન ગડકરીની માફી માંગેલ છે.

    OpIndiaએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં