Saturday, April 20, 2024
More
    હોમપેજરાજકારણકર્મચારીઓને પગાર નહીં, ફરજના કલાકો 8થી વધારીને 12 કર્યાઃ ડાબેરીઓનું 'કેરળ મોડલ',...

    કર્મચારીઓને પગાર નહીં, ફરજના કલાકો 8થી વધારીને 12 કર્યાઃ ડાબેરીઓનું ‘કેરળ મોડલ’, મજૂરોના નામે વોટ મેળવનારી લેફ્ટનું કારનામુ

    ડાબેરીઓ પોતાને કામદારોના ઉદ્ધારક તરીકે વર્ણવે છે. પરંતુ, સત્તામાં આવ્યા બાદ હવે મજૂરોની વાત કરનારા ડાબેરીઓ રાજ્ય પરિવહન કર્મચારીઓના કામના કલાકોમાં 4 કલાકનો વધારો કરી રહ્યા છે.

    - Advertisement -

    ડાબેરીઓ તેમના ગળા ફાડી ફાડીને ‘કેરળ મોડલ’ ની વાહ વાહી કરતા હોય છે. પરંતુ, આજે પિનરાઈ વિજયનની આગેવાની હેઠળની કેરળની ડાબેરી સરકાર પાસે રાજ્ય પરિવહનના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ભંડોળ નથી. જેના પગલે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ના કર્મચારીઓની ફરજ 8 થી વધારીને 12 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે ડાબેરીઓ પોતાને મજૂરોના સૌથી મોટા શુભચિંતક ગણાવે છે. પરંતુ, સત્તામાં આવ્યા બાદ હવે મજૂરોની વાત કરનારા ડાબેરીઓ રાજ્ય પરિવહન કર્મચારીઓના કામના કલાકોમાં 4 કલાકનો વધારો કરી રહ્યા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ના લગભગ 25000 કર્મચારીઓ પગાર ન મળવાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલનને કારણે વેતન સંકટને ઉકેલવા માટે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે (5 સપ્ટેમ્બર, 2022) KSRTC મેનેજમેન્ટ અને ટ્રેડ યુનિયન નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ સરકારે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી માટે ફાળવેલ 100 કરોડનું બજેટ બહાર પાડવાનો આદેશ આપ્યો હતો. વધુમાં, એવું પણ જણાવવામાં આવ્યું છે કે બાકીના ફંડનું સંચાલન KSRTC દ્વારા કરવામાં આવશે.

    - Advertisement -

    આ આદેશમાં સરકાર દ્વારા પગાર ચૂકવવાની શરત મૂકવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આ ભંડોળ એ શરતે બહાર પાડી રહી છે કે રાજ્ય પરિવહનના કર્મચારીઓએ 12 કલાકની એક જ ડ્યુટી કરવી પડશે.

    કહેવામાં આવી રહ્યું છે કે કેરળની ડાબેરી સરકાર 1300 વધારાની બસો ચલાવવા માટે કર્મચારીઓની ડ્યુટી 8 કલાકથી વધારીને 12 કલાક કરવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટાફના અભાવે આ બસો ડેપોમાં ઉભી છે. પરંતુ, હવે આ બસો 12 કલાકની ડ્યુટી માટે ચલાવી શકાશે. વાસ્તવમાં ડાબેરી સરકાર માને છે કે કર્મચારીઓની ફરજ વધારીને તે રાજ્ય પરિવહન નિગમની આવકમાં વધારો કરી શકે છે.

    નોંધનીય છે કે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવો શ્રમ કાયદો લાવવામાં આવ્યો ત્યારે ડાબેરીઓએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આ વિરોધમાં કેરળ મોડલ લાવનાર કોમ્યુનિસ્ટ પાર્ટી પણ સામેલ હતી. કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કાયદાઓથી કામદારોનું શોષણ વધશે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, શ્રમ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પણ વ્યક્તિ દિવસમાં 8 કલાકથી વધુ કામ કરે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં