Thursday, July 18, 2024
More
  હોમપેજરાજકારણમીડિયા જેને RSSની ક્રિસમસ પાર્ટી કહી રહ્યું છે, સંઘને 25 ડિસેમ્બરના તે...

  મીડિયા જેને RSSની ક્રિસમસ પાર્ટી કહી રહ્યું છે, સંઘને 25 ડિસેમ્બરના તે કાર્યક્રમની જાણ પણ નથી: કાર્યક્રમ કાશ્મીરથી કેરળ સુધી આયોજિત થવાના દાવાને સંઘનો રદિયો

  OpIndia સાથેની વાતચીતમાં સંઘના મીડિયા વિભાગના અખિલ ભારતીય પ્રચારના વડા સુનીલ આંબેકરે કહ્યું કે આ મીડિયા અહેવાલોમાં કોઈ સત્યતા નથી. તેમણે એમ પણ કહ્યું કે આવા દાવા પર તેમણે દેશના એક અગ્રણી દૈનિક સાથે વાત કરી અને આ અહેવાલને સંપૂર્ણપણે રદિયો આપ્યો છે.

  - Advertisement -

  ભારત સહિત દુનિયાભરમાં ખ્રિસ્તી સમુદાય નાતાલના તહેવારની ઉજવણી કરી રહ્યો છે. દરમિયાન, મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રથમ વખત સમગ્ર દેશમાં ખ્રિસ્તીઓ માટે ક્રિસમસનું આયોજન કરી રહ્યું છે અને આ પ્રસંગે 25 ડિસેમ્બર 2022ના રોજ ઉજવણીનું આયોજન કરવાનું છે. જોકે, સંઘે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે.

  મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સંઘની એક ઘટક સંસ્થા રાષ્ટ્રિય ઈસાઈ મંચ (RIM) જમ્મુ-કાશ્મીરથી લઈને કેરળ સુધી ક્રિસમસ ઉજવણીનું આયોજન કરી રહી છે. દેશના મહત્વના ચર્ચના વડાઓ પણ આ ક્રિસમસ ભોજન સમારંભમાં હાજરી આપવાના છે. તે જ સમયે, સંઘના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમાર પણ આ કાર્યક્રમમાં સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  OpIndia સાથે વાત કરતા, મનમોહન વૈદ્ય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ કાર્યવાહે, આવા કોઈપણ આયોજનનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. મીડિયાના અહેવાલોને નકારી કાઢતા તેમણે કહ્યું કે આવા કોઈ કાર્યક્રમનું આયોજન કરવાની કોઈ યોજના નથી. જે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે તેને સંઘ સાથે કોઈ લેવાદેવા નથી.

  - Advertisement -

  આટલું જ નહીં, તેમણે રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચ સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો, જેને મીડિયામાં સંઘની સંસ્થા તરીકે વર્ણવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે તો તેને સંઘ સાથે જોડવું જોઈએ નહીં.

  નોંધનીય છે કે દેશનું મુખ્ય પ્રવાહનું મીડિયા સતત કહી રહ્યું છે કે સંઘે પોતાનો અંદાજ બદલવા અને સમાજના દરેક વર્ગમાં પોતાની સ્વીકૃતિ વધારવા માટે આ પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સંઘ દ્વારા ખ્રિસ્તી સમુદાયને ભાજપ સાથે જોડવા માટે આ પહેલ કરવામાં આવી છે.

  દૈનિક ભાસ્કર ન્યૂઝ રિપોર્ચ સ્ક્રીનસોટ

  કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, “RSSએ ચર્ચના વડાઓને વોટ બેંકની રાજનીતિનો ભાગ ન બનવાનું કહ્યું છે.” વધુમાં, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી ચર્ચના વડાઓને આમંત્રણ આપી રહ્યું છે, જ્યાં ભૂતકાળમાં પાદરીઓ, ચર્ચો અને કેટલીક ખ્રિસ્તી સંસ્થાઓ પર હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. અહેવાલોએ તો ત્યાં સુધી જૂઠ ફેલાવ્યું છે RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમાર પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.

  OpIndia સાથેની વાતચીતમાં સંઘના મીડિયા વિભાગના અખિલ ભારતીય પ્રચારના વડા સુનીલ આંબેકરે કહ્યું કે આ મીડિયા અહેવાલોમાં કોઈ સત્યતા નથી. તેમણે એમ પણ કહ્યું કે આવા દાવા પર તેમણે દેશના એક અગ્રણી દૈનિક સાથે વાત કરી અને આ અહેવાલને સંપૂર્ણપણે રદિયો આપ્યો છે.

  જનસત્તા ન્યૂઝ રિપોર્ટ સ્ક્રીનશોટ

  નોંધનીય છે કે કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી જોન બાર્લા મેઘાલય હાઉસમાં ક્રિસમસ ડિનરનું આયોજન કરી રહ્યા હોવાનું કહેવાય છે. ભાજપ સરકારના શાસનમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત થયું છે.

  સંઘે સ્પષ્ટ કર્યું છે કે તેઓએ પોતાની વિચારધારા છોડી નથી. જો કે, સંઘના ભોજન સમારંભના સમાચારને લઈને રાજકારણ પણ થવા લાગ્યું હતું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ અંગે સંઘને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

  મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ વાત તે મીડિયા રિપોર્ટ્સના આધારે કહી છે, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ક્રિસમસને રાષ્ટ્રીય સ્તરે ઉજવવાના આયોજનની કરવાની વાત કરી છે. જોકે, સંઘ દ્વારા આ પ્રકારની ભ્રમણા અને અટકળોને નકારી કાઢાઈ છે અને કહ્યું છે કે આવી ઉજવણીમાં તેની કોઈ ભૂમિકા કે જોડાણ નથી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં