Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણનિયમોનું ઉલ્લંઘન કરીને અરવિંદ કેજરીવાલના પ્રાઇવેટ સેક્રેટરીને ફાળવવામાં આવ્યો હતો મોટો બંગલો,...

    નિયમોનું ઉલ્લંઘન કરીને અરવિંદ કેજરીવાલના પ્રાઇવેટ સેક્રેટરીને ફાળવવામાં આવ્યો હતો મોટો બંગલો, ફાળવણી રદ કરવાનો વિજિલન્સ વિભાગનો આદેશ

    વાસ્તવમાં કેજરીવાલના પ્રાઇવેટ સેક્રેટરી બિભવ કુમારને ટાઈપ-6 બંગલો ફાળવવામાં આવ્યો હતો, જેને વિજિલન્સ વિભાગે ગેરકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે દિલ્હી અલોટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ રેસિડન્સ નિયમો હેઠળ તેઓ ટાઈપ-4 બંગલો મેળવવાના હકદાર છે.

    - Advertisement -

    થોડા સમય પહેલાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર મુખ્યમંત્રીના કરોડોના ‘શીશમહેલ’ને લઈને વિવાદમાં આવી હતી. હવે વધુ એક વિવાદ સર્જાયો છે. વિજિલન્સ વિભાગે દિલ્હી સરકારના PWD વિભાગને સૂચના આપતાં કહ્યું છે કે તેઓ આવાસોની ફાળવણીમાં નિયમોને વળગેલા રહે અને તે પ્રમાણે જ ફાળવણી કરે. વિભાગે સીએમ અરવિંદ કેજરીવાલના પ્રાઇવેટ સેક્રેટરી બિભવ કુમારને ફાળવેલો બંગલો રદ કરીને અન્ય બંગલો આપવા માટે સૂચના આપી છે. 

    વાસ્તવમાં કેજરીવાલના પ્રાઇવેટ સેક્રેટરી બિભવ કુમારને ટાઈપ-6 બંગલો ફાળવવામાં આવ્યો હતો, જેને વિજિલન્સ વિભાગે ગેરકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે દિલ્હી અલોટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ રેસિડન્સ નિયમો હેઠળ તેઓ ટાઈપ-4 બંગલો મેળવવાના હકદાર છે. વિભાગે બુધવારે PWD સચિવને એક પત્ર લખીને નિયમોના ઉલ્લંઘન પ્રત્યે ધ્યાન દોર્યું હતું. 

    વિભાગના પત્રમાં જણાવવામાં આવ્યું કે, બિભવ કુમારને પહેલાં ટાઈપ-5 બંગલો અપાયો હતો, ત્યારબાદ ટાઈપ-6 ફાળવી દેવામાં આવ્યો. પત્રમાં કહ્યું, ‘એવું ધ્યાને આવ્યું છે કે બિભવ કુમારને ફાળવેલો ટાઈપ-5 બંગલો એલોટમેન્ટ રૂલ્સના નિયમ 20(D)ની વિરુદ્ધ છે. નિયમો અનુસાર, તેઓ ટાઈપ-4 બંગલો જ મેળવી શકે છે. 18 ઓગસ્ટ, 2016ના એઓજ મોટો બંગલો ફાળવવા માટે એલજી પાસે મંજૂરી માંગવામાં આવી હતી, જે મામલે તેમણે નિયમ પ્રમાણે એક્શન લેવા માટે કહ્યું હતું. ત્યારબાદ બિભવ કુમારને દિલ્હી જલ બોર્ડનો ટાઈપ-6 બંગલો ફાળવી દેવામાં આવ્યો.

    - Advertisement -

    આગળ કહેવામાં આવ્યું કે, જે બંગલો ફાળવવામાં આવ્યો છે તે નિયમો અનુસાર રદબાતલ ઠરે છે. જ્યારે ટાઈપ-5 બંગલો ફાળવવા માટેનો પ્રસ્તાવ એલજી દ્વારા મંજૂર પણ કરવામાં આવ્યો ન હતો. જેથી PWD વિભાગને સૂચિત કરવામાં આવે છે કે તેઓ ફાળવણીના નિયમોને અનુસરીને યોગ્ય શ્રેણી અનુસાર જ બંગલાની ફાળવણી કરે અને ટાઈપ-6 બંગલો રદ કરીને ટાઈપ-4 ફાળવવામાં આવે. આ મામલે દિલ્હી સરકાર તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવ્યાનું જાણવા મળ્યું નથી. 

    અહીં ઉલ્લેખનીય છે કે થોડા મહિનો પહેલાં સામે આવ્યું હતું કે કોરોના કાળ સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રજાના પૈસે પોતાના ઘરમાં કરોડો રૂપિયાનું રિનોવેશન કરાવ્યું હતું. એક તરફ ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરતા નેતાએ જ આવો કાંડ કરતાં દેશભરમાં તેમની ખૂબ ટીકા થઇ હતી. હવે તેમના પી.એસ પાસેથી બંગલો લઇ લેવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં