Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતપાટણના MLA કિરીટ પટેલના રાજીનામાંની ચીમકી બાદ કોંગ્રેસે બાંધી પાળ: મંજુલાબેનને કર્યા...

    પાટણના MLA કિરીટ પટેલના રાજીનામાંની ચીમકી બાદ કોંગ્રેસે બાંધી પાળ: મંજુલાબેનને કર્યા જિલ્લા પંચાયત દંડક પદેથી દૂર, ધારાસભ્યને હતો વાંધો

    પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે થોડા સમય પૂર્વે જ ધારાસભ્યના પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ તેઓ ચર્ચાઓમાં આવ્યા હતા. કિરીટ પટેલ દ્વારા મંજુલાબેન ઉપર પક્ષવિરોધી કામગીરી કરવા અંગેની લેખિત ફરિયાદ કોંગ્રેસ સમિતિને કરવામાં આવી હતી.

    - Advertisement -

    હજુ તો 2024ની લોકસભા ચૂંટણીને ઘણી વાર છે પણ ગુજરાતની રાજનીતિમાં હાલ જાણે ભૂકંપ જેવી પરિસ્થતિ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પાટણ જિલ્લા પંચાયતના દંડક મંજુલાબેન રાઠોડને પદેથી હટાવી દીધા છે. પાટણના MLA કિરીટ પટેલ દ્વારા રાજીનામાંની ચીમકી મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. કિરીટ પટેલે મંજુલાબેન વિરુદ્ધ પક્ષ વિરોધી કાર્ય કરવાની ફરિયાદ કરી હતી. જેને ધ્યાને લઇ કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે.

    મળતી માહિતી પ્રમાણે સોમવારે (25 ડિસેમ્બર 2023) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક અસરથી પાટણ જિલ્લા પંચાયતના દંડક પદેથી મંજુલાબેન રાઠોડને દુર કર્યા હતા. તેમના ઉપર આરોપ હતો કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમિયાન તેમણે પક્ષવિરોધી કામ કર્યું હતું. તેની લેખિત ફરિયાદ પાટણના જ MLA કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જે અંગે કોંગ્રેસ પાર્ટીએ કાર્યવાહી કરતા મંજુલાબેન રાઠોડને દંડક પદેથી હટાવી દીધા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ અંગેનો પત્ર પણ મંજુલાબેનને પાઠવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે થોડા સમય પૂર્વે જ ધારાસભ્યના પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ તેઓ ચર્ચાઓમાં આવ્યા હતા. કિરીટ પટેલ દ્વારા મંજુલાબેન ઉપર પક્ષવિરોધી કામગીરી કરવા અંગેની લેખિત ફરિયાદ કોંગ્રેસ સમિતિને કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ નિકાલ ન આવતા તેઓએ રાજીનામું આપી દેવાની વાત વહેતી કરી હતી, જે પછી પાર્ટીએ આ અંગે નિર્ણય લેતા મંજુલાબેનને જ્યાં સુધી ફરીયાદનો નિકાલ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી દંડક પદેથી દુર કર્યા છે.

    - Advertisement -

    રાજીનામાંની સીઝન, વિપક્ષની હાલત ખરાબ

    આ પહેલાં ગુજરાતમાંથી બે ધારાસભ્યોએ વિધાનસભામાં પોતાના રાજીનામાં આપી દીધા છે. કોંગ્રસના MLA ચિરાગ પટેલ મંગળવારે (19 ડિસેમ્બર 2023) વિધાનસભના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું હતું. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ 2022માં યોજાયેલી ચુંટણીમાં ખંભાત બેઠક પર કોંગેસની ટીકીટ પરથી લડ્યા હતા અને ભાજપાના ઉમેદવાર મહેશ રાવલ સામે 3711 મતોથી જીત્યા હતા. ચિરાગ પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસની ગુજરાતમાં હવે ફક્ત 16 બેઠક રહેવા પામી છે.

    આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ બુધવારે (13 ડિસેમ્બર 2023) રાજીનામું ધરી દીધું હતું. ભૂપત ભાયાણી જે વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય હતા, એ બેઠક પર ગત ચુંટણીમાં તેઓએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને લગભગ 7 હજાર વોટોના માર્જીનથી હરાવ્યા હતા. અંતે પાર્ટી સાથે મનમુટાવ થતા તેમને રાજીનામું આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સામેની વિપક્ષની મોટી પાર્ટીઓમાંથી આમ એક પછી એક ધારાસભ્યોના રાજીનામાંથી વિપક્ષની હાલત ખરાબ થઇ ગઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં