Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણEVMથી ભાજપને વધારાના મત? મીડિયાએ જુઠ્ઠાણું ફેલાવ્યું, પ્રશાંત ભૂષણે SCમાં કર્યું પુનરાવર્તન,...

    EVMથી ભાજપને વધારાના મત? મીડિયાએ જુઠ્ઠાણું ફેલાવ્યું, પ્રશાંત ભૂષણે SCમાં કર્યું પુનરાવર્તન, ચૂંટણી પંચે દાવા નકાર્યા: નિર્માતા કંપનીએ જણાવ્યું સાચું કારણ

    ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંઘે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ભારતમાં VVPATની શરૂઆતથી અત્યાર સુધીમાં 118 કરોડથી વધુ લોકોએ મત આપ્યા છે. આ સમયગાળા દરમિયાન, 4 કરોડ VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી હતી અને પંચને માત્ર 25 ફરિયાદો મળી હતી, જે ખોટી નીકળી હતી.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પહેલાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને બદનામ કરવા અને મતદારોમાં શંકા પેદા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ કેરળના કાસરગોડ શહેરમાં કરવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસ અને CPIMએ મોક પોલ દરમિયાન ટેકનિકલ ખામીનો ફાયદો ઉઠાવ્યો હતો અને એવી અફવા ફેલાવવાનું શરૂ કર્યું હતું કે, કોઈને પણ મત આપવા પર મત ભાજપને જાય છે.

    બુધવારના રોજ (17 એપ્રિલ 2024) ઑનમનોરમાએ એક વિવાદાસ્પદ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે, કેરળના કાસરગોડ શહેરમાં મોક પોલમાં ચાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)એ ભાજપની તરફેણમાં મતો નોંધ્યા હતા. આ પછી CPIM નેતા એમવી બાલાકૃષ્ણન અને કોંગ્રેસના ઉમેદવાર રાજમોહન ઉન્નીથન ઉર્ફે નાસર ચેરકલામે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

    ઑનમનોરમાના રિપોર્ટનો સ્ક્રીનશોટ

    ઑનમનોરમાના અહેવાલ મુજબ, “નાસર ચેરકલામે કહ્યું કે, કાસરગોડ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથકો માટે મશીનો સક્રિય કરવા દરમિયાન ભાજપના કમલને વધારાના મતો મળ્યા હતા. તેમણે એ પણ જણાવ્યું કે, કોંગ્રેસનું ‘હાથ’ ચિન્હ વોટિંગ મશીનો પર હાજર અન્ય ચિન્હો કરતા નાનું છે અને અધિકારીઓને તેને બદલવા માટે કહ્યું.”

    - Advertisement -

    નાસર ચેરકલામે મતદાન મશીનોની અખંડિતતા પર શંકા વ્યક્ત કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે, શા માટે EVMએ મોક ટ્રાયલ દરમિયાન ભૂલથી CPIM અથવા કોંગ્રેસ પાર્ટીની તરફેણ ના કરી. રિપોર્ટમાં તે પણ કહેવાયું છે કે, કેવી રીતે 228માંથી 6 મશીનમાં ટેકનિકલ ખામી હતી. મશીનો બદલવા માટે પણ પંચ સમક્ષ માંગ કરવામાં આવી હતી.

    સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ

    ગુરુવારે (18 એપ્રિલ, 2024) સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા EVM-VVPAT કેસની સુનાવણી દરમિયાન એડવોકેટ પ્રશાંત ભૂષણે મનોરમા રિપોર્ટને ટાંક્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટ પાસેથી VVPAT સ્લિપની 100% ચકાસણીની માંગ કરી હતી. તેમણે કોર્ટને કહ્યું, “કેરળના કાસરગોડમાં એક મોક પોલ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 4 EVM અને VVPATમાં બીજેપી માટે વધારાના વોટ રેકોર્ડ થઈ રહ્યા હતા.”

    ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ECI)ને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું, “શ્રીમાન મનિન્દર સિંઘ (ECIના વકીલ), કૃપા કરીને આને ક્રોસ ચેક કરો.”

    આ ષડયંત્રમાં ‘ધ ન્યૂઝ મિનિટ’ પણ સામેલ

    દરમિયાન, વામપંથી પ્રોપગેન્ડા આઉટલેટ ધ ન્યૂઝ મિનિટે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, તેમાં EVM મશીનના ખોટી રીતે ભાજપને મત આપવાના વિષય અંગે ઑનમનોરમાના દાવાઓને પુનરાવર્તિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો કે, “બુધવાર, 17 એપ્રિલના રોજ કેરળના કાસરગોડમાં એક મૉક પોલ દરમિયાન ત્રણ VVPAT મશીનોએ ભાજપના કમળ સાથેની એક વધુ સ્લીપ છાપી હતી.”

    રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો કે, “મશીનો પર સૌથી ઉપર વિકલ્પ તરીકે ભાજપનું ચિન્હ હતું. મૉક પોલના બીજા રાઉન્ડ દરમિયાન, એ જ ત્રણ ખામીયુક્ત VVPAT મશીનોએ ફરી એકવાર કમળના પ્રતીક સાથે વધારાની સ્લિપ છાપી. સમસ્યાને માત્ર ત્રીજા રાઉન્ડ દરમિયાન ઠીક કરવામાં આવી હતી.”

    ન્યૂઝ મિનિટે કોંગ્રેસ અને CPIM નેતાઓને ટાંકીને જણાવ્યું હતું કે, EVM ફૂલપ્રૂફ નથી અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર દ્વારા તેની સાથે કોઈ રીતે છેડછાડ કરવામાં આવી છે. વામપંથી પ્રોપગેન્ડા આઉટલેટના એડિટર-ઇન-ચીફ ધન્યા રાજેન્દ્રને પણ તેના સત્તાવાર X હેન્ડલ પરથી આ પોસ્ટ કર્યું હતું.

    ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ

    ચૂંટણી પંચે ગુરુવારે )18 એપ્રિલ, 2024) ECM દ્વારા એક રાજકીય પક્ષને ફાયદો પહોંચાડવાને લઈને ઑનમનોરમા ન્યૂઝ અને ધ ન્યૂઝ મિનિટના દાવાઓને ફગાવી દીધા હતા. વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નિતેશ કુમાર વ્યાસે કહ્યું કે, “આ સમાચાર ખોટા છે. અમે જિલ્લા કલેકટર સાથે આક્ષેપોની પુષ્ટિ કરી છે અને એવું જાણવા મળ્યું છે કે, તે ખોટું છે. અમે કોર્ટને એક વિસ્તૃત રિપોર્ટ સોંપીશું.”

    ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંઘે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ભારતમાં VVPATની શરૂઆતથી અત્યાર સુધીમાં 118 કરોડથી વધુ લોકોએ મત આપ્યા છે. આ સમયગાળા દરમિયાન, 4 કરોડ VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી હતી અને પંચને માત્ર 25 ફરિયાદો મળી હતી, જે ખોટી નીકળી હતી. આ અંગે કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી સંજય કૌલે X પર પોસ્ટ કરી હતી.

    તેમણે કહ્યું કે, “ભ્રમ ત્યારે પેદા થયો, જ્યારે આરોપ લગાવવામાં આવ્યો કે, કાસરગોડ મતવિસ્તારમાં કમિશનિંગના ભાગરૂપે કરવામાં આવેલા એક મોક પોલ દરમિયાન વધારાની VVPAT સ્લિપો નીકળી. હકીકતમાં ચૂંટણી ચિન્હ લોડ કર્યા બાદ ટેસ્ટ બેલેટ સ્લિપની પ્રિન્ટિંગ સમયે, કેટલાક મશીનો VVPAT ટેસ્ટ સ્લિપની સંપૂર્ણ પ્રિન્ટ લીધા વિના કમિશનિંગ ટેબલ પર લઈ જવામાં આવ્યા હતા.”

    દરમિયાન, EVM નિર્માતા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ જણાવ્યું હતું કે, “કાસરગોડમાં ચાર VVPATમાં જે અધૂરા ચૂંટણી પ્રતીકોનું લોડિંગ થયું હતું, તે કેબલ ડિસ્કનેક્ટના કારણે અથવા VVPAT પ્રિન્ટ પૂર્ણ થાય તે પહેલાં આગળના તબક્કામાં જવાને કારણે હોઈ શકે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં