Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશબિહારમાં ગરમાયું રાજકારણ, JDU રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંઘ આપી શકે છે રાજીનામું:...

    બિહારમાં ગરમાયું રાજકારણ, JDU રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંઘ આપી શકે છે રાજીનામું: CM નીતીશ કુમાર કરી રહ્યા છે મનાવવાનો પ્રયાસ

    નીતીશ કુમાર 23 ડિસેમ્બર 2023ની સાંજે અચાનક લલન સિંઘને મળવા તેમનાં પટનામાં સ્થિત નિવાસસ્થાને પહોચ્યા હતા. આ સમયે જ JDUમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો ચાલુ થઇ ગઈ હતી.

    - Advertisement -

    બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં સત્તાપક્ષ ભોગવી રહેલી મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દલ યુનાઇટેડ (JDU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંઘે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. આ સમાચાર ત્યારે મળી રહ્યા છે, જ્યારે 29 ડિસેમ્બર 2023ના રોજ પાર્ટીની રાષ્ટ્રીય બેઠક દિલ્લીમાં યોજવા જઈ રહી છે. જોકે, CM નીતીશ કુમાર કે લલન સિંઘ દ્વારા હજી સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    મીડિયામાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે JDUના અધ્યક્ષ લલન સિંઘે પોતાનું રાજીનામું CM નીતીશ કુમારને સોપતા પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવાનો આગ્રહ કર્યો હતો. જોકે, હજી સુધી કોઈએ પણ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન અધ્યક્ષના રાજીનામાં બાદ CM નીતીશ કુમાર જાતે રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર પોતાના કોઈ નજીકના વ્યક્તિને પાર્ટીના અધ્યક્ષ બનાવી શકે છે અને લલન સિંઘ લોકસભા ચુંટણીની તૈયારીમાં જોડાશે.

    બિહારની રાજનીતિમાં એમ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે લલન સિંઘ CM નીતીશ કુમારથી અમુક કારણોસર નારાજ હતા અને એટલા માટે જ તેઓ ઘણા સમયથી પોતાના પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી રહ્યા હતા. આ મામલે નીતીશ કુમારે પણ તેમને મનાવવાની કોઈ કસર છોડી ન હતી. અહેવાલો પ્રમાણે નીતીશ કુમારે લોકસભાની ચુંટણી સુધી લલન સિંઘને કાર્યવાહક અધ્યક્ષ બની રહેવા માટે આગ્રહ કર્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય કે નીતીશ કુમાર 23 ડિસેમ્બર 2023ની સાંજે અચાનક લલન સિંઘને મળવા તેમનાં પટનામાં સ્થિત નિવાસસ્થાને પહોચ્યા હતા. આ સમયે જ JDUમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો ચાલુ થઇ ગઈ હતી. આ પહેલાં CM નીતીશ કુમારે પોતાના નિવાસસ્થાને લલન સિંઘ અને વિજય ચૌધરી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ CM નીતીશ કુમાર જાતે લલન સિંઘને તેમના નિવાસસ્થાને મુકવા ગયા હતા.

    આ બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતા સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે, લલન સિંઘની બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ સાથેની વધતી નિકટતા નીતીશ કુમારને પસંદ આવી રહી નથી. જેના કારણે તેઓ લલન સિંઘને અધ્યક્ષ પદેથી હટાવી શકે છે. જાણકારોનું કહેવું છે કે જ્યારે પણ JDUની રાષ્ટ્રીય કાર્યકારણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક એક સાથે થઇ છે ત્યારે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષને બદલી નાખવામાં આવે છે.

    આ મામલે BJP નેતા સુશીલ મોદીએ જ્યારે દાવો કર્યો હતો ત્યારે 25 ડિસેમ્બર 2023ના રોજ નીતીશ કુમારે એક નિવેદનમાં કહ્યું, “કોણ શું કહે છે, તેના ઉપર અમે ધ્યાન આપી રહ્યા નથી, આજકાલ અમુક લોકો જે મનમાં આવે તે બોલે છે. જેનાથી તેમણે ફાયદો થાય. પરંતુ તેનાથી કોઈને કંઈપણ લાભ થવાનો નથી. અમારી પાર્ટીમાં કોઈ અલગ નથી, બધા એકસાથે મળીને રહે છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં