Friday, September 13, 2024
More
    હોમપેજદેશ'ખાલિસ્તાનનો મુદ્દો કોંગ્રેસ લાવી, કમલનાથ આતંકી ભિંડરાવાલેને મોકલતા હતા પૈસા': પૂર્વ RAW...

    ‘ખાલિસ્તાનનો મુદ્દો કોંગ્રેસ લાવી, કમલનાથ આતંકી ભિંડરાવાલેને મોકલતા હતા પૈસા’: પૂર્વ RAW અધિકારીએ કર્યો ખુલાસો, કહ્યું- હિંદુઓને ડરાવવાનું હતું કાવતરું

    આ બધુ ઈન્દિરા ગાંધીના કાર્યાલય અકબર રોડ અને તેના ઘર-1 સફદરજંગથી ચાલી રહ્યું હતું. આ લોકોએ ભિંડરાવાલેને ખાલિસ્તાન સાથે જોડીને આ બધુ કરવાનું શરૂ કર્યું. તેમનો હેતુ એ હતો કે ભિંડરાવાલેનો ઉપયોગ કરીને હિંદુઓને ડરાવવા. તેની સાથે જ ખાલિસ્તાનનો એક મુદ્દો બનાવવામાં આવ્યો જે તે સમયે અસ્તિત્વમાં નહોતો.

    - Advertisement -

    ખાલિસ્તાની આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. આ દરમિયાન પૂર્વ રૉ અધિકારી જીબીએસ સિદ્ધુનો મોટો દાવો સામે આવ્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ હિંદુઓને ડરાવવા માટે ખાલિસ્તાની આતંકી ભિંડરાવાલેને સામે લઈને આવી હતી. ઈન્દિરા ગાંધી, તેમના પુત્ર સંજય ગાંધી અને કમલનાથ ભિંડરાવાલેને પૈસા મોકલતા હતા.

    પૂર્વ રૉ (RAW) અધિકારી જીબીએસ સિદ્ધુનો NIA પૉડકાસ્ટનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, “ઈમરજન્સી પછી ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ જ્ઞાની ઝૈલસિંઘે અકાલી દળ અને જનતા પાર્ટી ગઠબંધન વચ્ચે મતભેદો ઊભા કરવા ઓપરેશન-1 શરૂ કર્યું હતું. આ અંતર્ગત તેમણે એક મહાન સંતને લાવવાનું નક્કી કર્યું. તે એવી વ્યક્તિ હશે જે અમારી વાતો માનીને અકાલી દળની નીતિઓની આલોચના કરશે. આ પછી જનતા પાર્ટી પણ કંઈક કહેશે. તેનાથી તેમનું ગઠબંધન તૂટી જશે.” (આ વાતચીત વિડિયોમાં 7:30 પછી સાંભળી શકાશે.)

    જીબીએસ સિદ્ધુએ વધુમાં કહ્યું કે આ માટે જ્ઞાની ઝૈલસિંઘ, સંજય ગાંધી, ઈન્દિરા ગાંધી અને કમલનાથ કામ કરી રહ્યા હતા. આ બધુ ઈન્દિરા ગાંધીના કાર્યાલય અકબર રોડ અને તેના ઘર-1 સફદરજંગથી ચાલી રહ્યું હતું. આ લોકોએ ભિંડરાવાલેને ખાલિસ્તાન સાથે જોડીને આ બધુ કરવાનું શરૂ કર્યું. તેમનો હેતુ એ હતો કે ભિંડરાવાલેનો ઉપયોગ કરીને હિંદુઓને ડરાવવા. તેની સાથે જ ખાલિસ્તાનનો એક મુદ્દો બનાવવામાં આવ્યો જે તે સમયે અસ્તિત્વમાં નહોતો.

    - Advertisement -

    પૂર્વ રૉ અધિકારીએ તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વ ખાસ કરીને ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી અને કમલનાથની પ્લાનિંગની પોલ ખોલતા કહ્યું કે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવીને તેમનું કાવતરું એ હતું કે દેશના લોકો વિચારશે દેશની અખંડિતતા જોખમમાં છે. તેનાથી તેમને રાજકીય ફાયદો થશે.

    તેમણે બ્રિટનમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર અને પ્રસિદ્ધ લેખક કુલદીપ નૈયરના પુસ્તક ‘બિયોન્ડ ધ લાઈન’ને ટાંકીને કહ્યું કે તેમણે ભિંડરાવાલેને લઈને એકવાર કમલનાથ સાથે વાત કરી હતી. ત્યારે કમલનાથે કહ્યું હતું કે તે એક હાઈ પ્રોફાઈલ અને કડક સંતની શોધ કરી રહ્યા છે. જે અમારી વાતો ફેલાવી શકે. આ માટે કમલનાથે બે સંતોની મુલાકાત લીધી હતી. એક સંત ખૂબ નમ્ર હતા. પરંતુ ભિંડરાવાલે ઠીક એવો હતો જેવો તેમને જોઈતો હતો.

    પૂર્વ રૉ અધિકારી જીબીએસ સિદ્ધુએ વધુમાં દાવો કર્યો કે કમલનાથે કુલદીપ નૈયરને એ પણ કહ્યું હતું કે તેઓ, સંજય ગાંધી અને તેમની ટીમના લોકો ભિંડરાવાલેને પૈસા પણ આપી રહ્યા છે. ભિંડરાવાલેને પૈસા મોકલવામાં એ લોકો સામેલ હતા જે ઓપરેશન-1નો ભાગ હતા. આનો અર્થ એ થયો કે ભિંડરાવાલેને પૈસા આપવામાં માત્ર કમલનાથ અને સંજય ગાંધી જ નહીં પરંતુ જ્ઞાની ઝૈલસિંઘ અને ઈન્દિરા ગાંધી પણ સામેલ હતા. એટલે કે કોંગ્રેસ પોતે જ ભિંડરાવાલેને પ્રોજેક્ટ કરી રહી હતી.

    ખાલિસ્તાનનો મુદ્દો કોંગ્રેસ દ્વારા જ લાવવામાં આવ્યો છે, તેની પુષ્ટિ કરતાં તેમણે દાવો કર્યો કે, “ભિંડરાવાલેએ ક્યારેય ખાલિસ્તાનની માંગ કરી ન હતી. તે માત્ર એટલું જ કહેતો હતો કે બીબી, એટલે કે ઈન્દિરા ગાંધી જો મારી જોળીમાં ખાલિસ્તાન નાંખશે તો હું ના નહીં કહું.” ભિંડરાવાલેનો ઉપયોગ ધાર્મિક ઉપદેશો માટે નહીં પરંતુ રાજકીય ઉદેશ્ય પૂરો કરવા માટે થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં