Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતભાજપનો ભરતી મેળો પૂરજોશમાં: કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા પૂર્વ સાંસદ નારણ રાઠવાએ...

    ભાજપનો ભરતી મેળો પૂરજોશમાં: કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા પૂર્વ સાંસદ નારણ રાઠવાએ કર્યો કેસરિયો, 10000 વિપક્ષી કાર્યકર્તાઓ પણ જોડાયા

    આ ઉપરાંત કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલ, કરણસિંહ તોમર, તાપી જિલ્લા AAP પ્રમુખ મહેન્દ્ર ગામીત, ડાંગ જિલ્લા AAP પ્રમુખ સાગર વસાવા પણ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. છોટા ઉદેપુરના દિગ્ગજ આદિવાસી નેતા અને રાજ્યસભા પૂર્વ સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસને બાય બાય કરી આજે (27 ફેબ્રુઆરી 2024) ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે પ્રદેશનાં BJP અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ હતી. ટર્મ પૂર્ણ થયાના થોડા જ દિવસોની અંદર તેઓ BJPમાં જોડાયા ગયા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી તેઓ 5 વાર લોકસભા સાંસદ અને એકવાર રાજ્યકક્ષાના રેલવે મંત્રી પણ રહી ચૂકયા છે.

    એકબાજુ જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો ઉભરાઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર ખાતે યોજાયેલા ભરતી મેળામાં પૂર્વ સાંસદ નારણ રાઠવા સાથે તેમના 500 જેટલા સમર્થકો ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલ, કરણસિંહ તોમર, તાપી જિલ્લા AAP પ્રમુખ મહેન્દ્ર ગામીત, ડાંગ જિલ્લા AAP પ્રમુખ સાગર વસાવા પણ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. આ સાથે સમગ્ર કાર્યક્રમમાં વિવિધ વિસ્તારના કુલ 10,500થી વધુ વિપક્ષી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

    ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે, “આજે ગુજરાતમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યું છે. દેશભરમાં આ પહેલી ઘટના હશે કે કોઈ અન્ય પક્ષો છોડી એકસાથે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ભાજપમાં જોડાઈ રહેલા તમામ લોકોનું સ્વાગત છે. કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે, નારણ રાઠવાએ પાર્ટી છોડતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું હતું. આ મામલે નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીની કાર્યશૈલીથી નારાજ થઇને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “કોંગ્રેસનું સંગઠન જ ખૂબ નબળું છે. હું સંગઠનનો માણસ છું અને સંગઠન નબળું હોય તો પાર્ટી કેવી રીતે ચાલે.”

    ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. નારણ રાઠવા પહેલાં વર્ષ 2022માં વિસ્તારના પૂર્વ કોંગ્રેસ નેતા મોહનસિંહ રાઠવા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓના પાર્ટી છોડ્યા બાદ ફક્ત નારણ રાઠવા અને સુખરામ રાઠવા જ કોંગ્રેસના મોટા નેતા તરીકે બાકી રહ્યા હતા. ત્યારે હવે 25 વર્ષથી વધુ કોંગ્રેસમાં રહેલાં નારણ રાઠવાના રાજીનામાંથી છોટા ઉદેપુરમાં કોંગ્રેસનું અસ્તિત્વ ન બરાબર રહી ગયું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં