તાજેતરમાં અશ્લીલ વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય મેવારામને બહારનો રસ્તો દેખાડવો પડ્યો છે. પાર્ટીએ રવિવારે (7 જાન્યુઆરી, 2024) એક આધિકારિક જાહેરાત કરીને જણાવ્યું કે મેવારામની પાર્ટીની સદસ્યતા રદ કરવામાં આવે છે.
કોંગ્રેસે X પર પોસ્ટ કરીને લખ્યું કે, “કોંગ્રેસ પાર્ટીમાંથી મેવારામની પ્રાથમિક સદસ્યતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.” સાથે એક અખબારી યાદી જોડવામાં આવી છે, જેમાં નીચે PCC (પ્રદેશ કોંગ્રેસ કમિટી) અધ્યક્ષ રાજસ્થાન ગોવિંદ સિંઘ ડોટાસરાના હસ્તાક્ષર જોવા મળે છે. જેમાં લખવામાં આવ્યું કે, “મેવારામ જૈન (પૂર્વ ધારાસભ્ય- બાડમેર)ને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી નિલંબિત કરવામાં આવે છે.” પાર્ટીએ આ પાછળ તેમની ‘અનૈતિક ગતિવિધિઓમાં સંડોવણી’ને કારણ બનાવ્યું અને કહ્યું કે, આ પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે પાર્ટીના નિયમો અને શિસ્તનો ભંગ છે.
कांग्रेस पार्टी से मेवाराम जैन की प्राथमिक सदस्यता तत्काल प्रभाव से निलंबित की जाती है। pic.twitter.com/QsE4MXaCK7
— Rajasthan PCC (@INCRajasthan) January 6, 2024
આ કાર્યવાહી બાદ ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસને આડેહાથ લીધી છે. તેમણે એક X પોસ્ટ કરીને કહ્યું કે, મેવારામ વિરુદ્ધ એક વર્ષ અગાઉ આરોપ લાગ્યા હતા, પરંતુ કોંગ્રેસ અને તેનાં મહિલા નેતાઓ પ્રિયંકા ગાંધી અને સુપ્રિયા શ્રીનેત વગેરે મૌન હતાં. તેમણે કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરને પણ આડેહાથ લીધો અને કહ્યું કે, તેણે આ મુદ્દે એક પણ ટ્વિટ કર્યુ નથી. જ્યારે બીજી વખત તે કોઇના જવાબ માંગે ત્યારે તેને આ જણાવવું જોઈએ.
Allegations on Mewaram surfaced more than a year ago. Congress was silent . @priyankagandhi @SupriyaShrinate silent
— Shehzad Jai Hind (@Shehzad_Ind) January 7, 2024
Even LKFC @zoo_bear hasn’t been able to put 1 tweet on him, despite the suspension – YEH HAI FACT CHECKER ! More loyal than Congress! NEXT TIME HE SEEKS ANSWERS… pic.twitter.com/TGWUhIW26d
તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસ પાસે મેવારામની સેક્સ સીડી હોવા છતાં કોંગ્રેસ નેતૃત્વે તેમને 2023ની (રાજસ્થાન વિધાનસભાની) ચૂંટણી લડવા માટે ટીકીટ આપી હતી. પરંતુ ગઈકાલે (શનિવાર, 6 જાન્યુઆરી) મેં તેમની પોલ ખોલી ત્યારબાદ તેમણે સસ્પેન્ડ કરવા પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે (6 જાન્યુઆરી) મેવારામનો એક વિડીયો વાયરલ થઈ ગયો હતો, જે પીડિતાએ પોતે જ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. તે પહેલાં એક મહિલાએ 20 ડિસેમ્બર, 2023ના રોજ જોધપુરમાં એક રેપનો કેસ દાખલ કરાવ્યો હતો. તેણે મેવારામ સહિત 9 લોકો વિરુદ્ધ જોધપુરમાં રાજીવ ગાંધી નગર પોલીસ મથકે પોક્સો અને ગેંગરેપ સહિત કુલ 18 કલમો હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો. પીડિતાએ કહ્યું હતું કે, જ્યારે મેવારામ MLA હતા ત્યારે વગ વાપરીને કાર્યવાહી થવા દીધી ન હતી અને પીડિતાની જ સેક્સટોર્શન કેસમાં ધરપકડ કરાવી દીધી હતી.
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેવારામ અને તેના સાથીએ ન માત્ર તેનો રેપ કર્યો પણ તેની બહેનપણીને પણ છોડી ન હતી. એટલું જ નહીં તેમની ઉપર સગીર છોકરીનું શોષણ કરવાનો પણ આરોપ છે. એવું પણ કહેવામાં આવ્યું કે, જ્યારે બંને રેપ કરતાં થાકી ગયા હતા ત્યારે પીડિતાને 15-16 વર્ષની છોકરીઓ લાવવા માટે કહ્યું હતું.