Tuesday, April 23, 2024
More
  હોમપેજરાજકારણજયનારાયણ વ્યાસનું જોઈ લીધું સન્માન: પક્ષ બદલનાર નેતાઓના કોંગ્રેસ પ્રવેશ અને ભાજપ...

  જયનારાયણ વ્યાસનું જોઈ લીધું સન્માન: પક્ષ બદલનાર નેતાઓના કોંગ્રેસ પ્રવેશ અને ભાજપ પ્રવેશ વચ્ચેનો તફાવત ઉડીને આંખે વળગ્યો

  આજે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે જયનારાયણ વ્યાસ અને તેમના સમર્થકોએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં ખેસ પહેરીને કોંગ્રેસ જોઈન કરી હતી.

  - Advertisement -

  હવે જયારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં માત્ર બે દિવસો બાકી રહ્યા છે ત્યારે પણ પક્ષ છોડવા પકડવાના ઘટનાક્રમ થોભવાનું નામ નથી લઇ રહ્યા. તદ્દન તાજા કિસ્સામાં સોમવાર (28 નવેમ્બર)ના દિવસે ભાજપમાંથી રાજીનામુ આપી ચૂકેલ જયનારાયણ વ્યાસ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે સમર્થકો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.

  નોંધનીય છે કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી તેમને ઉમેદવારી ન મળતા તેઓ નારાજ હતા. ઘણી ચર્ચા વિચારણાઓ બાદ તેમણે ભાજપને રામ રામ કહી દીધા હતા. જે બાદ તેઓ સિદ્ધપુરમાં સતત ભાજપ અને ભાજપ ઉમેદવાર વિરુદ્ધ પ્રચાર કરતા જોવા મળ્યા હતા. રવિવારે તો તેઓ સિદ્ધપુરના કોંગ્રેસ ઉમેદવારની સભામાં જઈને તેમના માટે માટે માંગતા પણ જોવા મળ્યા હતા.

  લાંબા સમયથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે કોઈ પણ ક્ષણે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. અને આજે એ ક્ષણ પણ આવી ગયો. આજે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે જયનારાયણ વ્યાસ અને તેમના સમર્થકોએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં ખેસ પહેરીને કોંગ્રેસ જોઈન કરી હતી.

  - Advertisement -

  શું ભાજપ જેટલું માન કોંગ્રેસમાં મળશે?

  નોંધનીય છે કે જયનારાયણ વ્યાસ ભાજપની ટિકિટ પર 4 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. ભાજપની કેશુભાઈ પટેલની અને નરેન્દ્ર મોદીની સરકારમાં તેમને મંત્રીમંડળમાં સ્થાન પણ અપાયું હતું. 2012માં બેઠક ગુમાવી હતી.

  આ વખતે ભાજપે બનાવેલા ઉંમરના નિયમ મુજબ તેમની ટિકિટ કપાઈ હતી. જે બાદ તેઓ ભાજપથી સતત નારાજ હતા. જે બાદ આજે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે.

  પરંતુ કોંગ્રેસમાં જોડાતા સમયના જે ફોટા બહાર આવી રહ્યા છે તે જોઈને લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જેમને ભારતીય જનતા પાર્ટીએ 4 વખત MLA થી લઈને મંત્રી બનાવવા સુધીનું માં આપ્યું હોય તેમને કોંગ્રેસમાંથી એટલું સન્માન મળશે કે નહિ.

  વ્યાસ જયારે કોંગ્રેસમાં જોડાયા એ સમયના ફોટા

  ફોટામાં જોવા મળે છે કે ગુજરાતના એટલા પીઢ અને મોટા નેતાને મલ્લિકાર્જુન ખડગે જ્યાં બેઠા છે એ સ્ટેજની બીજી બાજુ ટેબલની નીચે ઉભા રાખીને તેમને ખેસ પહેરાવવામાં આવી રહ્યો છે.

  આ પહેલા ગુજરાત કોંગ્રેસના અનેક નાના મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ચુક્યા છે, પરંતુ તે સૌને પૂરતા મન સન્માન સાથે સ્ટેજ પર બોલાવીને ખેસ પહેરાવીને પક્ષમાં અવકારાય છે. અહીં તાજેતરમાં ભાજપમાં જોડાયેલ અમુક નેતાઓના ભાજપમાં જોડાતી ક્ષણના ફોટા મૂકીએ છે જે તેનો પુરાવો આપે છે.

  નોંધનીય છે કે નજીકના ભૂતકાળમાં ભાજપમાં અન્યપક્ષોનાં અનેક નેતાઓ આવ્યા છે. હાર્દિક પટેલ હોય, મહનસિંહ રાઠવા હોય, જયરાજ સિંહ પરમાર હોય, અશ્વિન કોટવાલ હોય કે વિશ્વનાથસિંહ વાઘેલા હોય. ભાજપે પોતાના પક્ષમાં આવનાર દરેક નાના મોટા નેતા-કાર્યકર્તાઓને પુરા માન સન્માન સાથે આવકાર્ય છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં