Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણ‘મોદી હિંદુ નથી, તેની પાસે પરિવાર પણ નથી’: પટનાની રેલીમાં લાલુ યાદવે...

    ‘મોદી હિંદુ નથી, તેની પાસે પરિવાર પણ નથી’: પટનાની રેલીમાં લાલુ યાદવે PM મોદી વિશે કરી વ્યકિગત ટિપ્પણીઓ, આપત્તિજનક ભાષા વાપરી

    લાલુ યાદવ કહે છે કે, “તુમ (મોદી) તો હિંદુ ભી નહીં હો. મોદી કી માતાજી કા જબ નિધન હુઆ તો સબને દેખા કી મોદી ને માં કી મૌત કે બાદ ભી બાલ-દાઢી નહીં બનાવાયા. કિસી કી માં મરતી હૈ તો બેટા બાલ અપના છીલવાતા હૈ. તુમ ક્યોં નહીં છીલવાયે, જબ તુમ્હારી માં કા નિધન હુઆ.”

    - Advertisement -

    રવિવારે (3 માર્ચ, 2024) બિહારના પટનાના ગાંધી મેદાનમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા એક ‘જનવિશ્વાસ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીથી માંડીને લાલુ યાદવ જેવા નેતાઓએ હાજરી આપી છે. આ રેલીમાં સંબોધન કરતી વખતે લાલુ યાદવે વડાપ્રધાન પદની ગરિમા ભૂલીને બેફામ ભાષણ આપ્યું અને નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટિપ્પણી પણ કરી. 

    ઘાસચારા કેસમાં સજા પામી ચૂકેલા બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવે વડાપ્રધાન મોદી માટે કહ્યું કે, તેઓ હિંદુ નથી, કારણ કે તેમણે માતાના નિધન પર મુંડન નહતું કરાવ્યું. સાથે કહ્યું કે, મોદી પાસે પરિવાર નથી. 

    લાલુ યાદવે કહ્યું, “મોદી ક્યા હૈ? મોદી કોઇ ચીજ નહીં હૈ. મોદી કે પાસ તો પરિવાર હી નહીં હૈ. અરે ભાઈ, તુમ બતાઓ ના કી તુમ્હારે પરિવાર મેં કોઇ સંતાન ક્યોં નહીં હુઆ. જ્યાદા સંતાન હોને વાલે લોગોં કો બોલતા હૈ કી પરિવારવાદ હૈ, પરિવાર કે લિયે લડ રહા હૈ. તુમ્હારે પાસ તો પરિવાર નહીં હૈ.”

    - Advertisement -

    આગળ લાલુ યાદવ કહે છે કે, “તુમ (મોદી) તો હિંદુ ભી નહીં હો. મોદી કી માતાજી કા જબ નિધન હુઆ તો સબને દેખા કી મોદી ને માં કી મૌત કે બાદ ભી બાલ-દાઢી નહીં બનાવાયા. કિસી કી માં મરતી હૈ તો બેટા બાલ અપના છીલવાતા હૈ. તુમ ક્યોં નહીં છીલવાયે, જબ તુમ્હારી માં કા નિધન હુઆ.”

    લાલુએ કહ્યું કે, “યે કહતા હૈ કી ભગવાન મેં પ્રાણપ્રતિષ્ઠા કર દિયા. બતાઓ કી બિના પ્રાણપ્રતિષ્ઠા કે હી ભગવાન અબ તક થે?” આવું કહીને સાથે દેશભરમાં નફરત ફેલાવવાના પણ આરોપ લગાવી દીધા. આગળ એવો પણ દાવો કર્યો કે નરેન્દ્ર મોદીએ સરકાર બનવા પર દરેકના ખાતામાં 15 લાખ આપવાનો વાયદો કર્યો હતો. જોકે, આ દાવો ખોટો અને પાયાવિહોણો છે. પીએમ મોદીએ આવું ક્યારેય કહ્યું ન હતું, જેનું ફેક્ટચેક અનેક વખત થઈ ચૂક્યું છે. 

    તેમ છતાં પૂર્વ બિહાર સીએમએ કહ્યું કે, “અમે પણ વિશ્વાસ કરી લીધો હતો કે કદાચ રૂપિયા આવશે. બધાનાં ખાતાં પણ જનધન યોજના હેઠળ ખુલ્યાં, પરંતુ 15 લાખ ન આવ્યા. પછી કહી દેવાયું કે એ જુમલો હતો. મોદીએ બધાને ઠેંગો બતાવી દીધો. હવે અમે સૌ વિપક્ષી પાર્ટીઓએ મળીને લોકસભા ચૂંટણી લડીશું અને મોદીને વિદાય આપીશું. દિલ્હી પર અમારે કબજો કરવાનો છે.”

    આ સાથે લાલુ યાદવે બિહાર સીએમ નીતીશ કુમાર વિશે પણ ટિપ્પણી કરી હતી. કહ્યું કે, 2017માં અમે તેમને સાથે લીધા હતા પરંતુ ક્યારેય ગાળો ન દીધી, ખાલી પલટુરામ કહ્યા હતા. પરંતુ વચ્ચે જ છોડીને ભાગી ગયો. મહાગઠબંધનમાં પાછો લઈને ભૂલ કરી દીધી. આજની રેલીની ભીડ જોઈને ખબર નહીં નીતીશને કઈ-કઈ બીમારી થઈ જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં