Saturday, April 27, 2024
More
    હોમપેજદેશહનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ ઉદ્ધવ સરકારે જેમની કરી હતી ધરપકડ, તે...

    હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ ઉદ્ધવ સરકારે જેમની કરી હતી ધરપકડ, તે જ અપક્ષ સાંસદ નવનીત રાણાને ભાજપે અમરાવતીથી ઉમેદવાર બનાવ્યા: સાતમુ લિસ્ટ પાડયું બહાર

    ઉમેદવાર બનાવ્યા પછી, અમરાવતીથી લોકસભા સાંસદ નવનીત રાણાએ કહ્યું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માને છે. પાર્ટીએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે માટે તેઓ તેમના આભારી છે.

    - Advertisement -

    ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં વર્તમાન અપક્ષ સાંસદ નવનીત રાણાને મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમરાવતીથી અપક્ષ ઉમેદવાર તરીકે નવનીત કૌર રાણાએ વર્ષ 2019માં શિવસેનાના આનંદરાવ અસદુલને હરાવ્યા હતા. ઉદ્ધવ સરકારે પોતાના સમયમાં તેમની ધરપકડ પણ કરી હતી. અમરાવતીને એનસીપીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ભાજપે પોતાના પ્રતિક પર વર્તમાન સાંસદને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની સાતમી યાદીમાં માત્ર બે નામ છે. બીજું નામ કર્ણાટકના ચિત્રદુર્ગના ગોવિંદ કરજોલનું છે.

    ઉમેદવાર બનાવ્યા પછી, અમરાવતીથી લોકસભા સાંસદ નવનીત રાણાએ કહ્યું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માને છે. પાર્ટીએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે માટે તેઓ તેમના આભારી છે.

    હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ થઈ હતી ધરપકડ

    ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022માં મુંબઈ પોલીસે નવનીત રાણા વિરુદ્ધ FIR નોંધી હતી. તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ ચેતવણી આપવામાં આવ્યા બાદ તેમની અને તેમના પતિની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ‘વિવિધ જૂથો વચ્ચે દુશ્મની ઉભી કરવાનો’ આરોપ હતો.

    - Advertisement -

    તેમના પતિ રવિ રાણા પણ અપક્ષ ધારાસભ્ય છે. આ પછી તેમણે MVA સામે મોરચો ખોલ્યો હતો. જો કે, નવનીત રાણાએ 2014માં એનસીપીની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ પછી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

    હમણાં સુધી ભાજપે જાહેર કર્યા 407 ઉમેદવારો

    નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે અત્યાર સુધી 407 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે છઠ્ઠી યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ આપ્યા હતા. જેમાં રાજસ્થાનની કરૌલી-ધોલપુર બેઠક પરથી કન્હૈયા લાલ મીણાને રાજસ્થાનની દૌસા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મુરારી લાલ મીણા સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

    તો મણિપુરની ઇનાર સીટ પરથી થૌનાઓજમ બસંત કુમાર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 101 સાંસદોની ટિકિટ રદ્દ કરી છે. એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં