Monday, April 22, 2024
More
  હોમપેજગુજરાતરાજયસભાની બાકીની બે બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારો કર્યા જાહેર: વાંકાનેરના કેસરીદેવસિંહ...

  રાજયસભાની બાકીની બે બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારો કર્યા જાહેર: વાંકાનેરના કેસરીદેવસિંહ ઝાલા અને પાટણના બાબુભાઇ દેસાઈ બનશે બિનહરીફ રાજ્યસભા સાંસદ, બપોરે 2 વાગે ભરશે નામાંકન

  એસ જયશંકરે સોમવારે નામાંકન ભર્યા બાદ રાજ્યસભાના બાકીના બે ઉમેદવારોના નામ બાબતે સસ્પેન્સ હતું. એક વાત તો પહેલાથી નક્કી જ હતી કે જેમના પણ નામ હશે તેઓ નિશ્ચિતપણે ચૂંટણી જીતી જવાના છે. કારણ કે કોંગ્રેસે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ ચૂંટણીમાં પોતાના કોઈ ઉમેદવાર ઉભા નહિ રાખે.

  - Advertisement -

  ગુજરાતમાં ખાલી પડનારી 3 રાજ્યસભા બેઠકો માટે આખરે ભાજપે ત્રણેવ ઉમેદવારો જાહેર કર્યા છે. આ પહેલા સોમવારે એક બેઠક માટે વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાત આવીને પોતાનું નામાંકન ભરી ગયા હતા. હાલ જ જાહેર થયેલા ઉમેદવારો, કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઇ દેસાઈ, બાકીની બે બેઠકો માટે આજે બપોરે 2 વાગ્યે પોતાના નામાંકન દાખલ કરશે.

  નોંધનીય છે કે એસ જયશંકરે સોમવારે નામાંકન ભર્યા બાદ રાજ્યસભાના બાકીના બે ઉમેદવારોના નામ બાબતે સસ્પેન્સ હતું. એક વાત તો પહેલાથી નક્કી જ હતી કે જેમના પણ નામ હશે તેઓ નિશ્ચિતપણે ચૂંટણી જીતી જવાના છે. કારણ કે કોંગ્રેસે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ ચૂંટણીમાં પોતાના કોઈ ઉમેદવાર ઉભા નહિ રાખે. જે બાદ આજે આ સસ્પેન્સ પરથી ભાજપે પડદો હટાવ્યો છે.

  કોણ છે ભાજપના રાજ્યસભા ઉમેદવારો

  હવે ભાજપે રાજ્યસભાની ત્રણેવ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાંથી વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે પોતાનું નામાંકન ભરી ગયા છે. બાકીની બેઠકો માટે જાહેર કરાયેલા નામો છે, કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઇ દેસાઈ.

  - Advertisement -

  કેસરીદેવસિંહ ઝાલા

  ભાજપે એક ઉમેદવાર તરીકે વાંકાનેરના રાજવી પરિવારમાંથી આવતા કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર કર્યું છે. તેઓ ઘણા સમયથી ભાજપમાં જોડાયેલા છે. તેઓએ વાંકાનેરની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ તરફથી સક્રિય ભાગ ભજવ્યો હતો.

  બાબુભાઇ દેસાઈ

  બાબુભાઇ દેસાઈ એ ભાજપ કાર્યકર્તાઓ માટે કોઈ નવું નામ નથી. તેઓને ભાજપના પીઢ નેતા અને કમિટેડ કાર્યકર્તા માનવામાં આવે છે. તેઓ બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ સ્થાનિક લેવલે ખુબ લોકપ્રિય છે અને અવારનવાર સેવાકાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે.

  નોંધનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 જુલાઈ છે. 17 જુલાઈ સુધી ફોર્મ ખેંચી શકાશે અને 24મીએ મતદાન હાથ ધરવામાં આવશે. જોકે, ગુજરાતમાં મતદાન યોજાય તેવી કોઈ શક્યતા નથી કારણ કે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસે ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે. અર્થાત ભાજપના જે ત્રણ ઉમેદવારો ફોર્મ ભરે તેમને 17મીએ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવનાર છે. આજે જાહેર થયેલા બંને ઉમેદવારો બપોરે 2 કલાકે પોતાનું નામાંકન દાખલ કરશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં