Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણ'હિંદુત્વના અપમાન મુદ્દે ચૂપ રહે છે કોંગ્રેસ': વડોદરાના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પ્રશાંત...

    ‘હિંદુત્વના અપમાન મુદ્દે ચૂપ રહે છે કોંગ્રેસ’: વડોદરાના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પ્રશાંત પટેલે રાજીનામું આપ્યું, 17મીએ એક હજાર સમર્થકો સાથે ભાજપમાં જોડાશે

    પટેલે જણાવ્યું હતું કે, "છેલ્લા એક વર્ષથી મારો અંતરાત્મા કહી રહ્યો હતો. આ ભૂમિ પર મુઘલો અને અંગ્રેજોએ અને અહીં કોંગ્રેસે પણ નેતૃત્વ કર્યું, પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ હિન્દુત્વ તરફ જઇ રહ્યો છે. કોંગ્રેસના સાથીપક્ષો હિન્દુ ધર્મ વિરુદ્ધની વાત કરીને હિન્દુત્વને ઠેસ પહોંચાડતા હતા. ધર્મની વાત આવે ત્યારે કોંગ્રેસ સાઇડમાં બેસી જતી હતી."

    - Advertisement -

    લોકસભા ચૂંટણી આવે તે પહેલાં ગુજરાતના રાજકારણમાં પણ હલચલ શરૂ થઈ છે. થોડા સમય અગાઉ અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના મહત્વના ચહેરાઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કોંગ્રેસને ‘જય શ્રીરામ’ કહી દીધું હતું, તેવામાં આજે વડોદરાના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પ્રશાંત પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપીને પાર્ટીની ચિંતા વધારી દીધી છે. પટેલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે ગઠબંધનના સાથી પક્ષો સનાતન અને હિંદુત્વનું અપમાન કરતા હોય ત્યારે પાર્ટી ચૂપ રહે છે. તેઓ આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિને ભાજપમાં જોડાશે તેવું પણ રિપોર્ટ્સ મારફતે જાણવા મળ્યું છે.

    અહેવાલો અનુસાર, વડોદરાના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પ્રશાંત પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપતો લેખિત પત્ર પાર્ટીના ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યો હતો. રાજીનામું આપ્યા બાદ પટેલે જાહેર કર્યું હતું કે તેઓ 1000થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. આ મામલે પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, “છેલ્લા એક વર્ષથી મારો અંતરાત્મા કહી રહ્યો હતો. આ ભૂમિ પર મુઘલો અને અંગ્રેજોએ અને અહીં કોંગ્રેસે પણ નેતૃત્વ કર્યું, પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ હિન્દુત્વ તરફ જઇ રહ્યો છે. કોંગ્રેસ અને તેમના સાથીપક્ષો હિન્દુ ધર્મ વિરુદ્ધની વાત કરીને હિન્દુત્વને ઠેસ પહોંચાડતા હતા. ધર્મની વાત આવે ત્યારે કોંગ્રેસ સાઇડમાં બેસી જતી હોય છે અને સાથી પક્ષો આવી વાત કહેતા હોય ત્યારે ચૂપ રહેતી હોય છે. આ જોઈને મને થયું કે મારે કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાઇ જવું જોઇએ.”

    નોંધનીય છે કે પ્રશાંત પટેલે પોતાના આ નિર્ણય વિશે તેમ પણ જણાવ્યું હતું કે તેમને પાર્ટી દ્વારા વ્યક્તિગત વ્યવહારને લઈને કોઈ જ ફરિયાદ નથી. તેમને માત્ર પાર્ટીના વૈચારિક દ્રષ્ટિકોણ સામે વાંધો પડ્યો છે.

    - Advertisement -

    કોણ છે પ્રશાંત પટેલ

    પ્રશાંત પટેલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ 2019માં લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી લડ્યા હતા. પરંતુ ભાજપના રંજનબેન ભટ્ટ સામે તેમને સારી એવી લીડથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ઘણા લાંબા સમય સુધી વડોદરા કોંગ્રેસ અધ્યક્ષના પદ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ પાર્ટીએ તેમને અધ્યક્ષ પદેથી હટાવી દેતાં તેઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા હતા. તેવામાં લોકસભા ચૂંટણી પહેલાં જ તેમણે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. પ્રશાંત પટેલ આગામી 17 સપ્ટેમ્બરના રોજ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં