Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણસુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સામે FIR:...

    સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સામે FIR: સરથાણાની સભામાં સી આર પાટીલ અને હર્ષ સંઘવી માટે અપશબ્દો વાપરવાનો મામલો

    બીજા એક કિસ્સામાં પાછલા દિવસોમાં જયારે અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં દ્વારકાની મુલાકાત લીધી આ સમયે ગોપાલ ઇટાલીયાની જીભ લપસી હતી અને તેણે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ તેના સંબોધન દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા.

    - Advertisement -

    ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના નેતાઓ વિરુધ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવાને પગલે આ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ૪૬૯, ૫૦૦, ૫૦૪ કલમ લગાવાઈ છે.

    વાઇરલ થયેલ વીડિયોમાં સરથાણામાં યોજાયેલી સભા દરમ્યાન ગોપાલ ઇટાલિયાએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહ્યા હતા તથા સાથે જ સી આર પાટીલ વિરુદ્ધ પણ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ગૃહ મંત્રી વિરૂધ વિવાદિત ટિપ્પણી કરવા બદલ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધવામાં આવી છે.

    આ વિષયમાં ઑપઇન્ડિયા દ્વારા ઉમરા પોલીસ મથક પર તપાસ કરાતા ઉમરા પોલીસે પણ આ ફરિયાદ વિશેની વાતની પુષ્ટિ કરી છે.

    - Advertisement -

    FIR નોંધાયા બાદ ઇટાલિયાની પ્રતિક્રિયા

    પોતાના પર ફરિયાદ નોંધાયાના થોડા જ સમયમાં ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ‘મારી વાતને લઈને એફ.આર.આઈ દાખલ કરવામાં આવી. અદાણી પોર્ટ પરથી ડ્રગ્સ સપ્લાય થાય છે.’ તેમણે લઠ્ઠાકાંડને લઈને પણ આકરા પ્રહારો કર્યા. ગૃહમંત્રીએ ડ્રગ્સ આવતું રોકવુ જોઈએ. રાજ્યના ગૃહ મંત્રીના પણ કાળા હાથ હોઈ શકે.

    અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા

    આ ફરિયાદ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હવે તો સીબીઆઈ, ઈડી આવશે. દંડા વરસશે. પણ આવી હિંસા કાયર લોકો કરે છે. અમે ઈમાનદારીની લડાઈ લડી રહ્યાં છીએ. 

    ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે. આમ આદમી પાર્ટી કોઈથી ડરતી નથી. તેમણે વધુમાં કહ્યું કે, હું પોલીસને અભિનંદન આપુ છુ. કેમ ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાય છે.

    ઇટાલિયાની વધુ એક વિવાદિત ટિપ્પણી

    પાછલા દિવસોમાં જયારે અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં દ્વારકાની મુલાકાત લીધી આ સમયે ગોપાલ ઇટાલીયાની જીભ લપસી હતી અને તેણે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ તેના સંબોધન દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા.

    ઇટાલીયાએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ અર્જુન બનીને આવ્યા હતા. ગોપાલ ઇટાલીયાના આ પ્રકારના નિવેદન બાદ ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં