Monday, October 14, 2024
More
    હોમપેજરાજકારણTMC સાંસદ દ્વારા ઉપરાષ્ટ્રપતિના અપમાન મામલે મમતા બેનર્જીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું, કહ્યું-...

    TMC સાંસદ દ્વારા ઉપરાષ્ટ્રપતિના અપમાન મામલે મમતા બેનર્જીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું, કહ્યું- રાહુલ ગાંધીએ વિડીયો ન ઉતાર્યો હોત તો કોઈને ખબર પણ ન પડી હોત

    ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરવા મામલે શું કહો છો?, ત્યારે મમતા બેનર્જીએ કહ્યું કે, "શા માટે તમે આવી રીતે વાત કરો? અમે તો રિસ્પેક્ટ કરીએ છીએ સૌની. આ ડિસરિસ્પેક્ટ જેવી કોઈ વાત નથી હોતી. તમને તો ખબર પણ ના પડત જો રાહુલ ગાંધીએ વિડીયો ના બનાવ્યો હોત."

    - Advertisement -

    રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મજાક ઉડાવવાનો મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિની નકલ કરી મજાક ઉડાવી હતી. જે બાદથી રાજકારણ ગરમાયું છે. તેવામાં હવે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને આ વિશે પૂછવામાં આવતાં તેમણે પહેલાં ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને પછી કહ્યું હતું કે જો રાહુલ ગાંધીએ વિડીયો ન બનાવ્યો હોત તો કોઇને ખબર પણ ન પડી હોત.

    બુધવારે (20 ડિસેમ્બર) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિના અપમાન મામલે આડકતરી રીતે રાહુલ ગાંધીને દોષ આપ્યો છે. પત્રકારોએ તેમને ઉપરાષ્ટ્રપતિના અપમાન મામલે પૂછતાં તેમણે આ વિષયે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેમણે પત્રકારોને કહ્યું કે, જો રાહુલ ગાંધીએ વિડીયો રેકોર્ડ ના કર્યો હોત તો તમને ખબર પણ ના પડત.

    પત્રકારોએ જ્યારે પૂછ્યું કે, ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરવા મામલે શું કહો છો?, ત્યારે મમતા બેનર્જીએ કહ્યું કે, “શા માટે તમે આવી રીતે વાત કરો? અમે તો રિસ્પેક્ટ કરીએ છીએ સૌની. આ ડિસરિસ્પેક્ટ જેવી કોઈ વાત નથી હોતી. તમને તો ખબર પણ ના પડત જો રાહુલ ગાંધીએ વિડીયો ના બનાવ્યો હોત.” જે બાદ એક પત્રકાર કહે છે કે, એનો અર્થ એ કે તમે સમર્થન કરો છો. જે બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, “બંગાળને છોડીને બીજી કોઈ વાતમાં હું ટિપ્પણી નહીં કરું. મારે જે કહેવાનું હતું તે મે કહી દીધું, પ્લીઝ તમે લોકો સારા રહો, નવા વર્ષ માટે તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ છે અને મેરી ક્રિસમસ.”

    - Advertisement -

    આ અંગે જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ ગોળગોળ જવાબો જ આપ્યા હતા. તેમણે કહ્યું, “ત્યાં સાંસદો બેઠા હતા. મેં તેમનો વિડીયો શૂટ કર્યો. વિડીયો મારા ફોનમાં છે. મીડિયા કહે છે, મીડિયા બતાવે છે, મોદીજી કહે છે. બીજું કશું થયું જ નથી. ત્યાં અમારા ૧૫૦ સાંસદોને બહાર ફેંકી દીધા. તે વિશે મીડિયામાં કોઇ ચર્ચા ચાલી નથી રહી. અદાણીજી પર ચર્ચા નથી થઈ રહી, રાફેલ અને બેરોજગારી પર ચર્ચા નથી થઈ રહી. અમારા સાંસદો ત્યાં બહાર બેઠા છે, તેની ઉપર તો ચર્ચા કરો. પત્રકારોને સંબોધીને કહ્યું, થોડા તો સમાચાર બતાવી દો. તમે એક જ લાઇન પર ચાલશો તો શું કરીશું.

    TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિનું કર્યું હતું અપમાન

    નોંધનીય છે કે મંગળવારે (18 ડિસેમ્બર), તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જી સંસદ પરિસરમાં સસ્પેન્ડ થયેલા વિપક્ષી સાંસદો સાથે વિરોધ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિની નકલ કરી મજાક ઉડાવી રહ્યા હતા. વિપક્ષી સાંસદો મૂકબધિર થઈને આ જોઈ રહ્યા હતા અને કલ્યાણ બેનર્જીની આ હરકતો પર હસી રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ત્યાં હાજર હતા. રાહુલ ગાંધી મોબાઈલમાં કલ્યાણ બેનર્જીનો વિડીયો બનાવી રહ્યા હતા. તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં