Wednesday, November 6, 2024
More
    હોમપેજરાજકારણકેજરીવાલનો ઊંધો કક્કો: દાવા- 'ફોનમાં બેલેન્સ નથી' અને 'ચૂંટણી માટે પૈસા નથી';...

    કેજરીવાલનો ઊંધો કક્કો: દાવા- ‘ફોનમાં બેલેન્સ નથી’ અને ‘ચૂંટણી માટે પૈસા નથી’; હકીકત- પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર સિવાય ફરવું નથી

    એક ટ્વીટર યુઝરે એક વિડીયો મૂકીને એ વાત જોડી કે આ એ જ કેજરીવાલ છે જે દેખાડા માટે નિયમ તોડીને રિક્ષામાં ફરવા માટે પોલીસ સાથે ઝગડો કરે છે અને બીજી બાજુ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ફરે છે.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસે આવતા જતા રહે છે. આ દરમિયાન સ્વાભાવિક રીતે જ તેમણે ગુજરાતની જનતાને પોતાની તરફ આકર્ષવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો. આવી જ એક સભા દરમિયાન માન રાજકારણ પહેલાના પોતાના મૂળ સ્વરૂપ, હાસ્ય કલાકર, માં જોવા મળ્યા હતા અને તેમણે એવો દાવો કરી દીધો કે જે બાદ સોશિયલ મીડિયામાં કેજરીવાલના બેવડા ધોરણોની ભરપૂર હાંસી ઉડી હતી.

    જનતાને સંબોધતા ભગવંત માને કહ્યું, “અમે તમને કોઈ પૈસા આપીને બોલાવ્યા નથી, અમારી પાસે એવા પૈસા નથી.” જે બાદ તેમણે આગળ કહ્યું, “તેમણે કેજરીવાલને એક વખત ફોન કર્યો હતો અને બેલેન્સ ન હોવાથી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. જે બાદ તેને બીજો ફોન આવ્યો અને કહ્યું કે સોરી સર, મારું બેલેન્સ ખતમ થઈ ગયું છે. જેના પર કેજરીવાલે કહ્યું કે તેઓ ફોન બેલેન્સ પણ નથી કરી શકતા કારણ કે તેમના ફોનમાં બેલેન્સ નથી. માત્ર કોલ આવે છે.”

    આ રીતે તેમણે પોતાને અને કેજરીવાલને એવી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે જાણે તેઓ એકદમ સામાન્ય રીતે જીવન જીવતા હોય અને સામાન્ય નાગરિકો જેવી તકલીફો પણ તેમને પડતી હોય. સાથે પોતાને ગરીબ બતાવી સહાનુભૂતિ લેવા પણ પ્રયત્ન કર્યો હતો.

    - Advertisement -

    પરંતુ જો જોવામાં આવે તો કેજરીવાલના બેવડા ધોરણોની સત્યતા અને આ વાતનો છેદ ત્યારે ઉડી જાય જયારે તેઓ અને કેજરીવાલ છેલ્લા અમુક મહિનાઓમાં અઢળક વાર પ્રાઇવેટ જેટ લઈને ગુજરાત આવ્યા હોય. જો મોબાઈલમાં બેલેન્સ કરવાના પૈસા ના હોય તો પ્રાઇવેટ જેટમાં પ્રવાસ કરવાના ક્યાંથી આવી શકે એ વિચારવાની વાત છે.

    આમ તેમનો આ પ્રયત્ન ઊંધો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. નેટિઝન્સે સોશિયલ મીડિયા પર આ બાબતે કેજરીવાલના બેવડા ધોરણોની ભરપૂર ટીકા કરી અને તેના યોગ્ય કારણો પણ છે. જુઓ કેટલીક ટિપ્પણીઓ;

    પત્રકાર @vijaygajera એ એક ટ્વીટમાં વિડીયો જોડ્યો જેમાં કેજરીવાલ અન્ય નેતાઓ પર પ્લેનમાં ફરવા બાબતે પ્રશ્નો કરતા દેખાય છે અને અન્ય એક વીડિયોમાં તેઓ પોતે પ્રાઇવેટ પ્લેનમાં ફરતા જોઈ શકાય છે. તેમણે લખ્યું, “હજુ પણ બહુ ઓછા લોકો માને છે કે આ વ્યક્તિ ભ્રષ્ટાચાર સામે લડવા માટે રાજકારણમાં આવી હતી!”

    અન્ય એક ટ્વીટર યુઝર @saffron_lion22 એ પણ આવો એક વિડીયો શેર કર્યો જેમાં કેજરીવાલ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા દેખાય છે કે તેઓ હેલીકૉપટરમાં ફર્યા કરે છે. સાથે એક ફોટો જોડ્યો જેમાં તેઓ પોતે પ્રાઇવેટ જેટમાં જોવા મળી રહ્યા છે. તેમણે લખ્યું, “કેજરીવાલના ખાનગી વિમાનમાં મુસાફરીનો ખર્ચ ક્યાંથી આવે છે?”

    એક ટ્વીટર યુઝરે એક વિડીયો મૂકીને એ વાત જોડી કે આ એ જ કેજરીવાલ છે જે દેખાડા માટે નિયમ તોડીને રિક્ષામાં ફરવા માટે પોલીસ સાથે ઝગડો કરે છે અને બીજી બાજુ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ફરે છે.

    ટ્વીટર યુઝર @optimistsurgeon એ કેજરીવાલના બેવડા ધોરણોની ટીકા કરતા લખ્યું કે, “કેજરીવાલ “હમ તો આમ આદમી હૈં જી” થી “ઇતના બડા આદમી હો કર ભી આમ આદમી કે બીચ ઉભાતા હૈ” બાજુ આગળ વધ્યા છે. તમે ભારતમાંથી સામંતશાહીને બહાર કાઢી શકો છો, પરંતુ તમે એક ગરીબ માણસના મગજમાંથી ગુલામી કેવી રીતે દૂર કરશો કે જે તેના માલિક પાસેથી મફત મેળવવા માટે ગ્રસ્ત છે?”

    અનેક ટ્વીટર યુઝરની જેમ @mukeshxl એ પણ કેજરીવાલના બેવડા ધોરણોની ટીકા કરતા લખ્યું કે, “નૌટંકીમાં કેજરીવાલને કોઈ હરાવી શકે નહીં. તે એક આમ આદમી તરીકે દેખાડો કરે છે અને મીડિયાનું સંપૂર્ણ ધ્યાન રીક્ષા પર લઇ જાય છે, પરંતુ ઓટોને પકડવા માટે ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરે છે. તેઓ રાજકારણનું સ્તર બદલી રહ્યા છે.”

    આમ લોકોએ કેજરીવાલના બેવડા ધોરણોની ખુબ ટીકા કરી હતી. પરંતુ જોવા જેવું એ રહેશે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કેજરીવાલના કોથળામાંથી હજુ શું શું બહાર નીકળશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં