Thursday, May 2, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનઅભિનયથી રાજનીતિ તરફ, કંગના રનૌત લડશે 2024ની લોકસભા ચુંટણી: અભિનેત્રીના પિતાએ આપ્યું...

    અભિનયથી રાજનીતિ તરફ, કંગના રનૌત લડશે 2024ની લોકસભા ચુંટણી: અભિનેત્રીના પિતાએ આપ્યું કન્ફર્મેશન, કહ્યું- બેઠક પાર્ટી કરશે નક્કી

    કંગના મૂળ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની રહેવાસી છે. સંભાવનાઓ એવી જ છે કે તેઓ ત્યાંથી જ ચુંટણી લડે. તેઓ જે મંડી જિલ્લામાંથી આવે છે તે રાજ્યના પ્રભાવશાળી વ્યક્તિ સ્વર્ગીય વીરભદ્ર સિંઘ પરિવારનો ગઢ છે.

    - Advertisement -

    ઘણા સમયથી અભિનેત્રી કંગના રનૌત લોકસભાની ચુંટણી લડવાના છે એવી અટકળો ચાલી રહી હતી. જે હવે એમના પિતાએ એ અટકળોને સમર્થન આપી પૂરી કરી દીધી છે. કંગના રનૌતના પિતાએ જણાવ્યું છે કે કંગના લોકસભાની ચુંટણી લડવાની છે. ક્યાંથી લડવાની છે એ હજી સ્પષ્ટ થયું નથી. અભિનેત્રીના પિતાનું કહેવું છે એ પાર્ટી (BJP) નક્કી કરશે.

    અહેવાલો પ્રમાણે કંગના રનૌતના પિતાએ એક ન્યુઝ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે અભિનેત્રી કંગના 2024ની લોકસભાની ચુંટણી BJPની ટીકીટ પર લડશે. નોંધનીય છે કે 17 ડિસેમ્બર 2023ના રોજ કંગના રનૌત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કુલ્લુમાં મળ્યા હતા. જેની પોસ્ટ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે પછી અભિનેત્રીના પિતાએ આ નિવેદનો આપ્યા છે.

    આ પહેલાં પણ દ્વારિકામાં એક ન્યુઝ મીડિયા સાથે વાત કરતા કંગનાએ કહ્યું હતું કે ભગવાનની કૃપા રહેશે તો એ ચુંટણી લડશે. પોતાના નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌત BJP સમર્થક છે એ સૌ જાણે છે. પરંતુ હજી સુધી એ પાર્ટીની કાયમી સદસ્ય બની નથી.

    - Advertisement -

    બોલીવુડમાં ટોચની અભિનેત્રીઓમાં કંગના રનૌતનું નામ આવે છે. કંગના મૂળ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની રહેવાસી છે. સંભાવનાઓ એવી જ છે કે તેઓ ત્યાંથી જ ચુંટણી લડે. તેઓ જે મંડી જિલ્લામાંથી આવે છે તે રાજ્યના પ્રભાવશાળી વ્યક્તિ સ્વર્ગીય વીરભદ્ર સિંઘ પરિવારનો ગઢ છે. મંડી લોકસભા સીટથી સ્વર્ગીય વીરભદ્ર સિંઘની પત્ની પ્રતિભા સિંઘ સાસંદ છે. 2021ની ચુંટણીમાં તેઓ ત્યાના સાસંદ બન્યા હતા. આ બેઠક ભાજપા સાંસદ રામસ્વરૂપ શર્માના નિધન પછી ખાલી હતી. જ્યાંથી BJPએ ચુંટણીમાં બ્રિગેડીયર ખુશાલ સિંઘને ઉતાર્યા હતા પરંતુ તેમની હાર થઇ હતી.

    ઘણા સમયથી કંગના રનૌત ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રશંસા કરતા આવ્યા છે. તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી કાર્યોની પણ ઘણીવાર પ્રશંસા કરી છે. અભિનેત્રીએ 12 ડિસેમ્બર 2023ના રોજ હિમાચલના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. કંગના રનૌતે કહ્યું હતું કે સંઘ તરફથી તૈયાર થયેલા લોકોએ દેશની કમાન હાથમાં લીધી ત્યારથી જે કામ 70 વર્ષોમાં નથી થયુ એ માત્ર 8થી 10 વર્ષમાં પૂર્ણ થયુ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં