Tuesday, April 23, 2024
More
    હોમપેજરાજકારણઘાસચારા કૌભાંડ કરતા પણ વિશાળ ‘નોકરી સામે જમીન’ કૌભાંડના 1000થી વધુ કેસ...

    ઘાસચારા કૌભાંડ કરતા પણ વિશાળ ‘નોકરી સામે જમીન’ કૌભાંડના 1000થી વધુ કેસ હોવાનો દાવો: બિહારમાં CBIના દરોડાઓની રમઝટ, લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી

    લાલુ પ્રસાદના પરિવારે પટનામાં 1,05,292 ચોરસ ફૂટની જમીન માટે વેચાણકર્તાઓને રોકડમાં ચૂકવણી કરી હતી. આ જમીનો કથિત રીતે નોકરી શોધનારાઓના પરિવારોની છે અને રેલવેમાં ગ્રુપ-ડીની નોકરીના બદલામાં ટ્રાન્સફર અથવા ખરીદવામાં આવી હતી.

    - Advertisement -

    RJD સાથે જોડાયેલા બહુવિધ નેતાઓ પર દરોડા સાથે બુધવારે બિહાર નોકરી માટે જમીન કૌભાંડ વિવાદનો ઘટસ્ફોટ થયો હોવાથી, સનસનાટીભર્યા ખુલાસાઓ થઇ રહ્યા છે. જમીન સંબંધિત એક્સેસ ગિફ્ટ ડીડમાં, લાભાર્થી તરીકે લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીની સહીઓ છે. તેમજ તેમના સાથીદાર ભોલા યાદવે સાક્ષી તરીકે સહી કરી છે.

    ડીડ દર્શાવે છે કે હવે ધરપકડ કરાયેલા ભોલા યાદવ જેવા લોકોને આ યોજનામાં કેવી રીતે મદદ કરવામાં આવી છે, જેના ભાગ રૂપે રેલવેમાં નિમણૂક પામેલા કેટલાક લોકોએ કથિત રીતે લાલુ યાદવ પરિવારને જમીન ભેટમાં આપી હતી જ્યારે આરજેડી સુપ્રીમો યુપીએ સરકારમાં રેલવે પ્રધાન હતા. જમીનના એ ટુકડાની કિંમત કથિત અંદાજિત રૂ. 4.4 કરોડ આંકવામાં આવી છે.

    તપાસ એજન્સી આરજેડી નેતા સાથે સંબંધિત વિવિધ સ્થળો પર દરોડા પાડી રહી છે કારણ કે તે લાલુ યાદવના સમયના યુપીએ-1 સરકારના રેલ્વે મંત્રી તરીકેના કથિત નોકરી માટે જમીન કૌભાંડ વિવાદની તપાસ કરી રહી છે. હાલમાં આરજેડી સાંસદ અશફાક કરીમ, રાજ્યસભા સાંસદ ફૈયાઝ અહમદ, આરજેડી એમએલસી સુનિલ સિંહ, ભૂતપૂર્વ એમએલસી સુબોધ રાય અને આરજેડીના ભૂતપૂર્વ ધારાસભ્ય અબુ દોજાનાના ઘરો પર દરોડા પાડ્યા હતા. એજન્સીએ એક સાથે 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

    - Advertisement -

    18 મે, 2022ના રોજ, CBIએ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ આ કેસમાં અન્ય 12 લોકોના નામ પણ લીધા હતા જેમને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરના રેલવે ઝોનમાં નોકરી આપવામાં આવી હતી. સીબીઆઈના સોર્સ મુજબ નોકરી સામે જમીન કૌભાંડ અંતર્ગત 1000 થી વધુ કેસ હોવાની આશંકા છે.

    લાલુ પ્રસાદના પરિવારે પટનામાં 1,05,292 ચોરસ ફૂટની જમીન માટે વેચાણકર્તાઓને રોકડમાં ચૂકવણી કરી હતી. આ જમીનો કથિત રીતે નોકરી શોધનારાઓના પરિવારોની છે અને રેલવેમાં ગ્રુપ-ડીની નોકરીના બદલામાં ટ્રાન્સફર અથવા ખરીદવામાં આવી હતી. એફઆઈઆર અનુસાર, કોઈપણ જાહેરાત કે જાહેર સૂચના વિના બનાવટી દસ્તાવેજોના આધારે લોકોની નિમણૂક કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં