Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘સરકાર, અદાણી, ભ&વા, ક*આ’: બરખાસ્ત થયા બાદ મહુઆ મોઈત્રાએ 3 મિનીટ સુધી...

    ‘સરકાર, અદાણી, ભ&વા, ક*આ’: બરખાસ્ત થયા બાદ મહુઆ મોઈત્રાએ 3 મિનીટ સુધી મોટેમોટેથી બોલીને સમજાવ્યું કે મોદી સરકાર તેમને ચૂપ કરવા માંગે છે!

    મહુઆ મોઈત્રાએ વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કર્યો અને કહ્યું કે ભાજપ અદાણીના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે એટલે તેમને લોકસભામાંથી કાઢી મૂકાયાં. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તેમને બરતરફ કરવામાં પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને સરકાર અદાણીનાં કથિત કૌભાંડો પર ધ્યાન આપતી નથી.

    - Advertisement -

    ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાના કેસમાં આખરે TMC નેતા મહુઆ મોઈત્રાએ સાંસદ પદ ગુમાવવાનો વારો આવ્યો છે. શુક્રવારે (8 ડિસેમ્બર) લોકસભામાં એથિક્સ કમિટીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેની ઉપર 1 કલાક ચર્ચા ચાલ્યા બાદ મતદાન માટે મૂકવામાં આવ્યો, જેને બહુમતી સાંસદોએ સ્વીકાર્યો હતો. પછીથી સરકારે મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરતરફ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો, જેને પણ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો હતો. જેની સાથે જ મહુઆ મોઈત્રાને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. 

    લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટ પર ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ માંગ કરી હતી કે મહુઆ મોઇત્રાને પણ બોલવા દેવામાં આવે, પરંતુ સ્પીકરે તેને ફગાવી દીધી હતી. સ્પીકરે કારણ આપતાં કહ્યું કે, જે સાંસદો વિરુદ્ધ આરોપો લાગ્યા હોય તેમને કમિટી સમક્ષ પોતાનો પક્ષ મૂકવાનો પૂરતો સમય આપવામાં આવે છે અને ભૂતકાળના સ્પીકરોએ પણ આ જ વાત કહી હતી, જેથી તેઓ પરંપરા અનુસાર જ ચાલશે. 

    બરતરફ થયા બાદ બહાર આવીને મહુઆ મોઈત્રાએ મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ભાજપ અને અદાણીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ કહે છે, “ક્યાંય કોઇ પણ પ્રકારે રોકડા પૈસા કે ભેટના પુરાવાઓ મળ્યા નથી. બરખાસ્ત કરવાની ભલામણ માત્ર એ આધાર પર કરવામાં આવી હતી કે મેં મારા લોકોસભા લૉગિન પોર્ટલના આઇડી-પાસવર્ડ શૅર કર્યા હતા. પણ આ લૉગિનના શેરિંગને નિયંત્રિત કરવાનો કોઇ નિયમ નથી.” 

    - Advertisement -

    આ દરમિયાન મહુઆ મોઈત્રાએ વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કર્યો અને કહ્યું કે ભાજપ અદાણીના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે એટલે તેમને લોકસભામાંથી કાઢી મૂકાયાં. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તેમને બરતરફ કરવામાં પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને સરકાર અદાણીનાં કથિત કૌભાંડો પર ધ્યાન આપતી નથી. સાથે એમ પણ કહ્યું કે, સરકાર કાલે ઉઠીને તેમના ઘરે CBI પણ મોકલી શકે છે. 

    આગળ તેઓ મુસ્લિમોનો મુદ્દો લઇ આવ્યાં. દાનિશ અલીનું નામ લઈને કહ્યું કે, 20 કરોડ મુસ્લિમોમાંથી સંસદમાં માત્ર 26 સાંસદો છે અને તેમાંથી દાનિશ એક છે. ભાજપના 303 સાંસદો છે પણ તેમાંથી એક પણ મુસ્લિમ નથી. આગળ ભાજપ સાંસદ રમેશ બિધૂડીનું નામ લઈને તેમણે કહ્યું કે, તેમણે દાનિશ અલીને ભ#વા, અને ક%@ જેવા શબ્દો કહ્યા હતા, પણ કોઇ કાર્યવાહી ન કરવામાં આવી.

    આગળ મહુઆ કહે છે કે, હું 49 વર્ષની છું અને હજુ 30 વર્ષ સુધી ભાજપ સાથે સંસદની અંદર, બહાર, રસ્તા પર અને ગટરમાં પણ લડતી રહીશ. આગળ ભાજપનો અંત કરવાની વાત કરતાં તેઓ કહે છે કે, તમે કઈ રીતે વિચારો છો કે તમે અમારી ઉપર શાસન કરશો. 

    મહુઆ મોઈત્રાએ બોલતાં-બોલતાં એવો પણ દાવો કરી નાખ્યો કે એથિક્સ કમિટીને તેમને બરખાસ્ત કરવાની કોઈ સત્તા નથી. તેમણે પ્રક્રિયાનોનું ઉલ્લંઘન કર્યું છે. ફરી તેમણે કહ્યું કે, આ ભાજપ સરકારના અંતનો આરંભ છે. આ દરમિયાન સોનિયા ગાંધી સહિતના વિપક્ષી સાંસદો મહુઆ મોઈત્રા સાથે જોવા મળ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં