Thursday, November 14, 2024
More
    હોમપેજગુજરાત'રઘુ શર્મા-જગદીશ ઠાકોરે પાર્ટી વેચી મારી': કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ, કહ્યું-...

    ‘રઘુ શર્મા-જગદીશ ઠાકોરે પાર્ટી વેચી મારી’: કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ, કહ્યું- રૂપિયા લઈને ટિકિટો આપી હતી

    જશુ પટેલે આરોપ લગાવ્યા છે કે રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવતા સાથે જ પાર્ટીનો દાટ વળી ગયો. તેમણે કહ્યું કે, "રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રૂપિયા લઈને સીટો વેચી હતી. મારી ટિકિટ પણ શર્માએ રૂપિયા લઈને કાપી હતી."

    - Advertisement -

    એક તરફ રાજસ્થાનમાં ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના નેતા પોતાની જ પાર્ટીના અન્ય નેતાને હરાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ અને જગદીશ ઠાકોરે કોંગ્રેસને વેચી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપો કરનાર અન્ય કોઈ નહીં પણ કોંગ્રેસના જ એક પૂર્વ ધારાસભ્ય છે. તેમનો દાવો છે કે આ બંને મોટા નેતાઓએ કોંગ્રેસ પાર્ટીનો સોદો કર્યો છે.

    મળતી માહિતી અનુસાર બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે કોંગ્રેસના બે મોટા નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં કોંગ્રેસના મુળિયા કાઢી નાંખનાર નેતાને હરાવવા ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતા રાજસ્થાન જશે. તેમણે દાવો કર્યો છે કે ગુજરાતની ચૂંટણી વખતે જે રઘુ શર્માને પ્રભારી બનાવીને ગુજરાત કોંગ્રેસની સુકાન સોંપવામાં આવી હતી તેમણે જ રાજ્યમાં પાર્ટીનું નિકંદન કાઢી નાંખ્યું. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યએ એવો પણ દાવો કર્યો હતો કે રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે રૂપિયા લઈને સીટો વેચી હતી.

    જશુ પટેલે આરોપ લગાવ્યા છે કે રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવટની સાથે જ પાર્ટીનો દાટ વળી ગયો. તેમણે કહ્યું કે, “રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રૂપિયા લઈને સીટો વેચી હતી. મારી ટિકિટ પણ શર્માએ રૂપિયા લઈને કાપી હતી. હવે ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારા નેતાને રાજસ્થાનમાં હરાવવામાં આવશે. ગુજરાતમાંથી અનેક નેતાઓ રાજસ્થાન જઈ રહ્યા છે.”

    - Advertisement -

    બાયડના આ પૂર્વ ધારાસભ્યએ એમ પણ જણાવ્યું હતું કે, “જે પાયાના કાર્યકરોએ કોંગ્રેસ માટે પોતાનું લોહી રેડ્યું તેવા લોકોને કિનારે કરીને નબળા અને હારી જાય તેવા ઉમેદવારો પાસેથી રૂપિયા ગણીને ટિકિટો આપવામાં આવી હતી. અરવલ્લીની ત્રણ સીટ, દાહોદ, દશાડા, કલોલ જેવી સેફ સીટો પર કોંગ્રેસની કારમી હારનું કારણ રઘુ શર્માએ કરેલી સોદેબાજી જ છે. રઘુ શર્માએ કોંગ્રેસ પાર્ટીને કિલોના ભાવે વેચી મારી હતી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં